ETV Bharat / city

પીપાવાવના સિંહોને ધારી નજીક સ્થળાંતર કરાતા સિંહ પ્રેમીઓમાં રોષ

ફરી એક વખત ગીરના સિંહોને સ્થળાંતર કરવાને લઈને વન વિસ્તારમાં હલચલ જોવા મળી રહી છે અમરેલી જિલ્લાના પીપાવાવ રેવન્યુ વિસ્તારમાં પાછલા કેટલાક વર્ષોથી ૨૦ કરતા વધુ સિંહો નું એક ગ્રુપ અસ્તિત્વ ધરાવી રહ્યું છે જે પૈકીના કેટલાક સિહો નો જન્મ આ વિસ્તારમાં જ થયો હોવાનું પણ સામે આવ્યું છે આવી પરિસ્થિતિમાં હવે વન વિભાગ સિંહોના ગ્રુપ પૈકી કેટલાક સિંહો ને ધારી નજીકના કોઈ વિસ્તારમાં ખસેડવાની હિલચાલ કરી રહ્યું છે જેને લઇને પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પીપાવાવના સિંહોને ધારી નજીક સ્થળાંતર કરાતા સિંહ પ્રેમીઓમાં રોષ
પીપાવાવના સિંહોને ધારી નજીક સ્થળાંતર કરાતા સિંહ પ્રેમીઓમાં રોષ
author img

By

Published : Aug 18, 2021, 11:07 PM IST

  • ધારી નજીક ના કોઈ વિસ્તારમાં સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરાઈ
  • સિંહ પ્રેમીઓમાં વનવિભાગની આશ્ચર્યજનક કાર્યવાહી સામે ભારે રોષ
  • વનવિભાગે અકસ્માતો ઘટાડવા જેવા અનેક પ્રશ્નો લઈને નિર્ણય લેવાયો

જૂનાગઢ : ગીર પુર્વની પાલીતાણા રેન્જમાં આવેલા પીપાવાવ અને રાજુલા નજીકના રેવન્યુ વિસ્તારમાં પાછલા કેટલાક વર્ષોથી સિંહ નિવાશ કરી રહ્યા છે આ વિસ્તારમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સિંહોના નવા આશિયાના તરીકે રાજુલા અને પીપાવાવ વિસ્તારને માનવામાં આવી ગયું છે ત્યારે હવે વન વિભાગ રાજુલા અને પીપાવાવ વિસ્તારમાં જોવા મળતા 20 કરતા વધુ સિંહોના એક ગ્રુપને ધારી નજીક ના કોઈ વિસ્તારમાં સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરી રહ્યું છે જેને લઇને સિંહપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાંથી કેટલાક સિંહો ને આજ રાત્રિ દરમિયાન પાંજરે પુરીને ધારી નજીકના વિસ્તારમાં મોકલવામાં આવનાર છે જેને લઇને રાજુલા અને પીપાવાવ વિસ્તારના સિંહ પ્રેમીઓમાં વનવિભાગની આ આશ્ચર્યજનક કાર્યવાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પીપાવાવના સિંહોને ધારી નજીક સ્થળાંતર કરાતા સિંહ પ્રેમીઓમાં રોષ
પીપાવાવના સિંહોને ધારી નજીક સ્થળાંતર કરાતા સિંહ પ્રેમીઓમાં રોષ

પીપાવાવ વિસ્તારમાં સિંહોની સંખ્યામાં સતત વધારો

પાછલા કેટલાક સમયથી રાજુલા અને પીપાવાવ વિસ્તારમાં સિંહોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે રેવન્યુ વિસ્તાર સિંહોને માફક આવી ગયો હોય તે પ્રકારે સિંહોની સંતતી સતત વધી રહી છે આ વિસ્તારમાં સિંહોને અનુકુળ એવા જંગલો અને શિકારની વિવિધતા હોવાને કારણે સિંહ આ વિસ્તારમાં પાછલા કેટલાક વર્ષોથી સતત જોવા મળી રહ્યા છે ત્યારે કેટલાક આકસ્મિક કિસ્સાઓમાં આ સિંહો અકસ્માતનો ભોગ પણ બન્યા છે ટ્રેનની અડફેટે આવી જતા અત્યાર સુધીમાં દસ કરતાં વધુ સિંહો મોતને ભેટયા છે જેને કારણે પણ વનવિભાગની ચિંતા વધી રહી હતી ત્યારે અચાનક રાજુલા અને પીપાવાવ વિસ્તારમાં જોવા મળતા સિંહ ને ધારી નજીક ખસેડવાની હિલચાલ ને લઈને ફરી એક વખત સિંહ નું સ્થળાંતર ચર્ચાસ્પદ બની રહ્યું છે.

રાજુલા અને પીપાવાવ નજીક સિંહની લટાર સામાન્ય બની

પાછલા એક મહિનાથી રાજુલા અને પીપાવાવ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં અને ખાસ કરીને આ વિસ્તારના નેશનલ હાઈવે પર સિંહની લટાર સામાન્ય બની ગઇ હતી થોડા સમય પહેલાં જ ચાર કરતાં વધુ સિંહો પીપાવાવ તરફ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર બિન્દાસ રીતે રાત્રિના સમયે ચાલતા જોવા મળતા હતા આવા દ્રશ્યો વનવિભાગની ચિંતા વધારી દીધી હતી ત્યારે હવે આ વિસ્તારના કેટલાક સિંહો ને ધારી નજીક ના જંગલોમાં સ્થળાંતર કરવાની કાર્યવાહી વન વિભાગે હાથ ધરી છે વનવિભાગના અધિકારીઓ સમગ્ર મામલાને લઈને મગનું નામ મરી પાડવા તૈયાર નથી પરંતુ એ વાત ચોક્કસ છે કે રાત્રિ દરમિયાન ૨૦ જેટલા સિંહો પૈકીના કેટલાક સિંહો ને ધારી નજીક સ્થળાંતર કરી દેવામાં આવશે તેની પાછળ વનવિભાગનું કારણ અકસ્માતો ઘટાડવા ની સાથે ઔદ્યોગિક એકમોમાં સિંહોની સતત અવરજવર હોઈ શકે છે પરંતુ જે પ્રકારે ખાનગી રાહે સિંહોને અન્ય જગ્યા પર સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે તે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.