ETV Bharat / city

જૂનાગઢમાં યોજાશે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા - ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા

કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવેલી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા (Girnar Ascent and Descent Competition) હવે આગામી 20 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવશે. જેમાં સમગ્ર દેશમાંથી 449 જેટલા મહિલા અને પુરુષ ખેલાડીઓ સિનિયર અને જુનિયર વિભાગમાં ભાગ લેશે.

Girnar Ascent and Descent Competition
Girnar Ascent and Descent Competition
author img

By

Published : Feb 8, 2022, 7:54 AM IST

જૂનાગઢ: આગામી રવિવાર અને 20 તારીખે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા (Girnar Arohan Competition 20 Feb) યોજવામાં આવશે. કોરોના સંક્રમણને કારણે આ સ્પર્ધાને સ્થગિત રાખવામાં આવી હતી, જે આગામી 20 તારીખ અને રવિવારના દિવસે આયોજિત થવા જઈ રહી છે. જેમાં સમગ્ર દેશમાંથી 449 જેટલા મહિલા અને પુરુષ ખેલાડીઓ સિનિયર અને જુનિયર વિભાગમાં ભાગ લેશે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ રવિવારે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન થતું હોય છે. જે કોરોના સંક્રમણને કારણે આ વર્ષે સ્થગિત રખાયું હતું. જે આગામી 20મી તારીખે ફરી આયોજન કરાયુ છે.

જૂનાગઢમાં યોજાશે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા

આ પણ વાંચો: ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા પાછળ રાજ્ય સરકારે 26.58 લાખનો ખર્ચ કર્યો

આગામી રવિવારે 449 સ્પર્ધકો ગિરનારને આંબવા મુકશે દોડ

આગામી રવિવાર (Girnar climbing Competition) અને 20 તારીખે સમગ્ર દેશમાંથી આવેલા 449 જેટલા સિનીયર ભાઈઓ અને બહેનો તેમજ જુનીયર બહેન અને ભાઈઓ સ્પર્ધકો ગિરનારને આંબવા માટે દોડ મૂકશે. જે પૈકી સિનિયર ભાઈઓમાં 195 સિનિયર બહેનો 95 અને જુનિયર ભાઈઓમાં 89 અને જુનિયર બહેનોમાં 70 મળીને કુલ 449 સ્પર્ધકો સમગ્ર દેશમાંથી ભાગ લઇ રહ્યા છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે યોગ્ય થયેલા સ્પર્ધકોએ જૂનાગઢ ખાતે આગામી 18મી તારીખે રિપોર્ટિંગ કરવાનું રહેશે. જે બાદ તમામ સ્પર્ધકોનું 18 અને 19મી તારીખે તબીબી ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ સમયે પસંદગી પામેલા મહિલા અને પુરુષ ખેલાડીઓને 20મી તારીખને રવિવારના દિવસે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો: Girnar Ascent and Descent Competition: આરોહણ સ્પર્ધાની તૈયારીને આખરી ઓપ આપતા રાજ્યભરના સ્પર્ધકો

સ્પર્ધાના આયોજન અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી વિશાલ દિહોરા

સ્પર્ધાને સ્થગિત રાખવી અને ફરીથી તેનો આયોજન કરવાને લઈને જૂનાગઢ જિલ્લાના યુવા વિકાસ અધિકારી વિશાલ દિહોરાએ Etv Bharat સમક્ષ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જે દિશાનિર્દેશો પ્રાપ્ત થયા છે તે મુજબ આગામી 20 તારીખ અને રવિવારના દિવસે સ્પર્ધાનું આયોજન થનારું છે. જેમાં કોરોના સંક્રમણના તમામ નીતિનિયમોને ધ્યાને રાખીને આ સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં વર્ષ 2022ના રાષ્ટ્રીય કક્ષાના ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાના સિનિયર અને જુનિયર ભાઈઓ અને બહેનોના વિજેતાઓને જાહેર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.