ETV Bharat / city

રાત્રિના સમયે જૂનાગઢ વંથલી હાઇવે પર ચાલુુ કારે બે યુવકોએ આચર્યું જાતીય દુષ્કર્મ - જૂનાગઢમાં દુષ્કર્મની ફરિયાદ

જૂનાગઢમાં ગઈકાલે રાત્રિના સમયે ચાલુ કારમાં જૂનાગઢ વંથલી હાઇવે પર બે યુવાનોએ એક યુવતી જોડે દુષ્કર્મ આચર્યું હતું. આ યુવતીને ચાલુ કારમાં કેફી પીણું પીવડાવીને જાતીય દુષ્કર્મ કર્યું હોવાની ભોગબનાર યુવતી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે હજુ પોલીસ દ્વારા વધુ તાપસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સરકારી હોસ્પિટલમાં યુવકોની સાથે યુવતીને તબીબી પરીક્ષણ માટે મોકલી દીધા છે. Junagadh Rape Case, Girl raped running in Car Junagadh, Junagadh Vanthali Highway, Two Boys Raped a Girl in Running Car

રાત્રિના સમયે જૂનાગઢ વંથલી હાઇવે પર ચાલુુ કારે બે યુવકોએ આચર્યું જાતીય દુષ્કર્મ

author img

By

Published : Sep 3, 2022, 10:59 PM IST

Updated : Sep 4, 2022, 10:05 AM IST

જૂનાગઢ શહેરના વંથલી હાઇવે પર યુવતી પર ચાલુ કારમાં કેફી પીણું પીવડાવીને જાતીય દુષ્કર્મની (Junagadh Rape Case) ઘટના (Incident of sexual assault by giving alcohol) સામે આવી છે. ચાલુ કારમાં યુવતીને કેફી પીણું પીવડાવીને જાતીય દુષ્કર્મમાં (Girl raped running in Car Junagadh) આચર્યાની પોલીસ ફરિયાદને પગલે બે યુવાનોની જૂનાગઢના સી ડિવિઝન પોલીસે ધરપકડ (Two Rape Accused arrested Junagadh police) કરી છે. બન્ને આરોપી યુવાનની સાથે યુવતીની તબીબી તપાસ માટે લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાત્રિના સમયે જૂનાગઢ વંથલી હાઇવે પર ચાલુુ કારે બે યુવકોએ આચર્યું જાતીય દુષ્કર્મ

આરોપીની પોલીસે કરી ધરપકડ યુવતીની ફરિયાદને પગલે જૂનાગઢ સી ડિવિઝન પોલીસે (Junagadh C Division Police) દુષ્કર્મ આચરનાર હિતેન્દ્ર જોશી અને હિમાંશુ ભોગાયતાની ધરપકડ (Two Boys Raped a Girl in Running Car) કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે રાત્રિના સમયે ચાલુ કારમાં જૂનાગઢ વંથલી હાઇવે ( Junagadh Vanthali Highway) પર દુષ્કર્મને અંજામ આપ્યો હોવાની યુવતીની પોલીસ ફરિયાદના આધારે પોલીસે બન્ને યુવકોની ધરપકડ કરી છે. પોલીસે બન્ને પકડાયેલા યુવકોની સાથે યુવતીને તબીબી પરીક્ષણ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા છે. સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ થાય તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

ઉછીના પૈસા બાબતે યુવતી ભોગ બની ઉછીના પૈસા બાબતે યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. થોડા સમય પૂર્વે દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીએ આરોપી હિતેન્દ્ર જોશી પાસેથી કેટલાક રૂપિયા ઉછીના લીધા હતા. ત્યારબાદ પૈસાની ઉઘરાણી કરવા માટે હિતેન્દ્ર જોશી અને તેનો મિત્ર હિમાંશુ ભોગાયતા બન્ને યુવતીના ઘરે પહોંચી ગયા હતા. ત્યાં પૈસાની લેતી દેતીના મામલે હોબાળો થતા યુવતી બન્ને યુવાનોને સમગ્ર મામલામાં પૈસા આપી દેવાની વાત કરી હતી.

પોલીસની કાર્યવાહી હજુ ચાલુ છે આ બન્ને યુવાનોએ યુવતીને કારમાં લઈ જઈ તેને બળજબરીપૂર્વક કેફી પીણું પીવડાવી પહેલા હિતેન્દ્ર જોશી અને બાદમાં હિમાંશુ ભોગાયતાએ વારાફરતી દુષ્કર્મ આચાર્યાની ફરિયાદ યુવતીએ નોંધાવી હતી. જૂનાગઢ શહેરમાં દુષ્કર્મની ફરિયાદને (Rape complaint in Junagadh) લઈને કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ સમગ્ર મામલામાં પોલીસની કાર્યવાહી હજુ શરૂ છે. આગામી દિવસોમાં દુષ્કર્મની ફરિયાદ બાદ વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે.

Last Updated : Sep 4, 2022, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.