જૂનાગઢઃ શહેરમાં મંગળવારે વરસાદે વિદાય લીધી હોય તે પ્રકારનું વાતાવરણ સર્જાયું હતું, જૂનાગઢ શહેરમાં વરસાદનુ એક હળવ ઝાપટા બાદ ક્રમશઃ વાતાવરણ સ્પષ્ટ અને ચોખ્ખું થતું જોવા મળ્યું હતું. બપોર બાદ શહેરનું વાતાવરણ બિલકુલ સ્પષ્ટ થતું જોવા મળ્યું હતું અને ત્યારબાદ વરસાદે પણ વિરામ લીધો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો હતો.
જો કે, મંગળવારના રોજ વરસાદના એક હળવા ઝાપટા બાદ જૂનાગઢ શહેરમાંથી વરસાદે વિદાય લીધી હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી વાદળોથી ઘેરાયેલું જૂનાગઢ શહેર અને તેની આસપાસનુ આકાશ મંગળવારના રોજ બિલકુલ સ્પષ્ટ બનતું જોવા મળ્યું છે. બપોર બાદ વરસાદી વાદળોએ ધીરે-ધીરે વિદાય લીધી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળતા હતા, ત્યારે એવું કહી શકીએ કે જૂનાગઢમાંથી વરસાદે હાલ પૂરતી વિદાય લીધી છે.