જૂનાગઢ માત્ર એક આઈડિયા કઈ રીતે તમારું જીવન સરળ કરી શકે છે. તેનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે જૂનાગઢના શાકભાજીના વેપારીએ. અહીં કિશન સોલંકી (junagadh vegetable merchant) નામનો યુવાન છૂટક ફેરી મારફતે શહેરમાં શાકભાજીનું વેચાણ કરીને પોતાનું (new style scooter) ગુજરાન ચલાવી રહ્યો છે. કિશને પોતાની બુદ્ધિ લગાવીને પગ વડે ચાલતી સાયકલમાં ભંગારમાં ગયેલા સ્કૂટરનું એન્જિન (scooter engine latest news) લગાવીને અનોખી રીતે એન્જિન થી ચાલતી સાયકલ બનાવી (unique cycle) છે. આ વેપારીએ વેસ્ટમાંથી બેસ્ટ કરી બતાવ્યું છે.
યુવાનો દેશી તોડ લગાવી સાયકલમાં લગાવ્યું સ્કૂટરનું એન્જિન વેપારી કિશન સોલંકી (junagadh vegetable merchant) દેશી તોડ અને આવડતના કારણે આજે ચર્ચામાં આવ્યો છે. છૂટક શાકભાજીનું વેચાણ કરતા કિશન સોલંકીએ પગ વડે ચાલતી સાયકલમાં સ્કૂટરનું (scooter engine latest news) એન્જિન લગાવીને અનોખી રીતે સાયકલનું નિર્માણ કર્યું છે, જેના વડે તે સમગ્ર જુનાગઢ શહેરમાં ફરીને શાકભાજીનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પ્રથમ નજરે સાયકલ જોતા જ સામાન્ય સાયકલ જેવી લાગે પરંતુ તે ભંગારમાં ગયેલા સ્કૂટરના (new style scooter) એન્જિન વડે ચાલી રહી છે.
ગરમીના દિવસોમાં પગથી સાયકલ શારીરિક શ્રમ આપતી હતી કિશન સોલંકીએ (junagadh vegetable merchant) સાઈકલમાં સ્કૂટરનું એન્જિન (scooter engine latest news) લગાવવાનો વિચાર ઉનાળાની આકરી ગરમી અને તડકાને ધ્યાને લઈને કર્યો હતો. ઉનાળાના દિવસોમાં આકરો તાપ અને ગરમીના કારણે પગથી ચલાવાતી સાયકલ ખૂબ મુશ્કેલી ઊભી કરતી હતી. આના કારણે શારીરિક થાક પણ લાગતો હતો. વધુમાં ગરમીના દિવસોમાં પગથી ચાલતી સાયકલ મારફતે શાકભાજીનું વેચાણ કરવા માટે ખૂબ જ ઓછા વિસ્તારમાં પહોંચી શકાતું હતું.
આખરે મળી સફળતા આથી તેની આવકમાં ઘટાડો અને શારીરિક શ્રમોમાં વધારો થતો હતો. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં કિશન સોલંકી (junagadh vegetable merchant) પગેથી ચાલતી સાયકલમાં સ્કૂટરનું એન્જિન (scooter engine latest news) બેસાડવાનો વિચાર કર્યો અને આજે સફળતાપૂર્વક સ્કૂટરના (new style scooter) એન્જિનથી ચાલતી સાયકલ જૂનાગઢ શહેરમાં ફરતી જોવા મળે છે.
30,000 રૂપિયાના ખર્ચે થઈ એન્જિનવાળી સાયકલ તૈયાર કિશન સોલંકી નામનો યુવાન શાકભાજીનું વેચાણ (junagadh vegetable merchant) કરતો યુવાન કોઈ સામાજિક કામ પ્રસંગે અમદાવાદ ગયો હતો ત્યાંથી તેમણે પગે ચાલતી સાયકલ રિક્ષાની ખરીદી કરી અને જૂનાગઢ પહોંચ્યો ત્યારબાદ થોડો સમય આ સાયકલ પગેથી ચલાવીને શાકભાજીનું વેચાણ કર્યું, પરંતુ શાકભાજીનું વજન અને જૂનાગઢના ચઢાણ અને ઉતારવાળા માર્ગોને લઈને તેને ખૂબ શારીરિક શ્રમ થતો હતો.
આવડત રંગ લાવી તેના કારણે તેમણે ભંગારમાંથી સ્કૂટરની ખરીદી કરી અને પોતાની આવડત અને મહેનતથી સ્કૂટરનું એન્જિન (scooter engine latest news) પગેથી ચાલતી સાયકલ રિક્ષામાં પાછળના ભાગે લગાવી દીધું, જે આજે જૂનાગઢ શહેરમાં એન્જિનથી ચાલતી સાયકલ રિક્ષા તરીકે ઓળખાઈ રહ્યું છે.