જૂનાગઢ : હવામાન વિભાગ દ્વારા વાતાવરણની પ્રતિકૂળતા અને અનુકૂળતાને લઈને એલર્ટ(Color Code in Heat Alert) આપવામાં આવે છે. આ એલર્ટમાં લીલો, પીળો, નારંગી અને લાલ કલરનો ઉપયોગ થાય છે. જેને ગ્રીન યલો ઓરેંજ અને રેડ એલર્ટ તરીકે હવામાન વિભાગ શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ દરમિયાન (Alerts During the Season) આ પ્રકારના એલર્ટ જાહેર કરતું હોય છે. ત્યારે આ કલરનું મહત્વ અલગ અલગ રીતે આપવામાં આવ્યું છે.
કલરનું મહત્વ : ગ્રીન એલર્ટનો મતલબ સમગ્ર જીવસૃષ્ટિ માટે વાતાવરણ અનુકૂળ છે તેઓ કરવામાં આવે છે. યલો એલર્ટ શિયાળો, ઉનાળો કે ચોમાસા દરમિયાન આવનાર (Importance of Alerts for Environment) વાતાવરણના પરિવર્તનને લઈને સાવચેત રહેવા માટે આપવામાં આવે છે. ઓરેન્જ એલર્ટ વાતાવરણમાં સંભવિત મોટો વધારો કે ઘટાડો સૂચવવા માટે આપવામાં આવે છે. તો રેડ એલર્ટ વાતાવરણની પ્રતિકૂળતાનું સૂચક માનવામાં આવે છે. અને પ્રત્યેક વ્યક્તિએ ખૂબ જ સાવચેતી પૂર્વક વર્તન કરવું તેના માટે રેડ એલર્ટ આપવામાં આવે છે.
આ પણ વાંચો : Science Gurjari at Ahmedabad : બાળ વૈજ્ઞાનિકે બનાવ્યો અનોખો રોબોટ, કોરોના સંક્રમિત વ્યક્તિ અંગે કરે છે એલર્ટ
યલો ઓરેન્જ અને રેડ એલર્ટ ક્યારે આવે : કલર સાથેનો એલર્ટ (Alert with Color) હવામાન વિભાગ શિયાળો, ઉનાળો અને ચોમાસા દરમિયાન આપે છે. અતિ ઠંડી કે મધ્યમ સરનું વાતાવરણ ઉનાળા દરમિયાન ખૂબ ઓછી ગરમી કે અંગ દઝાડતી ગરમી તેમજ ચોમાસા દરમિયાન વરસાદના પ્રમાણે લઈને યલો ઓરેન્જ અને રેડ એલર્ટ આપતું હોય છે. ત્યારે ઉનાળા દરમિયાન 41 થી લઈને 43 ડિગ્રી સુધીના તાપમાનમાં વધારો કે ઘટાડાનાને લઈને યલો એલર્ટ આપવામાં આવે છે. આ એલર્ટ દરમિયાન પ્રત્યેક વ્યક્તિએ સાવધાની રાખવી તેવું સૂચવવામાં આવે છે. ગરમીનું પ્રમાણ 43થી લઈને 45 ડિગ્રી સુધી જોવા મળે ત્યારે હવામાન વિભાગ ઓરેન્જ એલર્ટ આપતું હોય છે.
આ પણ વાંચો : Navsari Weather Change : ગરમી સાથે વાદળછાયું વાતાવરણ, બફારો વધ્યો
ક્યારે નુકસાન કારક હોય એલર્ટ : આ એલર્ટ કોઈપણ પ્રકારની વિપરીત પરિસ્થિતિ ખાસ કરીને તાપમાનમાં વધારાને લઇને આવી શકે છે. જેને લઇને પ્રત્યેક લોકોએ સાવધાની રાખવી તેવું કરવામાં આવે છે. રેડ એલર્ટ ઉનાળા દરમિયાન તાપમાનનું પ્રમાણ 45 ડિગ્રીથી વધારે મહત્તમ સ્તર સુધી પહોંચી શકે છે. તેને ખૂબ નુકસાન કારક માનવામાં (Importance of Color in Alerts) આવે છે. ત્યારે હવામાન વિભાગ રેડ એલર્ટ આપીને લોકોને સંભવિત ખતરા સામે આગાહી કરે છે. અને લોકોએ સુરક્ષિત જગ્યા પર રહેવું તેવી ચેતવણી આપે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસા દરમિયાન ગ્રીન એલર્ટ પણ આપવામાં આવે છે. ગ્રિન એલર્ટ વાતાવરણની તમામ પ્રકારની અનુકૂળતાનું સૂચન કરે છે.