ETV Bharat / city

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા અંતે કરવામાં આવી રદ્દ - શેરનાથબાપુ મહંત ગોરક્ષનાથ આશ્રમ

રાજ્ય સરકાર દ્વારા કોરોના વાઇરસને કારણે અંતે ગિરનારની લીલી પરિક્રમા પણ રદ્દ કરવામાં આવી છે. આદિ અનાદિ કાળથી આયોજિત લીલી પરિક્રમા પ્રથમ વખત ભગવાન કૃષ્ણ દ્વારા કરવામાં આવી હોવાના પુરાવાઓ ધાર્મિક ધર્મગ્રંથોમાં આજે પણ જોવા મળે છે, ત્યારે આવી પાવનકારી લીલી પરિક્રમા આજે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રદ્દ કરવામાં આવી છે. જેને ગિરનાર મંડળના સાધુઓ પણ આવકારી રહયા છે.

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા અંતે કરવામાં આવી રદ્દ

author img

By

Published : Nov 22, 2020, 9:14 AM IST

  • સરકારના નિર્ણયને ગિરનાર સંત સમાજે પણ આવકાર્યો
  • ભગવાન કૃષ્ણના સમયમાં લીલી પરિક્રમા શરુ થયાની ધાર્મિક માન્યતાઓ
  • કોરોના સંક્રમણ વધુના ફેલાય તેને લઈને કરવામાં આવ્યો નિર્ણય

જૂનાગઢ: આદિ અનાદિ કાળથી આયોજિત થતી આવતી ગરવા ગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા રદ્દ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જેની જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગિરનારની લીલી પરિક્રમા આદિ અનાદિ કાળથી આયોજિત થતી આવતી હોવાની ધાર્મિક માન્યતા છે. ગિરનારની પ્રથમ પરિક્રમા ભગવાન કૃષ્ણ દ્વારા કરવામાં આવી હોવાની ધાર્મિક લોક વાયકા મુજબ કારતક સુદ અગિયારસના દિવસે રાત્રીના 12 કલાકે પરિક્રમા શરુ થાય છે જે દેવ દિવાળી એટલેકે પૂનમ ના દિવસે વિધિવત રીતે પૂર્ણ થતી હોય છે.

પરિક્રમાના 5 પડાવો અને જંગલમાં રાતવાસાનું મહત્વ

ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન 5 પડાવોનું પણ વિશેષ મહત્વ ઉલ્લેખવામાં આવ્યું છે ભવનાથ તળેટી પ્રથમ પડાવ ત્યાર બાદ પરિક્રમા જીણાબાવાની મઢી માળવેલા બોરદેવી અને ભવનાથમાં અંતિમ પડાવ સાથે પરિક્રમા પૂર્ણ થતી હોય છે અને પરિક્રમાર્થીઓ પુણ્યનું ભાથું બાંધીને તેમના ઘરે પરત ફરતા હોય છે. આ પહેલા પણ પરિક્રમા બંધ રહી હોય તેવા પુરાવાઓ મળી રહયા છે. જૂનાગઢમાં નવાબી શાસન દરમિયાન અને વિશ્વ યુદ્ધ તેમજ વિશ્વિક મહામારીને કારણે પણ પરિક્રમા રદ્દ કરવામાં આવી હતી.

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા અંતે કરવામાં આવી રદ્દ
પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ આવે છે ભવનાથ ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે સમગ્ર દેશ અને દુનિયામાંથી લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ આવતા હોય છે જેમાં દર વર્ષે ભાવિકોનો વધારો જોવા મળી રહ્યો છે આજથી 40 વર્ષ પહેલા પરિક્રમાર્થીઓની સંખ્યા ખુબજ મર્યાદિત જોવા મળતી હતી અને ખાશ કરીને 50 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા ભાવિકો પરિક્રમા કરવા માટે આવતા હોય છે પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં યુઆનો પણ પરિક્રમા ભાગ લેતા થયા છે. જેને કારણે ગત વર્ષે 14 લાખ જેટલા યાત્રિકોએ ગિરનારની લીલી પરિક્રમા કરી હોવાનો અંદાજ છે. છેલ્લા 5 વર્ષની કરવામાં આવે તો 90 લાખ કરતા પણ વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી હોવાનો અંદાજ છે પરિક્રમા દરમિયાન ભજન અને ભોજન અને ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ પાવનકારી લીલી પરિક્રમા દરમિયાન ભજન ભોજન અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળે છે. પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા પરિક્રમાર્થીઓ માટે હજારો ટન ભોજન અને પ્રસાદની વિશેષ વ્યવસ્થાઓ ઉતારા મંડળ દ્વારા વિના મુલ્યે કરવામાં આવતી હોય છે. જે ગિરનારીના ભક્તો દ્વારા કરવામાં આવતા દાનમાંથી કરવામાં આવતી હોય છે. જેનો તાગ હજુ સુધી કોઈ મેળવી શક્યું નથી.

આ પણ વાંચો :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.