ETV Bharat / city

પાછલા વર્ષનો વેરો ન ભરતા જૂનાગઢ મનપાએ પાંચ મિલકતોને કરી સીલ

જૂનાગઢ મનપા દ્વારા વેરો નહીં ભરવાને કારણે પાંચ જેટલી મિલકતોને સીલ કરીને વેરો એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે જૂનાગઢના દોલતપરા GIDCના 5 ઔદ્યોગિક એકમોએ પાછલા નાણાકીય વર્ષનો વેરો નહીં ભરતા મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાછલા વર્ષનો વેરો ન ભરતા જૂનાગઢ મનપાએ પાંચ મિલકતોને કરી સીલ
પાછલા વર્ષનો વેરો ન ભરતા જૂનાગઢ મનપાએ પાંચ મિલકતોને કરી સીલ
author img

By

Published : Mar 27, 2021, 12:40 PM IST

Updated : Mar 27, 2021, 3:01 PM IST

  • દોલતપરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં હાથ ધરાયેલી કામગીરી
  • જૂનાગઢ મનપાએ વેરો નહીં ભરતા 5 ઔદ્યોગિક એકમોને માર્યુ સીલ
  • આગામી દિવસોમાં સરકારી કચેરીને પણ વેરો નહીં ભરવાને કારણે સીલ થઈ શકે છે

જૂનાગઢ: જૂનાગઢ કોર્પોરેશને વેરો નહીં ભરવાને કારણે 5 જેટલી મિલકતોને સીલ કરીને વેરો ભરવાનો બાકી હોવાથી આ પ્રકારની કામગીરી હાથ ધરી છે. જૂનાગઢના દોલતપરા GIDCના 5 ઔદ્યોગિક એકમોએ પાછલા નાણાકીય વર્ષનો વેરો નહીં ભરતા મનપાએ કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસોમાં જૂનાગઢ શહેરમાં આવેલી સરકારી કચેરીઓ દ્વારા પણ આ જ પ્રકારે વેરા વસૂલાત કરવાની શક્યતાઓ થઈ રહી છે.

જૂનાગઢ મનપાએ વેરો નહીં ભરતી પાંચ મિલકતને કરી સીલ

જૂનાગઢ મનપાએ શહેરના દોલત પરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોએ ગત નાણાકીય વર્ષનો વેરો નહીં ભરવાને કારણે 5 જેટલી મિલકતને સીલ માર્યું છે. વર્ષ 2020-21નું નાણાકીય વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. ત્યારે વેરો નહીં ભરનારા કેટલાક ઔદ્યોગિક એકમો સામે જૂનાગઢ મનપા વેરો લેવાને લઈને આકરી બની છે. જેને ધ્યાને રાખીને સીલ મારવાની પ્રક્રિયા વેગવંતી બનાવાઇ રહી છે.

કાર્યવાહી હજુ પણ કેટલાક સ્થળો પર આગળ ધપાવવામાં આવશે

જૂનાગઢ મનપાના ટેક્સ વિભાગના નાયબ કમિશનર પ્રફુલ કનેરિયાએ જણાવ્યું હતું કે, કાર્યવાહી આગામી દિવસોમાં હજુ પણ કેટલાક સ્થળો પર આગળ ધપાવવામાં આવશે અને જે મિલકત ધારકોએ વેરો નહીં ભર્યો હોય તેમના વિરુદ્ધ વેરો વસૂલવાથી લઈને સીલીંગ સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિએ 90 લાખ કરતા વધુના વિકાસના કામોને કર્યા મંજૂર

આગામી દિવસોમાં સરકારી કચેરીઓ પાસેથી પણ વેરો વસૂલવાની થઈ શકે છે કામગીરી

આગામી દિવસોમાં જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓ પાસેથી પણ કરોડો રૂપિયાનો વેરો ભરવાનો બાકી હોય ત્યારે આ પ્રકારની કામગીરી સરકારી કચેરીઓ સામે પણ જૂનાગઢ મનપા તંત્ર હાથ ધરશે. વર્ષ 2020-21ના નાણાકીય વર્ષના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. ત્યારે જુનાગઢ કોર્પોરેશન વેરા વસૂલાતને લઈને આકરી બની રહી છે.

મિલકતધારકોએ વેરો ભરવાને લઈને ઉદાસીનતા દાખવી

ગત વર્ષે કોરોના સંક્રમણ કાળમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાજ્ય સરકાર અને મનપા દ્વારા જે રાહતો જાહેર કરવામાં આવી હતી તેમાં કેટલું નુકસાન થયું છે તેમ છતાં મિલકતધારકોએ વેરો ભરવાને લઈને ઉદાસીનતા દાખવી છે. જેની સામે હવે મનપાનો વેરા વિભાગ ધીમે-ધીમે આકરો બની રહ્યો છે અને આગામી દિવસોમાં વેરાની આકરી વસુલાત થાય તે દિશામાં જુનાગઢ મનપાનું તંત્ર કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો: જૂનાગઢ મનપામાં વિકાસના કામોને આપવામાં આવી મંજુરી, નવા વર્ષે એક કરોડ કરતા વધુના કામને કરાયા મંજૂર

Last Updated : Mar 27, 2021, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.