- જૂનાગઢમાં વોકલ ફોર લોકલ અભિયાનની શરૂઆત
- ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વદેશી ફટાકડાના સ્ટોલને ખુલ્લો મૂકાયો
- રાજ્યના પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ સ્ટોલને ખુલ્લો મૂક્યો
- સ્વદેશી વસ્તુઓના ઉપયોગ લઈને ભારત વિકાસ પરિષદ જૂનાગઢનું અનોખું ઉદાહરણ
જૂનાગઢ: જૂનાગઢમાં વોકલ ફોર લોકલ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ભારત વિકાસ પરિષદ દ્વારા જૂનાગઢમાં સ્વદેશી ફટાકડાના સ્ટોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રાજ્યના પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ આજે ગુરુવારે સ્વદેશી ફટાકડાના સ્ટોલને વિધિવત રીતે ખુલ્લો મૂક્યો હતો. વડાપ્રધાન મોદીના વોકલ ફોર લોકલ અભિયાનને ભારત વિકાસ પરિષદે આત્મસાત કર્યું છે. જે અંતર્ગત આ વર્ષે જૂનાગઢમાં સ્વદેશી ફટાકડાના સ્ટોલને ખુલ્લો મુકવામાં આવ્યો છે.
રાજ્યના કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ લોકોને પાઠવી શુભેચ્છાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વોકલ ફોર લોકલ અભિયાનની દેશવ્યાપી શરૂઆત કરવામાં આવી છે. PM મોદીએ દેશમાં નિર્મિત વસ્તુઓનો ઉપયોગ કરવાનો જનતાને આગ્રહ કર્યો છે. જેના અનુસંધાને જૂનાગઢમાં ભારત વિકાસ પરિષદ દ્વારા દેશમાં જ નિર્મિત ફટાકડાના પ્રથમ સ્ટોલની શરૂઆત કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન રાજ્યના પર્યટન પ્રધાન જવાહર ચાવડા અને ગિરનાર મંડળના ઈન્દ્રભારતી બાપુની હાજરીમાં કરવામાં આવ્યું હતું.