જૂનાગઢ આગામી પહેલી ઓક્ટોબરે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જૂનાગઢમાં જનસભા સંબોધવાન આવી રહ્યા છે. કેજરીવાલની જૂનાગઢ મુલાકાત પૂર્વ કોંગ્રેસના માતા પુત્રની કોર્પોરેટરની (Former Congress Corporator) જોડી આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે. ત્યારે સમગ્ર મામલામાં કોર્પોરેટર લલિત પરસાણાએ પોતે આમ આદમી પાર્ટીમાં જોડાયા નથી. જે ચર્ચાઓ ચાલી રહી છે તેને રદીયો આપ્યો હતો.
અરવિંદ કેજરીવાલ કોંગ્રેસમાં પાડશે ગાબડું આગામી 1લી તારીખે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જૂનાગઢમાં વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) પૂર્વે પ્રથમ વખત જનસભા કરવા માટે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલની જૂનાગઢમાં આ પ્રથમ સભા હશે. તેઓ ઇતિહાસમાં ક્યારેય ચૂંટણી પ્રચારને લઈને જૂનાગઢ આવ્યા નથી. કેજરીવાલની જૂનાગઢ મુલાકાત પૂર્વે રાજકારણ ગરમાયુ છે. જૂનાગઢ શહેરમાં એ ચર્ચા એ જોર પકડ્યું છે કે વોર્ડ નંબર 4 અને 6ના માતા પુત્રની કોંગ્રેસના કોર્પોરેટરની જોડી 1લી તારીખે આમ આદમી પાર્ટીમાં જોડાવા (Congress corporators are going to join the AAP) જઈ રહી છે. સમગ્ર મામલામાં કોર્પોરેટર લલિત પરસાણા એ જે અહેવાલો ચાલી રહ્યા છે. તેને રદીયો આપ્યો છે અને હાલ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા નથી. તેવુ નિવેદન ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
જૂનાગઢના રાજકારણમાં ગરમાવવાની છે શક્યતા આગામી 1લી તારીખે અરવિંદ કેજરીવાલ જૂનાગઢમાં ચૂંટણી જનસભા (Election Jansabha in Junagadh) કરવા માટે આવી રહ્યા છે તેની વિગત આપતા જિલ્લા પ્રમુખ (Junagadh District President) અતુલ શેખડા એ ઈટીવી ભારત સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં અરવિંદ કેજરીવાલના જૂનાગઢ કાર્યક્રમને લઈને વિગતો આપી છે. જૂનાગઢમાં અરવિંદ કેજરીવાલના આગમન સમયે ભાજપ કે કોંગ્રેસના કોઈ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાશે. તેને લઈને હાલ તેઓ કશું કહી રહ્યા નથી, પરંતુ તેમણે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે રાજકારણમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા લોકોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે.
કોંગ્રેસના કોર્પોરેટર ચોક્કસપણે સ્વાગત કરશે તે મુજબ કોઈ પણ રાજકીય પક્ષ પોતાના પક્ષમાં ઈમાનદાર અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા કાર્યકરોને સદાય આવકાર આપતા હોય છે, ત્યારે જો મંજુલાબહેન અને લલીત પરસાણા માતા અને પુત્રની કોર્પોરેટર જોડી કે જે કોંગ્રેસના કોર્પોરેટર છે. તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થવા માટે આવશે. પક્ષ તેમનું ચોક્કસપણે સ્વાગત પણ કરશે.