- જૂનાગઢ ખેડૂત રક્ષક સમિતિ દ્વારા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની કરાઈ માગ
- 16/10/ 2019ના દિવસે પણ આવેદનપત્ર મારફતે ખેડૂત રક્ષક સમિતિએ કરી હતી રાષ્ટ્રપતિ શાસનની માગ
- રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને આરોગ્યની કથળતી જતી પરિસ્થિતિને ધ્યાને લઇને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની કરી માગ
- જૂનાગઢ જિલ્લા ખેડૂત રક્ષક સમિતિ દ્વારા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માગને ફરી એક વખત દોહરાવાઈ
જૂનાગઢઃ જિલ્લા ખેડૂત રક્ષક સમિતિ દ્વારા રાજ્યમાં આરોગ્ય કાયદો-વ્યવસ્થાની સતત કથળતી જતી પરિસ્થિતિને ધ્યાને લઇને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ તેવી માગ સતત બીજા વર્ષે કરી છે. જૂનાગઢ જિલ્લા ખેડૂત રક્ષક સમિતિ દ્વારા વર્ષ 2019ની 16મી ઓક્ટોબરના દિવસે રાજ્યપાલને સંબોધીને લખવામાં આવેલા આવેદનપત્રમાં રાજ્યમાં આરોગ્ય શિક્ષણ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળી રહી છે. તેને આધાર બનાવીને ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી હતી. આજે મંગળવારે ફરી એક વખત ખેડૂત રક્ષક સમિતિએ રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન હોવું જોઈએ તેવી માગ કરી છે.
![જૂનાગઢ ખેડૂત રક્ષક સમિતિ દ્વારા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની કરાઈ માગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-02-khedut-byte-01-pkg-7200745_27042021163102_2704f_1619521262_421.jpg)
આ પણ વાંચોઃ માયાવતીએ રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગ કરી
ખેડૂત હિત રક્ષક સમિતિનો આક્ષેપ
ગુજરાતમાં વર્ષ 2020માં કોરોના સંક્રમણનો ગુજરાતમાં પગ પેસારો થઇ ચૂક્યો હતો. ત્યારબાદ કોરોનનું સંક્રમણ આજે વર્ષ 2021માં અતિ ભયજનક અને ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. હોસ્પિટલોમાં દર્દીઓને સમાવી શકવાની શક્યતાઓ નથી, ઓક્સિજન જેવું મહત્વનું ઘટક પણ હોસ્પિટલો પાસે ન હોવાને કારણે દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે, નવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા સુધીની સુવિધા અને વ્યવસ્થા રાજ્ય સરકાર પાસે વર્તમાન સમયમાં ન હોવાને કારણે કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં રાજ્યના નાગરિકો પીડાઈ રહ્યાં છે ત્યારે તેમને પીડામાંથી મુક્તિ અપાવીને સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી માગ જૂનાગઢ જિલ્લા ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન, શિવસેનાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી