ETV Bharat / city

પ્રાણીની અદલા બદલીના કાર્યક્રમમાં જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને પણ મળવા જોઈએ વિદેશી પ્રાણીઓ - પ્રાણીઓની અદલા બદલી

દેશ અને દુનિયાના પ્રાણી સંગ્રહાલયો ને જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય માંથી અત્યાર સુધીમાં 220 કરતાં વધુ એશિયાઈ સિંહોની ભેટ આપવામાં આવી છે તેના બદલામાં વિશ્વના અને દેશના પ્રાણી સંગ્રહાલય પણ કેટલાંક પ્રાણીઓ જુનાગઢ પ્રાણી સંગ્રહાલય ને મોકલતા હોય છે પરંતુ અન્ય પ્રાણી સંગ્રહાલયો માંથી મોકલવામાં આવેલા પ્રાણીઓ જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવવાને બદલે રાજ્યના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં લઈ જવામાં આવે છે જેને લઇને જૂનાગઢવાસીઓ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે

zoo
પ્રાણીની અદલા બદલીના કાર્યક્રમમાં જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને પણ મળવા જોઈએ વિદેશી પ્રાણીઓ
author img

By

Published : Aug 2, 2021, 3:45 PM IST

  • સમગ્ર વિશ્વને પ્રાણીઓની ભેટ આપતું જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે ભેદભાવનો શિકાર
  • અહીંથી સિંહોને દેશ અને દુનિયાના પ્રાણી સંગ્રહાલયોમાં મોકલવામાં આવે છે
  • સરકાર અને વન વિભાગની બેવડી નીતિના વિરોધમાં જૂનાગઢ વાસીઓમાં રોષ

જૂનાગઢ: એશિયામાં એક માત્ર જોવા મળતા સિંહનું અંતિમ આશ્રય સ્થાન ગીરનું જંગલ બની રહ્યું છે. જૂનાગઢમાં આવેલું અંદાજિત 120 વર્ષ કરતાં વધુ જૂનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય માંથી અત્યાર સુધીમાં દેશ અને દુનિયાના અનેક પ્રાણી સંગ્રહાલયને એશિયાની શાન સમા સિંહઓની અદલાબદલી ના કાર્યક્રમ હેઠળ મોકલવામાં આવ્યા છે અને રાજ્ય તેમજ વિદેશમાંથી ત્યાંના પ્રસિદ્ધ વન્યપ્રાણીઓ અદલાબદલી કાર્યક્રમ નીચે આપવામાં આવતા હોય છે પરંતુ રાજ્ય સરકાર અને વન વિભાગની બેવડી નીતિને કારણે જૂનાગઢનુ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આવા પ્રાણીઓને મેળવવા માટે મુશ્કેલી અનુભવી રહ્યું છે.

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાનું નિવેદન - મને RSSમાં જોડાવાનો અફસોસ થાય છે

સ્થાનિકમાં રોષ

તાજેતરમાં જ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં થી 40 જેટલા સિંહો દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં મોકલવામાં આવી રહ્યા છે જેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની સૂચનાથી કરી લીધો છે સિંહના બદલામાં અન્ય પ્રાણીઓની અદલા બદલીના નિયમ મુજબ જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ને પણ કેટલાંક પ્રાણીઓ મળવા જઈ રહ્યા છે જે પૈકી જિરાફ ગેડો હિપોપોટેમસ સહિત કેટલાક પક્ષીઓ અને પશુઓ પણ મળવા જઈ રહ્યા છે પરંતુ આ તમામ પશુ પક્ષી અને પ્રાણીઓ જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવાની જગ્યા પર રાજ્યના અન્ય પ્રાણી સંગ્રહાલયમાં મોકલવાનો નિર્ણય વનવિભાગ અને રાજ્ય સરકારે કર્યો છે જેની સામે હવે જૂનાગઢ વાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને જણાવી રહ્યા છે કે સિંહોના અદલા બદલીમાં જે પ્રાણીઓ જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને પ્રાપ્ત થઈ રહ્યા છે આ તમામ પ્રાણીઓ સકરબાગ પ્રાણી સંગ્રહાલય માજ રાખવામાં આવે તેવી માંગ જૂનાગઢના સ્થાનિક લોકો કરી રહ્યા છે.

આ પણ વાંચો : રાજકોટથી પ્રથમ વાર સુરત આવનાર ગૌરવ અને ગરિમા 14 દિવસ માટે ક્વાટેનટાઇન થયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.