- ગીર પૂર્વના જંગલમાંથી ખૂબ જ રોમાંચિત કરી મૂકે તે પ્રકારનો વીડિયો આવ્યો સામે
- વરસાદના પ્રથમ પાણીમાં સિંહબાળ ઉછળકૂદ કરતું હોય તેવા દ્રશ્યો આવ્યા સામે
- પાણીમાં છબછબિયા કરતા સિંહ બાળ પર માતાની નજર હોવાનું થયું દ્રશ્યમાન
જૂનાગઢ : ગીર પૂર્વના જંગલમાંથી પ્રાણી જગતનો ખૂબ જ આહ્લાદક અને રોમાંચિત કરી મૂકે તે પ્રકારનો વીડિયો સામે આવ્યો છે. જંગલ વિસ્તારમાં પડી રહેલા પ્રથમ વરસાદમાં એક સિંહ બાળ જંગલમાં ભરાયેલા વરસાદી પાણીના ખાબોચિયામાં ઉછળકૂદ કરતું હોવાનો રોમાંચિત વિડીયો સામે આવ્યો છે. પ્રથમ વરસાદના પાણીમાં સિંહ બાળ પણ જાણે કે, આકરી અને અકળાવનારી ગરમીમાંથી મુક્તિ મેળવવા માટે પાણીમાં છબછબિયા કરીને રમતું હોય તેવો અદભુત અને અવિસ્મરણીય વીડિયો ગીર પૂર્વના જંગલમાંથી સામે આવ્યા છે.
પોતાના બાળક માટે માતા સિંહણ સજાગ
જે સમયે બાળ સિંહ પાણીમાં છબછબિયા કરી રહ્યું હતું,તે જ સમયે માતા સિંહણ તેના પર ચાંપતી નજર રાખીને નજીકમાં જ જોવા મળી હતી. જાણે તે પોતાનું બાળક કોઈ ભૂલ ન કરી બેસે તેની ચિંતામાં હતી, કે પછી પહેલા વરસાદમાં મજા માણી રહેલા બાળકને શાંતિપૂર્ણ નિહાળી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. હકીકત ભલે જે પણ હોય પરંતુ વરસાદમાં ભરાયેલા ખાબોચિયામાં છબછબિયા કરી રહેલા સિંહબાળના આ દ્રશ્યો ખૂબ જ રોમાંચિત અને નયનરમ્ય છે.
આ પણ જૂઓ -