ETV Bharat / city

Junagadh Year Ender 2021: જૂનાગઢ માટે 2021નું વર્ષ કભી ખુશી કભી ગમના માહોલ સમાન રહ્યું - ગિરનાર રોપ-વે

2021નું વર્ષ જૂનાગઢ (Junagadh Year Ender 2021) શહેર અને જિલ્લા માટે કભી ખુશી કભી ગમનો માહોલ સમાન રહ્યું હતું. આ વર્ષ દરમિયાન એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપ-વે રાષ્ટ્રને સમર્પિત થયો તો બીજી તરફ વડાપ્રધાન મોદીએ કિસાન સૂર્યોદય યોજના રાષ્ટ્રને સમર્પિત કરી તેનો શુભારંભ જુનાગઢથી થયો હતો. તો કેટલાક કિસ્સામાં જંગલના રાજા સિંહ માર્ગ અને ટ્રેન અકસ્માત (Junagadh lion king accident)માં મોતને ભેટયા હતા. તો આ વર્ષે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં સૌથી વધુ 29 જેટલા સિંહબાળનો જન્મ થઈ ચૂક્યો છે. તો ફેશનની દુનિયામાં જૂનાગઢની પાયલ શાહે અમેરિકામાં મિસિસ ઈન્ડિયા મીશીગન (Ms India Michigan) સ્પર્ધા જીતીને જૂનાગઢને આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચાડવા મહત્વનો ફાળો આપ્યો હતો..

Junagadh Year Ender 2021: જૂનાગઢ માટે 2021નું વર્ષ કભી ખુશી કભી ગમના માહોલ સમાન રહ્યું

author img

By

Published : Dec 28, 2021, 11:01 AM IST

1 એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે ઉડન ખટોલા

24 ઓક્ટોબર 2021ના દિવસે જુનાગઢે સમગ્ર વિશ્વમાં ગૌરવ લઈ શકાય તેવી સિદ્ધિ હાંસલ કરી હતી. વડાપ્રધાન મોદી ૨૪ ઓકટોબરના દિવસે ગિરનાર ઉડન ખટોલાને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. ગીરનાર રોપવેને સમગ્ર એશિયામાં સૌથી લાંબો રોપવે માનવામાં આવે છે. જેનું ગર્વ જૂનાગઢ જીલ્લો સમગ્ર એશિયામાં લઈ રહ્યો છે.

2 વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી કિસાન સૂર્યોદય યોજના

24 ઓક્ટોબર 2021ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપીને કિસાન સૂર્યોદય રાષ્ટ્રીય યોજનાનો શુભારંભ કર્યો હતો આ યોજના પણ સમગ્ર રાષ્ટ્રમાં જુનાગઢથી સમર્પિત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતી માટેની વિજળી રાત્રીની જગ્યા પર દિવસે પૂરી પાડવાની યોજના હતી.

3 માર્ગ અને ટ્રેન અકસ્માતમાં ત્રણ સિંહોના મોત

2021નુ વર્ષ સિંહો માટે ગોજારુ સાબિત થયું હતું. ગીર પૂર્વ અને પશ્ચિમમાં મળીને કુલ ત્રણ જેટલા સિંહોના માર્ગ અને રેલવે અકસ્માતમાં મોત થયા હતા. જેને કારણે સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળતો હતો. પાછલા કેટલાક વર્ષની સરખામણીએ આ વર્ષ સિંહોના અકસ્માતે મોતના બનાવો વધુ જોવા મળ્યા હતા.

4 સિંહના બ્રિડિંગ સેન્ટરમાં 29 સિંહબાળના જન્મ

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવેલું સિંહોના બ્રિડિંગ સેન્ટરમાં ઇતિહાસમાં પ્રથમ વખત ૨૯ જેટલા સિંહબાળનો જન્મ થયો છે. પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે થયેલા સિંહબાળનો જન્મ અત્યાર સુધીના સૌથી સર્વોચ્ચ માનવામાં આવે છે. બ્રિડિંગ સેન્ટર થકી સિંહોની સંતતિને સુરક્ષિત રાખવાની દિશામાં પણ વિભાગને સફળતાપૂર્વક બ્રિડિંગ કરાવવામાં સફળતા મળી છે.

5 કોરોના સંક્રમણને કારણે લીલી પરિક્રમા પ્રતિકાત્મક

કોરોના સંક્રમણને કારણે સતત બીજા વર્ષે ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા પ્રતિકાત્મક રૂપે યોજાઇ હતી. ગત વર્ષે પણ કોરોના સંક્રમણને કારણે માત્ર ૪૦૦ લોકોને જ પ્રતિકાત્મક પરિક્રમા કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. તે મુજબ આ વર્ષે પણ પ્રતિકાત્મક પરિક્રમાનું આયોજન કરાયું હતું. જેમાં પણ કોરોના સંક્રમણની તમામ ગાઈડલાઇન્સને ધ્યાને રાખીને 400 લોકોની મર્યાદામાં પરિક્રમા પ્રતિકાત્મક રૂપે યોજવામાં આવી હતી.

