ETV Bharat / city

Junagadh Girnar Utsav: સમગ્ર દુનિયાને ગરવા ગિરનારનુ વૈવિધ્ય જણાવવા જૂનાગઢમાં થશે ‘ગિરનાર ઉત્સવ’ - રણ ઉત્સવ અને તાનારીરી મહોત્સવ

રણ ઉત્સવ અને તાનારીરી મહોત્સવની માફક જૂનાગઢમાં પણ થશે ગિરનાર ઉત્સવ (Junagadh Girnar Utsav)નું આયોજન. વર્ષ 2022-23ના સામાન્ય અંદાજપત્રમાં ગિરનાર ઉત્સવને લઇને વિશેષ યોજના અને આર્થિક જોગવાઈ કરવામાં આવી.

Junagadh Girnar Utsav: સમગ્ર દુનિયાને ગરવી ગિરનારનુ વૈવિધ્ય જણાવવા જૂનાગઢમાં થશે ગિરનાર ઉત્સવનું આયોજન

author img

By

Published : Feb 9, 2022, 5:45 PM IST

Updated : Feb 9, 2022, 6:12 PM IST

ગિરનાર: જૂનાગઢમાં પણ હવે કચ્છના રણ ઉત્સવ અને મોઢેરાના સૂર્ય મંદિર ખાતે આયોજિત થતા તાનારીરી મહોત્સવની માફક ગિરનાર ઉત્સવ (Junagadh Girnar Utsav)નું આયોજન કરવાને લઈને જૂનાગઢ મનપાના સત્તાધીશો સક્રિય બન્યા છે, વર્ષ 2022-23ના સામાન્ય અંદાજપત્ર (Junagadh Budget 2022-23)માં ગિરનાર ઉત્સવને લઇને વિશેષ યોજના અને આર્થિક જોગવાઈ કરવામાં આવી છે.

Junagadh Girnar Utsav: સમગ્ર દુનિયાને ગરવી ગિરનારનુ વૈવિધ્ય જણાવવા જૂનાગઢમાં થશે ગિરનાર ઉત્સવનું આયોજન

બજેટમાં ખાસ જોગવાઈ

નાણાકીય વર્ષ દરમિયાન ગિરનાર ઉત્સવ પાછળ જૂનાગઢ મનપા દસ લાખ રૂપિયાનો ખર્ચ કરીને કચ્છના રણ ઉત્સવ (Kutch Run Utsav) અને તાનારીરી મહોત્સવ (Tanariri Mahotsav 2021) માફક ગિરનાર ઉત્સવનું આયોજન કરવાને લઈને બજેટમાં ખાસ જોગવાઈ કરી છે, મનપાના સત્તાધીશો દ્વારા કરવામાં આવેલી જોગવાઈને જૂનાગઢ સાધુ સમાજના અગ્રણીઓ સંતો પણ આવકારી રહ્યા છે, અને જૂનાગઢ મનપા દ્વારા જે આયોજન થયું છે. તેને યોગ્ય ગણાવીને આગામી દિવસોમાં આયોજન પરિપૂર્ણ થાય તેવી આગ્રહ ભરી વિનંતી પણ કરી રહ્યા છે.

ગિરનાર પર પણ વૈશ્વિક કક્ષાનુ આયોજન

પાછલા કેટલાક સમયથી કચ્છનો રણ ઉત્સવ દેશ અને દુનિયાના પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. કચ્છ રણોત્સવને કારણે આ વિસ્તારમાં પ્રવાસન ઉદ્યોગ ધમધમતો બન્યો છે જેને કારણે સ્થાનિક રોજગારીની તકોનું સર્જન થયું છે. જેથી કચ્છ વિસ્તારના કેટલાક કારીગરોની સાથે કચ્છની સંસ્કૃતિ અને કચ્છની રીતભાત પણ રણોત્સવને કારણે સમગ્ર વિશ્વના ફલક પર જોવા મળે છે. તેવી જ રીતે મહેસાણાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે પણ વર્ષોથી તાનારીરી મહોત્સવનું આયોજન થતું આવ્યું છે. હવે આ જ પ્રકારનું આયોજન જૂનાગઢમાં ગિરનાર ઉત્સવને લઇને થઈ રહ્યું છે જે આગામી દિવસોમાં જુનાગઢ માટે ધાર્મિક ટુરિઝમને વિકસિત કરવા અનેક નવી તકો ખોલી આપશે.

ગિરનારના સાધુ સંતોએ જાહેરાતને આવકારી

ગિરનાર ઉત્સવને લઇને ભારતી આશ્રમના અગ્રણી સંત મહાદેવ ભારતી (Girnar saint mahadevi bharati) એ Etv Bharat સમક્ષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ મનપાના સત્તાધીશોની ગિરનાર ઉત્સવને લઇને થયેલી જાહેરાતને તેઓ ખૂબ આવકારી રહ્યા છે. ગિરનાર ઉત્સવ (Junagadh Girnar Utsav)નુ આયોજન થવાથી જૂનાગઢ અને ખાસ કરીને ભવનાથ પરિક્ષેત્ર સમગ્ર વિશ્વના ધાર્મિક ટુરિઝમનો કોરીડોર બનશે. જેનો સીધો ફાયદો જૂનાગઢને ચોક્કસ થશે. જો ગિરનાર ઉત્સવ શરૂ થાય તો સમગ્ર વર્ષ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા ભવનાથ પરીક્ષેત્રમાં જોવા મળશે તેને કારણે જૂનાગઢનું અર્થતંત્ર પણ વધુ વેગવંતુ બનાવવા ગિરનાર ઉત્સવ નવી તક પૂરી પાડશે.

જુનાગઢ ધાર્મિક નગરી છે: હરેશ પરસાણા

વર્ષ 2022-23 નું સામાન્ય અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીના નવનિર્મિત ચેરમેન હરેશ પરસાણાએ રજૂ કર્યું હતું, જેમાં ગિરનાર ઉત્સવનું આયોજન અને તેની પાછળ બજેટમાં આર્થિક જોગવાઈ કરવામાં આવી છે. ગિરનાર ઉત્સવને લઇને Etv Bharatએ હરેશ પરસાણા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જુનાગઢ ધાર્મિક નગરી છે, અહીં વિકાસને લઇને અનેક શક્યતાઓ છે. જૂનાગઢમાં ધાર્મિક ટુરિઝમ ક્ષેત્ર એકમાત્ર વિકાસની શક્યતાઓ છે, ત્યારે આગામી નાણાકીય વર્ષમાં ગિરનાર ઉત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન કરીને જૂનાગઢની ધાર્મિક નગરી તરીકેની ઓળખ સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

Last Updated : Feb 9, 2022, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.