ETV Bharat / city

વન કર્મીઓની હડતાળ પર સિંહ દીપડા નિકળ્યા શહેરની સફરે, પશુઓનું કર્યું મારણ - lion tumult in Una

ગીર આસપાસના ગામડાઓમાં દીપડો લટાર મારતો હોય તેવા વિડીયો સામે આવ્યો છે. ગામમાં દીપડાએ કેટલાક પશુઓનું મારણ કરતા સ્થાનિકોમાં ભયનો (Leopards killed animals in Devalpur) માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વન વિભાગના કર્મચારીની હડતાળની આ વિપરીત અસર છે. forest department personnel strike in Junagadh

વન કર્મીઓની હડતાળ પર સિંહ દીપડા નિકળ્યા શહેરની સફરે, પશુઓનું કર્યું મારણ

author img

By

Published : Sep 15, 2022, 10:11 AM IST

જૂનાગઢ વન કર્મીઓની હડતાળની વિપરીત અસરો ગીર અને આસપાસના ગામોમાં જોવા મળી રહી છે. વન કર્મચારીઓ સિંહ, દીપડા જેવા હિંસક પ્રાણીને જંગલ વિસ્તારની અંદર રોકવા તેમજ બહાર નીકળી ગયેલા હિંસક પ્રાણીઓને ફરી જંગલ વિસ્તારમાં પરત કરવા માટે વિશિષ્ટ તાલીમબધ્ધ બનેલા હતા. પરંતુ હવે આ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા જંગલના તમામ નાકા અને થાણા કર્મચારી વિહોણા થઈ ગયા છે. જેને લઈને વનરાજા કેટલાક ગામોમાં પશુઓનું મારણ કરતા ગામ લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. (Leopards killed animals in Devalpur)

વન કર્મીઓની હડતાળ પર સિંહ દીપડા નિકળ્યા શહેરની સફરે, પશુઓનું કર્યું મારણ

પ્રાણીઓ આટાંફેરા છેલ્લા એક અઠવાડિયાથી ગીર અને ઉના વિસ્તારના કેટલાક ગામોમાં સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ જોવા મળ્યા છે. ત્યારે ગત રાત્રી દરમિયાન ઉના શહેરમાં ખૂંખાર દીપડા લટાર મારતા હોય તે પ્રકારે CCTV કેમેરામાં કેદ થયા છે. તો બીજી તરફ ઉના તાલુકાનુ દેવલપુર ગામે સિંહોના આટાંફેરાની વાત સામે આવી રહી છે. વનરાજા અહીં પશુઓનુ મારણ કરતા ગામ લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. (lion tumult in Una)

હડતાલ લાંબો સમય ચાલશે તો ગામ લોકો માંગ કરી રહ્યા છે કે, તાકિદે વન વિભાગ કઈ ઘટતું કરે અને જંગલ વિસ્તારમાંથી બહાર નીકળતા હિંસક પ્રાણીઓને રોકવા માટે યુદ્ધના ધોરણે કોઈ નવી નીતિ અખત્યાર કરે તેવી માંગ કરી રહ્યા છે. જો હડતાલ હજી લાંબો સમય ચાલશે તો આગામી દિવસોમાં જંગલના વધુ કેટલાક હિંસક પ્રાણીઓ જંગલ વિસ્તાર છોડીને આસપાસના ગામો અને શહેરોમાં ફરતા જોવા મળશે.(Gir forest area)

લોકોમાં ચિંતાનો માહોલ ઉલ્લેખનીય છે કે, જંગલ વિસ્તારમાં કામ કરતા ફોરેસ્ટર બીટગાર્ડ વનપાલ અને વન રક્ષક જેવા મહત્વના અને સંવેદનશીલ વિસ્તારમાં 24 કલાક ફરજ બજાવતા કર્મચારીઓ છેલ્લા સાત દિવસથી પોતાની જૂની પડતર માંગોને લઈને હડતાળ પર ઉતરી ગયા છે. તેની વિપરીત અસરો હવે સામે આવી રહી છે. કર્મચારીઓ જંગલ પર પોતાના નિર્ધારિત સ્થળે તેમજ થાણા અને નાકા પર ફરજ પર નહીં જતા જંગલ વિસ્તારમાંથી સિંહ, દીપડા જેવા પ્રાણીઓ રોડ રસ્તા પર આવી રહ્યા છે. જેને કારણે ગામ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. forest department personnel strike in Junagadh

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.