6 પાછલા 25 મહિનાથી એગ્રીકલ્ચર યુનિવર્સીટી કુલપતિ વિહોણી

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી પાછલા બે વર્ષ કરતા વધુ સમયથી પૂર્ણ સમયના કુલપતિ મળી રહ્યા નથી. જેને લઇને મહત્ત્વની ગણાતી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિનો ચાર્જ પાછલા 25 મહિનાથી કાર્યકારી કુલપતિને સોંપવામાં આવે છે. પાછલા 25 મહિના દરમિયાન બે જેટલા કાર્યકારી કુલપતિ વય નિવૃત થયા છે. તેમ છતાં કૃષિ વિભાગને મહત્વની યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂક કરવાને લઈને કોઈ અનુકૂળતા ઉભી થતી નથી.

7 40 સિંહોની જોડી દેશ અને દુનિયાના પ્રાણીસંગ્રહાલયમાં કરે છે ડણક

ભારત સહિત વિશ્વના પ્રાણી સંગ્રહાલયમાં સિંહ જોડીની જે ડણક આજે સાંભળવા મળે છે, તેનો શ્રેય જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને જાય છે. પાછલા એક વર્ષ દરમિયાન સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 40 જેટલા સિંહોની જોડીને દેશ અને દુનિયાના પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીના આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવી છે.

8 સિંહના મૃતદેહ પરથી નખની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ.

તોકતે વાવાઝોડા બાદ આવેલા અતિ ભારે વરસાદ અને વિસાવદર પંથકમાં નદીઓમાં આવેલા ઘોડાપૂરને કારણે સિંહનો મૃતદેહ નદી કાંઠા વિસ્તારમાં તણાઈ આવ્યો હતો. આ મૃતદેહ પરથી કીમતી અને અમૂલ્ય માની શકાય તેવા નવ જેટલા નખ ગુમ હતા. વન વિભાગે આઠ મહિનાની તપાસને અંતે વિસાવદર નજીકના ત્રણ ઇસમોને સિંહના નખની ચોરી કરવાના ગુનામાં પકડી પાડયા હતા.

9 જૂનાગઢની પાયલ શાહ બની મિસિસ મિશિગન

મૂળ જૂનાગઢની અને વર્ષોથી અમેરિકાના મિશિગન રાજ્યમાં સ્થાઈ થયેલી ડો.પાયલ શાહે અમેરિકામાં યોજાયેલી મિસિસ ઈન્ડિયા મિશીગન સ્પર્ધા જીતીને સાત સમંદર પાર જૂનાગઢ શહેરનો ડંકો મિશિગન રાજ્યમાં વગાડ્યો હતો.

10 મૂળ જૂનાગઢના પરિવારની બે યુવતીઓ જોડાઇ ઇઝરાયલ આર્મીમા

માણાવદર તાલુકાના કોઠડી ગામના મહેર પરિવારની બે દીકરીઓએ ઇઝરાયેલ આર્મીમા તાલીમ પૂર્ણ કરીને ત્યાની સેનામાં જોડાઈ છે. આ બંને દીકરીઓ ઈઝરાઈલ સેનામાં જોડાનાર જૂનાગઢની પ્રથમ બિનનિવાસી મહિલાઓ બની છે. જેના પર આજે જૂનાગઢ શહેર અને જિલ્લો ગર્વ લઈ રહ્યો છે.

11 દોઢ કરોડની ઓનલાઇન છેતરપિંડીમાં નાઇજીરીયાનો એક શખ્સ ઝડપાયો

પાછલા કેટલાક સમયથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઓનલાઇન છેતરપિંડીના અનેક બનાવો બનવા પામ્યા છે, ત્યારે જૂનાગઢ સાયબર સેલ શાખાએ એક નાઇજીરિયન વ્યક્તિની ધરપકડ કરી હતી. જેમાં એક વ્યક્તિને અંદાજે દોઢ કરોડ કરતાં વધુની ઓનલાઇન છેતરપિંડી કરીને જૂનાગઢની વ્યક્તિને ચૂનો લગાવ્યો હતો. આ નાઇજીરિયન વ્યક્તિને પકડી પાડવામાં જુનાગઢ સાયબર સેલ શાખાને સફળતા મળી હતી.

આ પણ વાંચો: Bjp Year Ender 2021: ભાજપના વર્ષભરના મહત્વના સમાચારો

આ પણ વાંચો: Year Ender 2021: વર્ષ દરમિયાન ગાંધીનગરમાં યોજાયેલા આંદોલનો અને કાર્યક્રમો, જાણો એક ક્લિક પર...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.