ETV Bharat / city

જૂનાગઢ શહેરના માર્ગો પર નોન-વેજ અને ઈંડા લારીઓ દૂર કરવા મનપાનો આદેશ - ખોરોકના ઘટકો

રાજકોટ, વડોદરા બાદ જૂનાગઢ મનપાએ(Junagadh Municipal Corporation ) પણ શહેરના માર્ગો પર ઈંડા અને અન્ય માંસાહારની ચીજો ખુલ્લામાં વેચવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું આજે પ્રસિદ્ધ કર્યું છે. માધ્યમોને સંબંધીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઓફિસમાંથી પ્રેસ વિજ્ઞપ્તિ બહાર આવી છે. આવતી કાલથી જૂનાગઢ (Junagadh)શહેરના જાહેર માર્ગો પર ઈંડા અને અન્ય માંસાહારી (Eggs and other carnivores)ચીજવસ્તુઓ વહેંચી શકાશે નહીં જાહેરનામાનો ભંગ (Violation of declarations)કરનાર તમામ સામે મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરશે તેવું પ્રસિધ્ધ થયેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જૂનાગઢ મનપાનો શહેરના માર્ગો પર નોન-વેજ અને ઈંડા લારીઓ દૂર કરવા આદેશ

author img

By

Published : Nov 13, 2021, 9:40 AM IST

  • રાજકોટ, વડોદરા બાદ જૂનાગઢ મનપાએ માંસાહાર વિરુદ્ધ પ્રસિદ્ધ કર્યું જાહેરનામું
  • જૂનાગઢ શહેરના જાહેર માર્ગો પર ઈંડા સહિત માંસાહારની ચીજ-વસ્તુઓ વેચવાનું થયું પ્રતિબંધિત
  • જાહેરનામાનો ભંગ કરનાર લોકો વિરુદ્ઘ મનપા અને વહીવટીતંત્ર કરશે કાર્યવાહી

જૂનાગઢઃ રાજકોટ, વડોદરા બાદ આજે જૂનાગઢ મનપાએ પણ શહેરના રાજમાર્ગો પર ઈંડા સહિત અન્ય માંસાહારની(Eggs and other carnivores) રાંધેલી ચીજ વસ્તુઓ ના વેચાણ પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સ્ટેન્ડીંગ કમિટી દ્વારા આવતી કાલથી આ પ્રકારનો પ્રતિબંધ અમલમાં આવશે તે મુજબનું જાહેરનામું માધ્યમોને તેમની ઓફિસ દ્વારા પુરૂં પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જૂનાગઢ શહેરના રાજમાર્ગો પર ઈંડા સહિત અન્ય રાંધેલો માંસાહાર ખોરાક રેકડીઓ કે અન્ય અસ્થાયી આડસ ઊભી કરીને વહેંચવાનો આવતી કાલથી પ્રતિબંધ કર્યો છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા પ્રતિબંધને લઈને નિવેદન

જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશીયા ની ઓફિસ દ્વારા તમામ માધ્યમોને જૂનાગઢ શહેરમાં માંસાહાર અને ઈંડા સહિત રાંધેલી ચીજવસ્તુઓ જાહેર માર્ગે પર વહેંચવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવું જાહેરનામું મોકલવામાં આવ્યું છે. આ જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ થયો છે કે જૂનાગઢ મનપાના મેયર સહિત તમામ પદાધિકારીઓએ ગત 28મી સપ્ટેમ્બર 2021 ના રોજ એક પત્ર દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં આ પ્રકારના માંસાહારને અસ્થાઈ રૂપે વહેંચતા એકમો પ્રતિબંધિત કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. પરંતુ દિવાળીના સમયને ધ્યાને લઇને 28/ 9/ 2021 ના દિવસે કરવામાં આવેલી રજૂઆતને મુલતવી રાખવામાં આવી હતી જેનું આવતીકાલથી ચુસ્ત અમલ થવા જઈ રહ્યો છે.

જૂનાગઢ શહેર ધાર્મિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક નગરી તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ની ઓફિસ દ્વારા જે પત્ર મોકલવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ કરાયું છે કે જૂનાગઢ શહેર ધાર્મિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક નગરી તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. આવી પરિસ્થિતિમાં ધાર્મિકતાની સાથે સાંસ્કૃતિક વારસો ધરાવતા અને ખૂબ જ પૌરાણિક શહેર જૂનાગઢ ના માર્ગો પર ઈંડા કે અન્ય માંસાહારની રાંધેલી ચીજવસ્તુઓ જાહેર માર્ગો પર ખુલ્લામાં વહેંચાઈ તો લોકોની ધાર્મિક લાગણીઓ ને નુકસાન થતું હતું. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ શહેરનું સાંસ્કૃતિક અને ધાર્મિક વારસો જળવાઈ રહે અને જે લોકો માંસાહારી નથી તેવા મોટા ભાગના લોકોની ધાર્મિક લાગણીઓ સચવાઈ રહે તેને ધ્યાને રાખીને આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે જેનો આવતી કાલથી ચુસ્ત અમલ થવા જઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ સરથાણામાં જ્વેલર્સના દરવાજે અજાણ્યા શખ્સે 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું, વેપારીએ શો- રૂમ બંધ કરી દેવો પડ્યો

આ પણ વાંચોઃ પિતાએ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમને ભેગા કરવાનું સપનું જોયું હતું, એ સપનું પૂરું કરવાના રસ્તે હું જઈશ: હિતુ કનોડિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.