- યુવાન સાથે લગ્ન કરીને છેતરપિંડી કરતી લુંટેરી દુલ્હન ઝડપાઇ
- લુંટેરી દુલ્હન સાથે 5 આરોપીઓને જૂનાગઢ પોલીસે પકડી પાડ્યા
- લગ્ન કર્યા બાદ માલમત્તા લઈને ફરાર થઇ જતી હતી
જૂનાગઢઃ જિલ્લાના યુવાન સાથે લગ્ન કરીને છેતરપિંડી કરનારી લુંટેરી દુલ્હન સાથે 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ ભરત રાજગોર અને અનિરુદ્ધસિંહ આ પ્રકારનું રેકેટ ચાલવતા હોવાની હકીકત જૂનાગઢ પોલીસને મળતા પોલીસે છટકું ગોઠવીને લુંટેરી દુલ્હન સહિત 5 આરોપીને પકડીને ધોરણસરની કાર્વયાહી હાથ ધરી હતી. જેમાં વધુ પૂછપરછ બાદ પકડાયેલી લુંટેરી દુલ્હનના કેસમાં પોલીસને વધુ મોટી સફળતા મળી છે. આ લુંટેરી દુલ્હન ગુજરાતમાં બોગસ દસ્તાવેજ અને નામ ધારણ કરીને રહેતી હોવાની વિગતો સામે આવીપોલીસે રિમાન્ડ દરમિયાન યુવતી પાસેથી માહિતી એકત્ર કરી હતી.
લગ્ન વાંછુક યુવકોને છેતરનારી લુંટેરી દુલ્હન ઝડપાઇ
લગ્ન વાંછુક યુવકોને છેતરનારી લુંટેરી દુલ્હન સાથે અન્ય 4 વ્યક્તિઓને જૂનાગઢ પોલીસે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના આંબલિયા ગામના એક લગ્ન વાંછુક યુવકને જાળમાં ફસાવીને તેની સાથે અંદાજિત 3 લાખ કરતા વધુના દાગીના અને રોકડ રકમની છેતરપિંડી કરીને લુટેરી દુલ્હન પલાયન થઇ ગઇ હતી. આંબલિયા ગામના પટેલ યુવકે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લુંટેરી દુલ્હનને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે રાજકોટના પોપટપરા વિસ્તરામાં આરોપીઓ હોવાની શક્યતાને પગલે તપાસ હાથ ધરી હતી.લગ્ન કરીને છેતરપિંડી કરનાર લુંટેરી દુલ્હનને જૂનાગઢ પોલીસ પકડી પાડયા હતા.
- આપણ વાંચોઃ રાજસ્થાનના બાંસવાડામાં લુંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, ગુજરાતમાં પણ લોકોને છેતર્યાઈને ફરાર થઇ જતી હતી લુંટેરી દુલ્હન
લુંટેરી દુલ્હન સહિત 5 ની ધરપડક
જૂનાગઢ પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે છટકું ગોઠવીને રાજકોટના પોપટપરા વિસ્તારમાં પહોંચ્યા હતા, ત્યાં ભરત રાજગીર સામે લગ્ન માટે પ્રસ્તાવ મુકતા લુંટેરી દુલ્હન ભગવતી ઉર્ફે અંજલી અને તેની માતા ધનુબેન કુબેરનગર છારામ માંની ચાલી અમદાવદ તેમજ અનિરુદ્ધસિંહ ભાવનગર માં રહેતા હતા. તેઓ રાજકોટ મુકામે જવા રવાના થયા હતા. રાજકોટ આવતાની સાથે જૂનાગઢમાંથી પકડાયેલી લુંટેરી દુલ્હનના કેસમાં જૂનાગઢ પોલીસે કર્યો વધુ એક ખુલાસો કર્યો છે. પોલીસ તપાસમાં આરોપી યુવતી બોગસ દસ્તાવેજ ઊભો કરીને ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના 18 જેટલા યુવકો સાથે લગ્ન કરીને તેમની સાથે છેતરપિંડી કરી હોવાનો બહાર આવ્યું છે
આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો
જૂનાગઢના આંબલીયા ગામના એક યુવક સાથે એક યુવતી લગ્ન કરીને બે લાખ કરતાં વધુનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગઈ હતી. જેને ધ્યાને લઈને પોલીસે લુટેરી દુલ્હન સહિત તેમના નકલી માતા-પિતા અને અન્ય એક મદદગાર વ્યક્તિની અમદાવાદ ભાવનગર અને રાજકોટ એમ અલગ-અલગ જગ્યાએથી ધરપકડ કરી હતી. આરોપીઓની પોલીસ રિમાન્ડ દરમિયાન આકરી પૂછપરછ કરતા યુવતી ગુજરાતમાં ખોટા દસ્તાવેજ અને નામ ઊભું કરીને રહેતી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ત્યારે, તમામ પાંચ આરોપીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોર્ટે તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
આપણ વાંચોઃ અમદાવાદની લુંટેરી દુલ્હન, લગ્ન બાદ યુવતી સહિતની ટોળકી 1.55 લાખ લઇ ફરાર દુલ્હન
લુંટેરી દુલ્હન મૂળ આંધ્રપ્રદેશની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું
લુંટેરી દુલ્હન મૂળ આંધ્રપ્રદેશની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ. જૂનાગઢ પોલીસ દ્વારા લુટેરી દુલ્હનની રિમાન્ડ દરમિયાન કેટલીક ચોંકાવનારી અને શંકાસ્પદ વિગતો પણ બહાર આવી છે. આ યુવતી મૂળ આંધ્રપ્રદેશની રહેવાસી અને ગુજરાતમાં ખોટું નામ અને દસ્તાવેજ ધારણ કરીને રહેતી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે રિમાન્ડ દરમિયાન યુવતી પાસેથી તેમના પરિવારની વિગતો મેળવવામાં સફળતા મેળવી છે. યુવતી ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના 18 જેટલા લગ્નવાંછુક યુવાનો સાથે ઘડિયા લગ્ન કરી અને દર દાગીના લઇને ફરાર થઇ જતી હોવાની વિગતો પણ જૂનાગઢ પોલીસને પ્રાપ્ત થઇ છે.