ETV Bharat / city

કરો ભગવાન શ્રીકૃષ્ણએ સ્થાપિત કરેલા નીલકંઠ મહાદેવના દર્શન, આ રીતે થઈ હતી સ્થાપના - Commander of the Devas Muchkund Raja

જૂનાગઢની ભવનાથ તળેટીમાં (Bhavnath foothills of Junagadh) આવેલા પવિત્ર દામોદર કુંડ નજીક મુચકુંદ ગુફામાં (Damodar Kund Muchkund Cave) નીલકંઠ મહાદેવ મંદિર (Neelkanth Mahadev Temple of Junagadh) આવેલું છે. આ મંદિરની સ્થાપના બીજા કોઈએ નહીં પણ ખૂદ ભગવાન શ્રીકૃષ્ણએ કરી હતી. ત્યારે આ મંદિરના સ્થાપના પાછળ શું છે વાર્તા જોઈએ.

કરો ભગવાન શ્રીકૃષ્ણએ સ્થાપિત કરેલા નીલકંઠ મહાદેવના દર્શન, આ રીતે થઈ હતી સ્થાપના

author img

By

Published : Aug 4, 2022, 10:09 AM IST

જૂનાગઢઃ અત્યારે શ્રાવણ મહિનામાં શિવભક્તો માટે ભગવાન શિવજીના મંદિર આકર્ષણનું કેન્દ્ર બને છે. આ મહિના દરમિયાન અનેક નવા મંદિરોથી ભક્તો પરિચિત થાય છે. આવું જ એક મંદિર આવેલું છે જૂનાગઢની ભવનાથ તળેટીમાં (Bhavnath foothills of Junagadh). અહીં મુચકુંદ ગુફામાં નીલકંઠ મહાદેવ (Neelkanth Mahadev Temple of Junagadh) આજે બિરાજી રહ્યા હોવાનું માનવામાં આવે છે. આ મંદિરની સ્થાપના પાછળ પણ ખૂબ જ રસપ્રદ ઘટના છે.

રાજા મુચકુંદે ભગવાન પાસે આ મંદિરની સ્થાપના કરાવી હતી - ભગવાન શ્રીકૃષ્ણ અને કાલ યૌવન (War between Lord Krishna and Kala Yauvana) વચ્ચે યુદ્ધ થયું હતું. ત્યારબાદ ભવનાથની તળેટીમાં (Bhavnath foothills of Junagadh) આવેલા પવિત્ર દામોદર કુંડ નજીક મુચકુંદ ગુફામાં (Damodar Kund Muchkund Cave) રાજા મુચકુંદે ભગવાન શ્રીકૃષ્ણ પાસે મહાદેવની સ્થાપના કરાવી હતી. શ્રાવણ મહિનામાં શિવભક્તો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર પણ બની રહ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવની પૂજા (Neelkanth Mahadev Temple of Junagadh) કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થતું હોવાની ધાર્મિક માન્યતા છે.

શ્રી હરિ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવ શિવ ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર

શ્રી હરિ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવ શિવભક્તોમાં આસ્થાનું કેન્દ્ર - ગિરનારની તળેટીમાં પવિત્ર દામોદર કુંડ પાસે (Damodar Kund Muchkund Cave) મહાભારતકાળમાં અસ્તિત્વ ધરાવતી મૂચકુંદ ગુફા આજે પણ જોવા મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ ગુફામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવ (Neelkanth Mahadev Temple of Junagadh) સ્વયંભૂ દર્શન આપી રહ્યા છે. નીલકંઠ મહાદેવના દર્શન અભિષેક અને પૂજન કરીને શિવભક્તો ભાવવિભોર બની રહ્યા છે.

રાજા મુચકુંદે ભગવાન પાસે આ મંદિરની સ્થાપના કરાવી હતી

આ પણ વાંચો-સોમનાથ મહાદેવ દાદાને કરાયો સૂર્યદર્શન શ્રૃંગાર, શિવભક્તોએ કર્યા અલૌકિક દર્શન

રાજા મુચકુંદે આ ગુફામાં કર્યો હતો આરામ - ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવની (Neelkanth Mahadev Temple of Junagadh) ગાથા મહાભારત યુદ્ધના સમયથી પ્રચલિત છે. દેવોના સેનાપતિ મુચકુંદ રાજા Commander of the Devas Muchkund Raja) યુદ્ધ પૂર્ણ કરીને વિશ્રામ અવસ્થામાં જવાની માગ કરે છે. ત્યારે દેવતાઓએ રાજા મુચકુંદને રેવતા ચલ પર્વત એટલે કે, આજના ગિરનાર પર્વત પર વિશ્રામ કરવા માટેની આજ્ઞા ન કરતા રાજા મુચકુંદે અહીં આવેલી ગુફામાં આરામ કરવાની ફરજ પડી હતી. ત્યારથી આ ગુફાને મૂચકુંદ ગુફા (Damodar Kund Muchkund Cave) તરીકે સનાતન હિન્દુ ધર્મમાં પૂજવામાં આવે છે.

શ્રીકૃષ્ણ અને કાલ યૌવન વચ્ચે થયેલા યુદ્ધ બાદ થઈ સ્થાપના- મહાભારત કાળમાં કાલ યૌવન નામની રાક્ષસી શક્તિને યુદ્ધ વગર પરાસ્ત કરવી અશક્ય હતી. આવી પરિસ્થિતિમાં સમગ્ર વિશ્વ પરથી રાક્ષસી માયાઓના નિર્મૂલન માટે ભગવાન શ્રીકૃષ્ણએ પ્રયુક્તિ સાથે કાલ યૌવનને યુદ્ધ માટે લલકાર્યો (War between Lord Krishna and Kala Yauvana) હતો. ભગવાન શ્રીકૃષ્ણ અને કાલ યૌવન વચ્ચે યુદ્ધની ઘટના ઘટી નહતી, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ પાછળ ભાગતા કાલ યૌવન મુચકુંદ ગુફા સુધી પહોંચી ગયો હતો અને અહીં વિરામ કરતાં રાજા મુચકુંદને અપમાનિત કરતા રાજા મૂચકુંદને મળેલા આશીર્વાદથી તેની પ્રથમ દ્રષ્ટિ પડતા રાક્ષસ કાલ યૌવન મુચકુંદ રાજાની દૃષ્ટિથી ભસ્મ થઈ ગયો હતો.

આ પણ વાંચો- Shravan Month 2022: ટપકેશ્વર મહાદેવે હરિયાળી સોળે કળાએ ખીલી ઊઠી

કાલ યૌવનના ભસ્મ થયા બાદ મુચકુંદ રાજાએ કૃષ્ણ લીલાના કર્યા દર્શન - મુચકુંદ રાજાની નિદ્રા અવસ્થામાંથી જાગૃત થયા બાદ પડેલી પ્રથમ દ્રષ્ટિમાં કાલ યૌવન ભસ્મ થયો હતો. ત્યારે આ લીલા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવી હોવાની અનુભૂતિ રાજા મુચકુંદને થઈ હતી. કાલ યૌવનના ભસ્મ થયા બાદ રાજા મુચકુંદે ભગવાન શ્રીકૃષ્ણને સાક્ષાત પ્રગટ થવાની વિનંતી કરી હતી. ત્યારબાદ જગતગુરુ ભગવાન શ્રીકૃષ્ણ મુચકુંદ ગુફામાં પ્રગટ થયા હતા. ત્યારબાદ રાજા મુચકુંદની વિનંતી બાદ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મુચકુંદ ગુફામાં નીલકંઠ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવ ભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.