ETV Bharat / city

સામાન્ય પરિવારમાંથી આવતા બાળકોએ સારું પરિણામ મેળવતાં જ તો શાળાએ કરી નવી જાહેરાત - જૂનાગઢ સરસ્વતી સ્કૂલ ફી માફી

જૂનાગઢમાં સામાન્ય પરિવારમાંથી આવતાં વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સારું પરિણામ (Junagadh Standard 12 Commerce Result) મેળવ્યું છે. આ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ (Junagadh Students got good result) મેળવ્યો છે. તો હવે ભવિષ્યમાં તેઓ શું બનવા માગે છે.

સામાન્ય પરિવારમાંથી આવતા બાળકોએ સારું પરિણામ મેળવતાં જ તો શાળાએ કરી નવી જાહેરાત

author img

By

Published : Jun 4, 2022, 11:47 AM IST

જૂનાગઢઃ આજે (શનિવારે) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની (Gujarat Board of Secondary and Higher Secondary Education) સામાન્ય પ્રવાહની લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ત્યારે જૂનાગઢ શહેરમાં સામાન્ય પરિવારમાંથી આવતા 4 જેટલા વિદ્યાર્થીઓએ ઉજ્જવળ દેખાવ કરી પોતાના પરિવારનું નામ (Junagadh Students got good result) રોશન કર્યું છે.

એ વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની મહત્વાકાંક્ષા

એ વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની મહત્વાકાંક્ષા - આ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે. તો હવે એ વન ગ્રેડ મેળવનારી વિદ્યાર્થિનીએ ભવિષ્યમાં સનદી અધિકારી બનવાની મહેચ્છા વ્યક્ત કરી છે. સાથે સાથે કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે સરસ્વતી સ્કૂલે (Junagadh Saraswati School Fee Waiver) ધોરણ 11 અને 12માં પ્રવેશ મેળવતી તમામ દિકરીઓને ફીમાં 8,000 રૂપિયાની માફીની જાહેરાત કરી છે.

વિદ્યાર્થીઓ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે

આ પણ વાંચો- રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા આવ્યું, ડાંગ જિલ્લાએ મારી બાજી

વિદ્યાર્થીઓ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે - જૂનાગઢમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે. તેમાંથી એક વિદ્યાર્થિનીના પિતા રિક્ષા ચલાવે છે. તો બીજા વિદ્યાર્થીના પિતા સોની કામ કરે છે. જ્યારે ત્રીજા વિદ્યાર્થીના પિતા બૂટ ચંપલની દુકાનમાં ફુટવેરનું વેચાણ કરે છે. તો ચોથા વિદ્યાર્થીના પિતા વાહનવ્યવહારની ઓફિસમાં વહીવટી કર્મચારી તરીકે કામ કરી રહ્યા છે. આ ચારેય સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ આજે સામાન્ય પ્રવાહમાં ઉજ્જવળ દેખાવ કરીને જૂનાગઢ શહેર ને વધુ એક વખત બહુમાન અપાવ્યું છે

આ પણ વાંચો- સોશિયલ મીડિયાના માધ્યમથી કઈ રીતે દિવ્યાંગ ચિત્રકાર બન્યાં આત્મનિર્ભર, જૂઓ

ઉજવળ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને બનવું છે સનદી અધિકારી - ઉજ્જવળ દેખાવ કરનારી જૂનાગઢની શાહિન ખોખરને વહીવટી સેવામાં ઉજ્જવળ દેખાવ કરીને સનદી અધિકારી બનવું છે. સાથે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ પણ કે, જેણે આજે એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેમણે પણ કારકિર્દીમાં વધુ આગળ વધીને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરીને માતાપિતા શાળા અને સમાજનું નામ રોશન થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવાનો આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.