ETV Bharat / city

ભગવાન શ્રી કૃષ્ણ અને સોમનાથ ભૂમિ વચ્ચે શું હતો ગાઢ સંબંધ જાણો અમારા વિશેષ અહેવાલમાં - Special report

જૂનાગઢ પંથકમાં પવિત્ર યાત્રાધામ ભાલકા તિર્થ જ્યા ભગવાન શ્રી કુષ્ણએ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. આ સ્થળનું શું છે મહત્વ, કેમ પ્રભુએ આ સ્થાને પોતાના પ્રાણ છોડ્યા. વાંચો સમગ્ર માહિતી અમારા વિશેષ અહેવાલમાં.

krishna
ભગવાન શ્રી કૃષ્ણ અને સોમનાથ ભૂમિ વચ્ચે શું હતો ગાઢ સંબંધ જાણો અમારા વિશેષ અહેવાલમાં
author img

By

Published : Aug 30, 2021, 11:16 AM IST

જૂનાગઢ: કૃષ્ણ જન્માષ્ટ્રમી સમગ્ર દેશમાં ભક્તિ અને ભાવ સાથે ઉજવાઈ રહી છે, કૃષ્ણ ભક્તોમાં જન્માષ્ટ્રમીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે અમે આપના માટે એક વિશેષ અહેવાલ લઈને આવ્યા છે ભગવાન કૃષ્ણ અને સોમનાથ તીર્થ ભૂમિ વચ્ચે શું હતો ગાઢ સંબંધ જગતગુરુ શ્રી કૃષ્ણે કઈ પાવન ભૂમિ પર લીધા અંતિમ આ સમગ્ર જાણકારી અમારા આ અહેવાલમાં આપી રહયા છે.

શ્રી કૃષ્ણ દ્વારા જીવન લીલા સમેટી તે ધાર્મિક સ્થળ એટલે ભાલકા તીર્થ ક્ષેત્ર

સોમનથ નજીક આવેલું ભાલકા તીર્થ કે જ્યા જગતગુરુ કૃષ્ણે પોતાની જીવન લીલા સમેટી લઈને અંતિમ શ્વાશ લીધા હતા. પ્રાચીન ધાર્મિક માન્યાતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ મહાદેવનાં અનન્ય ભક્ત હતા. ભગવાન કૃષ્ણ દ્વારકાધિશ હતા ત્યાંથી તેઓ સોમનાથ મહાદેવના દર્શન માટે આવતા હતા સોમનાથ મહાદેવ મંદિર અનેક વખત બંધાયું જેમાં દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણ એ કાસ્ટનું સોમનાથ મંદિર બનાવ્યું હોવાનું ઉલ્લેખ પુરાણોમાં આજે પણ જોવા મળે છે.

ભાલકા તીર્થ માં કૃષ્ણ પારધી દ્વારા તીરના બન્યા હતા શિકાર

સોમનાથ મંદિરથી દૂર વેરાવળ શહેરમાં આવેલુ ભાલકા તીર્થધામ ભાલકા તીર્થ ક્ષેત્ર તરીકે શા માટે ઓળખાયું ભાલકાનો મતલબ ભાલુ અથવા તીર એમ કરવામાં આવે છે. રણછોડને જે સ્થળે પારધી દ્વારા ભાલુ મારવામાં આવ્યું ત્યારથી આ ભૂમિને ભાલકા તીર્થ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીં સમગ્ર દેશ અને દુનિયામાંથી દર્શનાર્થીઓ ક્રિષ્ણાના દર્શન માટે આવે છે. મહાભારત યુદ્ધમાં કૌરવોની હાર થયા બાદ ગાંધારીએ ભગવાન કૃષ્ણ ને શ્રાપ આપ્યો હતો કે યાદવો અંદરો અંદર લડી મરી પરવારશે.

ભગવાન શ્રી કૃષ્ણ અને સોમનાથ ભૂમિ વચ્ચે શું હતો ગાઢ સંબંધ જાણો અમારા વિશેષ અહેવાલમાં

ગાંધારીના શ્રાપને કારણે કૃષ્ણ દ્વારિકાથી ત્રિવેણી ઘાટ આવ્યા

ગાંધારીના શ્રાપને કારણે ભગવાન કૃષ્ણ તમામ યાદવોને દ્વારિકા થી સોમનાથ નજીક ત્રિવેણી ઘાટ લઇ આવ્યા. અહીં યાદવો અંદરો અંદરની લડાઈને કારણે નાશવંત થયા ત્યાર બાદ યાદવોના મોક્ષ માટે ભગવાન શ્રીકૃષ્ણ એ ત્રિવેણી ઘાટ ખાતે તર્પણ કરાવ્યું હોવાની ધાર્મિક માન્યતા આજે પણ જોવા મળે છે. ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણ સોમનાથ મંદિરથી ભાલકા તીર્થ ક્ષેત્રમાં આવેલા પીપળાના વૃક્ષ નીચે પોતાની જીવન લીલા સમેટી આરામ કરી રહ્યા હતા તે સમયે સોમનાથનાં દરિયા કિનારા પરથી જરા નામના પારધી એ ક્રિષ્ણાના પગમાં ચમકતા ચન્દ્ર ને હરણ સમજી તીર છોડતા તે કૃષ્ણ ના પગ વીંધી ને કપાળ માં ભોંકાયું હતું.

જરા નામના પારધિ નો ત્રેતા યુગમાં રામે કર્યો હતો ઉલ્લેખ

કૃષ્ણને તીર ભોંકનાર જરા નામનો પારધીનો ઉલ્લેખ ત્રેતા યુગના રામા અવતારમાં જોવા મળે છે. ભગવાન શ્રીરામે વાલીને સુગ્રીવ સામેના યુદ્ધમાં છળથી માર્યા હતા જેને લઈને રામે વાલીને વચન આપ્યું હતું કે," કૃષ્ણા અવતારમાં તું પારધી બનીશ અને દ્વાપર યુગમાં તારૂં તીર મારા મૃત્યુ નું કારણ બનશે" ભગવાન શ્રીકૃષ્ણ જરા નામના પારધીના તીરનો ભોગ બન્યા બાદ સોમનાથ મહાદેવ મંદિર નજીક ત્રિવેણી ઘાટ જવાની ઈચ્છા વ્યક્ત કરી જેને મોટા ભાઈ બલરામેં પૂર્ણ કરતા કૃષ્ણને ત્રિવેણી ઘાટ લઇ જવામાં આવ્યા હતા.

જ્યા જીવન લીલા સંકેલી તે ગૌલોક ધામ આજે પણ આસ્થાનું કેન્દ્ર

જ્યા ભગવાન શ્રીકૃષ્ણ એ જગત પરની તેમની જીવન લીલા સમેટી લીધી હતી તે સ્થળ આજે ગોલોક ધામ તરીકે ઓળખાય છે. ભગવાન શ્રીકૃષ્ણ ને જે જગ્યા પર રખાયા હતા તે જગ્યા પર ભગવાન ની ચરણ પાદુકાનું પૂજન આજે પણ થઇ રહ્યું છે કૃષ્ણ નાં ગોલોક ધામ ગયા બાદ ભાઈ બલરામ પણ નાગ સ્વરૂપે થોડે દૂર પાતાળલોક ગયા હોવાની વાયકા આજે પણ અસ્તિત્વ ધરાવી રહી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.