ETV Bharat / city

વ્યાપારિક સંકુલોને બંધ કરવાના સરકારના નિર્ણયને જૂનાગઢના વેપારીઓએ આપ્યું સમર્થન - closure support

રાજ્ય સરકારે નાના-મોટા શહેરમાં 28 એપ્રિલથી 5 મે આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ કરતી સંસ્થાઓ સિવાય અન્ય વેપાર-ધંધા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેને જૂનાગઢના વેપારીઓએ સમર્થન આપ્યું છે. જે પ્રકારે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે આ પરિસ્થિતિમાં હવે લોકો વધુ કોરોના સંક્રમિત ન બને તે માટે વેપારીઓ પણ સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે અને તેમના વેપાર-ધંધા બંધ રાખીને સરકારના આદેશનું પાલન કરી રહ્યાં છે.

વ્યાપારિક સંકુલોને બંધ કરવાના સરકારના નિર્ણયને જૂનાગઢના વેપારીઓએ આપ્યું સમર્થન

author img

By

Published : Apr 28, 2021, 7:44 PM IST

  • આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ કરતી સંસ્થાઓ સિવાય અન્ય વેપાર-ધંધા બંધ રાખવાનો કરાયો છે નિર્ણય
  • આગામી 5 મે સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે કર્યો છે નિર્ણય
  • સવારથી જ વેપારીઓ બંધમાં જોડાઈને સરકારના એલાનને બનાવી રહ્યા છે સફળ

જૂનાગઢઃ રાજ્ય સરકારે કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે એક નવો નિર્ણય કર્યો છે. જેમાં આજે 28 એપ્રિલથી 5 મે સુધી રાજ્યના કેટલાક શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો અને વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે જૂનાગઢમાં પણ આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેને જૂનાગઢના વેપારીઓએ સમર્થન આપ્યું છે. આજે બુધવારથી જૂનાગઢ શહેરની હાર્દ સમી માંગનાથ બજાર, એમ.જી.રોડ, ઝાંઝરડા રોડ સહિતની જગ્યાઓ પર તમામ દુકાનો અને મોલ બંધ જોવા મળ્યા હતા.

વ્યાપારિક સંકુલોને બંધ કરવાના સરકારના નિર્ણયને જૂનાગઢના વેપારીઓએ આપ્યું સમર્થન

આ પણ વાંચો- IMPACT: જૂનાગઢ જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં રેપિડ એન્ટિજન કીટની અછતને ધારાસભ્યનું સમર્થન, સંખ્યા વધારવા માગ

5 તારીખ બાદ પણ જરૂર પડે તો વેપારીઓ ધંધા-રોજગાર બંધ રાખવા માટે કટિબદ્ધ

જૂનાગઢના વેપારીઓએ 5 મે બાદ પણ જો કોરોનાનું સંક્રમણ સતત વધતું રહેશે તો પણ ધંધા-રોજગાર વધુ કેટલાક દિવસ સુધી બંધ રાખવા માટે પણ પોતાની કટિબદ્ધતા દર્શાવી છે. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે, તો બીજી તરફ રમઝાનનો પવિત્ર માસ પણ ચાલી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં બજારમાં ખરીદીનો ખૂબ માહોલ જોવા મળતો હોય છે. મોટા ભાગના વેપારીઓ વર્ષભરની કમાણી આ બે મહિના દરમિયાન કરતા હોય છે, પરંતુ સતત વધી રહેલું કોરોનાનું સંક્રમણ હવે ભયજનક બનતા વેપારીઓ પણ પોતાના અને ગ્રાહકોના આરોગ્યને પ્રાધાન્ય આપી રહ્યા છે અને કમાણીના મહિના સમાન આ મહિનાઓમાં ધંધા-રોજગાર બંધ રાખવા માટે સરકાર સાથે સહમત થતાં પણ જોવા મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.