માધ્યમમાં પ્રસારિત થયેલા સાઇકલ ટ્રેકના ખર્ચને લઇને જૂનાગઢ મનપાના મેયરે આપી પ્રતિક્રિયા
જૂનાગઢનો પ્રથમ સાયકલ ટ્રેક ઉપરકોટમાં થઈ રહ્યો છે તૈયાર
માધ્યમોમાં પ્રસારિત થયેલા અહેવાલોને રદીયો આપતા જૂનાગઢના મેયર
જૂનાગઢઃ જૂનાગઢ મનપા દ્વારા બનાવવામાં આવેલો હાજીયાણી બાગ નજીકનો સાયકલ ટ્રેક ( Junagadh cycle track ) કરોડોના ખર્ચે તૈયાર થયો હતો. પરંતુ હવે તે કોઈપણ પ્રકારના ઉપયોગમાં આવતો નથી તેવા અહેવાલો માધ્યમોમાં પ્રસિદ્ધ થયા છે. જેને જૂનાગઢના મેયર ( Junagadh mayor ) ધીરુભાઈ ગોહેલે રદીયો આપ્યો છે અને જણાવ્યું છે કે જૂનાગઢનો પ્રથમ સાયકલ ટ્રેક ઉપરકોટમાં બની રહ્યો છે. આગામી દિવસોમાં લોકો તેનો ઉપયોગ પણ કરી શકશે. કેટલાક માધ્યમમાં એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતાં કે એક કરોડ કરતાં વધુના ખર્ચે તૈયાર થયેલો સાયકલ ટ્રેક હવે લોકોના ઉપયોગમાં આવતો નથી. જેમાં જૂનાગઢવાસીઓના કરવેરાના પૈસાનું પાણી થઇ ગયું છે તેવો ઉલ્લેખ કરાયો છે.
આ પણ વાંચોઃ Historical architecture: જૂનાગઢમાં મૌર્ય સામ્રાજ્ય વખતના ઉપરકોટના કિલ્લામાંથી કડી વાવ મળી આવી
આ પણ વાંચોઃ ડિસ્કવર ઇન્ડિયા: 5000 વર્ષના ઇતિહાસ સાથે જૂનાગઢનો ઉપરકોટ આજે અડીખમ, હવે જીર્ણતા અનુભવી રહ્યો છે