ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનોની શપથ વિધિ યોજાઇ. ગુજરાતની નવી કેબિનેટના પ્રધાનોના નામ જાહેર થઈ ગયા છે અને આ તમામ પ્રધાનોની શપથ વિધિ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે જાણો ગુજરાતના નવા રાજ્ય કક્ષાના પ્રધાન દેવાભાઈ માલમ વિશે. ઉલ્લેખનીય છે કે તેઓ 3 વખત જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે અને કોળી સમાજ પર સારી એવી પકડ ધરાવે છે.
ધારાસભ્યનું નામ: માલમ દેવાભાઇ
પિતાનું નામ: પુંજાભાઇ
જન્મ તારીખ: 12 Jan 1959જન્મ
સ્થળ: થલી
વૈવાહિક સ્થિતિ: પરિણીત
જીવનસાથીનું નામ: પુરીબહેન
સર્વોચ્ચ લાયકાત: Under Matric
કાયમી સરનામું: મુ. થલી, તા. માંગરોળ, જિ. જૂનાગઢ. પિન - 362220
મત વિસ્તાર: કેશોદ
અન્ય વ્યવસાય : ખેતી
પ્રવૃત્તિઓઃ પ્રમુખ - પ્રાથમિક કૃષિ સેવા સહકારી મંડળી
શોખ: પ્રવાસ અને સમાજ સેવા
રાજકીય કારકિર્દી:
જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે
ત્રણ વખત જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે
સિંચાઇ સમિતિના ચેરમેન રહી ચુક્યા છે
સામાજિક: કોળી સમાજમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ધાર્મિક પ્રસંગમાં ઉદાર હાથે ફાળો આપે છે
વધુ વાંચો: LIVE UPDATE : ભૂપેન્દ્ર સરકારની પહેલી કેબિનેટ બેઠક શરૂ
વધુ વાંચો: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના 25 પ્રધાનમંડળના સભ્યોની યોજાઇ શપથવિધિ