ETV Bharat / city

જૂનાગઢ પોલીસે ઉમટવાડા પાસેથી અંદાજિત રૂપિયા 9 લાખથી વધુનો દારૂ પકડી પાડ્યો

author img

By

Published : Feb 25, 2021, 2:29 PM IST

જૂનાગઢ પોલીસને મોટી સફળતા મળી છે. વંથલી નજીક આવેલા ઉમટવાડા ગામ પાસે આવેલી ખાનગી સ્કૂલની અવાવરું જગ્યામાં ભારતીય બનાવટના 2040 જેટલી દારૂની બોટલ ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ દારૂ અન્ય જગ્યા પર પહોંચતો કરવા માટે અહીં રાખ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે દારૂ સાથે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ પોલીસ
જૂનાગઢ પોલીસ
  • જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા
  • ઉમટવાળા નજીકથી પરપ્રાંતિય દારૂ ઝડપાયો
  • અવાવરૂ જગ્યામાંથી 2040 બોટલ ઝડપી પાડવામાં આવી
  • રૂપિયા 8 લાખ 44 હજારના દારૂ સાથે કુલ 19 લાખ 44 હજારનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ: વંથલી તાલુકાના ઉમટવાડા ગામમાંથી પોલીસે 2040 જેટલી દારૂની બોટલ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે ગામની ખાનગી શાળા પાછળ આવેલી અવાવરું જગ્યામાં દારૂ મળી આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે આવા સમયે પ્રોહિબીશનના ધંધા સાથે સંકળાયેલા આરોપીઓ મતદારોને કોઈ લોભ લાલચ ન આપે તેને લઈને પોલીસે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસને દારૂ પકડી પાડવામાં સફળતા મળી છે.

જૂનાગઢ પોલીસે 2040 બોટલ દારૂ કર્યો જપ્ત

વંથલી તાલુકાના ઉમટવાડા ગામ પાસે આવેલી ખાનગી સ્કૂલની પાછળની અવાવરું જગ્યામાં હત્યાકેસના આરોપી અને આ દારૂ મંગાવનાર વ્યક્તિની પોલીસે શોધખોળ હાથ ધરી છે. અહીંથી 180 પેટી એટલે કે 2040 બોટલ દારૂ પોલીસને મળી આવ્યો છે. જેની કિંમત 8.44 લાખ જેટલી થાય છે. જેની સાથે એક ટ્રેક્ટર સહિત કેટલાક મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે, જેની પણ કુલ કિંમત 19 લાખ 44,800 જેટલી થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.