ETV Bharat / city

GSEB HSC Result 2022: ધોરણ 12ની વિદ્યાર્થિનીએ સાબિત કર્યું કે ઉજ્જવળ દેખાવ એ તમારા હાથમાં છે - Career in Agriculture Field

જૂનાગઢની(Government Girls High School Junagadh) જાનવી આજે સમગ્ર શહેરનું ગૌરવ બની છે. આજે(ગુરુવારે) વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ (GSEB HSC Result 2022)જાહેર થયું છે. જેમાં તે સારા પરીણામથી પાસ થઈને તેના પરિવાર અને સમગ્ર શહેર માટે એક ઉદાહરણ બની છે.

GSEB HSC Result 2022: ધોરણ 12ની વિદ્યાર્થિનીએ સાબિત કર્યું કે ઉજ્જવળ દેખાવ એ તમારા હાથમાં છે

author img

By

Published : May 12, 2022, 4:49 PM IST

જૂનાગઢ: આજે(ગુરુવારે) ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું(Gujarat Common Entrance Exam) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ(Gujarat Secondary and Higher Secondary Education) બોર્ડએ પરિણામ જાહેર કર્યું છે. જેમાં જૂનાગઢની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિની જાનવી પોપટે 99.07 પર્સન્ટાઈલ મેળવીને જુનાગઢની સાથે શહેરમાં આવેલી અને 100 વર્ષ કરતા પણ જૂની સરકારી હાઈસ્કૂલનું નામ(Government School Junagadh) પણ રોશન કર્યું છે. જાનવીનું કહેવું છે કે, ખાનગી (Private School Education) અને સરકારી શાળામાં તફાવત નથી, પરંતુ તમારી કારકિર્દીને યોગ્ય લઈ જવા માટે મહેનતમાં તફાવત પાડી શકો છે.

જૂનાગઢ શહેરની પોપટ જાનવીએ 99.7 પર્સનટાઈલ સાથે ઉજવણ દેખાવ કરીને જૂનાગઢ શહેરની સાથે શહેરમાં આવેલી અને 100 વર્ષ કરતાં પણ વધુ જૂની સરકારી ગર્લ્સ હાઇસ્કુલનું નામ રોશન કર્યું છે.

આ પણ વાંચો: ધોરણ 12 સાયન્સનું પરિણામ તો આવ્યું પણ મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા જોવી પડશે રાહ

સરકારી શિક્ષણ સારું નથી તેવી માન્યતાઓ આજે ખોટી ઠેરવી - આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં(GSEB HSC Result 2022) જૂનાગઢ શહેરની પોપટ જાનવીએ 99.7 પર્સનટાઈલ સાથે ઉજવણ દેખાવ કરીને જૂનાગઢ શહેરની સાથે શહેરમાં આવેલી અને 100 વર્ષ કરતાં પણ વધુ જૂની સરકારી ગર્લ્સ હાઇસ્કુલનું(Government Girls High School) નામ રોશન કર્યું છે. સામાન્ય પરિવારમાંથી આવતી જાનવી પોપટ સરકારી શાળામાં અભ્યાસ કરીને આટલો ઉજ્જવળ દેખાવ કરતાં શાળામાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ સરકારી શાળાનું શિક્ષણ સારું નહીં હોવાની લઘુતાગ્રંથિ સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓ ખાનગી શાળા તરફ આકર્ષિત થઇ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢની જાનવી પોપટે સરકારી શાળામાં અભ્યાસ કરીને ખુબ ઉજ્જવળ દેખાવ કરીને સરકારી શિક્ષણ સારું નથી તેવી તમામ માન્યતાઓને આજે ખોટી ઠેરવી છે.

આ પણ વાંચો: GSEB HSC Result 2022: ગુજકેટની પરીક્ષામાં સુરતની વિદ્યાર્થીનીએ રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો

પ્રી પ્રાઇમરીથી જાનવી સતત આવે છે અવ્વલ - જાનવી પોપટના ઉજ્જવળ દેખાવને લઈને તેના પિતા લલિત કુમાર પોપટે ETV Bharatને જણાવ્યું હતું કે, જાનવી પ્રી પ્રાઇમરીથી લઈને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સુધી પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થતી આવી છે. તેનું પ્રથમ ક્રમે આવવાની પરંપરા આજે પણ જોવા મળે છે. પરિવારમાં જાનવીના ઉજ્જવળ દેખાવથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વધુમાં જાનવીએ ETV Bharat સમક્ષ કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, આટલો ઉજ્જવળ દેખાવ કર્યા પછી તે આગળ અભ્યાસ માટે એગ્રીકલ્ચરને(Career in Agriculture Field) પ્રથમ પસંદગી આપશે. 12 વિજ્ઞાન પ્રવાહમાં ખૂબ સારો દેખાવ કર્યા પછી વિદ્યાર્થીઓ તબીબ કે ઈજનેર બનવા તરફ આંધળી દોટ મૂકતા હોય છે. જાનવીએ અભ્યાસ માટે કૃષિ ક્ષેત્રને પસંદ કરવાનો જે નિર્ણય કર્યો છે તે પણ ખૂબ આવકારદાયક છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.