ETV Bharat / city

જૂનાગઢ: ખેડૂત અને છૂટક વેપારીઓ ઝેરી કેમિકલનો કરી રહ્યાં છે શાકભાજી અને ફળોમાં ઉપયોગ

શાકભાજી અને ફળનું ઉત્પાદન કરતા ખેડૂતો અને તેનું વેચાણ કરતાં વેપારીઓ વિવિધ કેમિકલનો ઉપયોગ કરીને ફળો- શાકભાજીને ( Vegatable ) તાજા કલરફૂલ દેખાડવા અને પકવવા માટે બિનઆરોગ્યપ્રદ રસાયણોનો ( Unhealthy chemicals ) ઉપયોગ કરી રહ્યાં છે. આમ કરીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યાં છે.

જૂનાગઢ: ખેડૂત અને છૂટક વેપારીઓ ઝેરી કેમિકલનો કરી રહ્યાં છે શાકભાજી અને ફળોમાં ઉપયોગ
જૂનાગઢ: ખેડૂત અને છૂટક વેપારીઓ ઝેરી કેમિકલનો કરી રહ્યાં છે શાકભાજી અને ફળોમાં ઉપયોગ
author img

By

Published : Aug 4, 2021, 4:30 PM IST

  • ફળ તેમજ શાકભાજીને તાજા, મોટા અને કલરફુલ બનાવવા માટે કરાઇ રહ્યો છે ઝેરી કેમિકલનો ઉપયોગ
  • કેમિકલની આડઅસરથી કેન્સર જેવા ગંભીર રોગો થવાની પૂરી શક્યતા વ્યક્ત કરતા કૃષિ નિષ્ણાતો
  • કેમિકલોના ઉપયોગથી વધી રહ્યું છે માનવ આરોગ્ય પર જોખમ

જૂનાગઢ: ફળ અને શાકભાજીનું ( Fruits and vegetables ) ઉત્પાદન કરતા ખેડૂતો અને તેનો છૂટક બજારમાં વેચાણ કરતા વેપારીઓ ફળોને તાજા કલરફૂલ અને પકડવા માટે કેટલાક ગંભીર કહી શકાય તે પ્રકારના અને બિન આરોગ્યપ્રદ ઝેરી રસાયણોનો ( Unhealthy chemicals ) ઉપયોગ કરીને માનવજીવન સાથે ખૂબ ગંભીર ચેડા કરી રહ્યાં છે. વર્તમાન સમયમાં મળતા શાકભાજીથી લઈને ફળફળાદી લોકોના આરોગ્ય પર કેમિકલ દ્વારા ખૂબ વિપરીત અસરો ઊભી કરી રહ્યાં છે. ત્યારે કૃષિ વૈજ્ઞાનિકો ( Agricultural scientists ) લોકોને ખૂબ જ સમજદારી પૂર્વક ફળ અને શાકભાજીની ખરીદી કરીને તેનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે

ફળો- શાકભાજીને તાજા કલરફૂલ દેખાડવા અને પકવવા માટે બિનઆરોગ્યપ્રદ રસાયણોનો ઉપયોગ
ઝેરી કેમિકલ અને રસાયણથી તાજા પાકા મોટા અને રંગબેરંગી બનાવેલા ફળ અને શાકભાજી આરોગનાર પ્રત્યેક વ્યક્તિના આરોગ્ય પર ખૂબ જ ગંભીર અને વિપરીત અસરો પાડી શકે છે. માનવ આરોગ્ય માટે ખૂબ જ ગંભીર માનવામાં આવતા ઇથર અને મોનોકોટોફોસ સહિતના કેટલાંક કેમિકલ સ્વસ્થ વ્યક્તિને પણ બીમાર પાડી શકે તેટલા ઝેરીલા જોવા મળે છે. આવા રસાયણોનો ખૂબ જ મર્યાદિત અને સાવચેતી પૂર્વક ઉપયોગ કરવાની સલાહ કૃષિ નિષ્ણાતો પાકને બચાવવા માટે આપતા હોય છે. તેની જગ્યા પર ખેડૂતો અને વેપારીઓ હવે રસાયણોનો ઉપયોગ સીધા ફળ અને શાકભાજી પર કરીને તેને જીવતો જાગતો બીમારીનો બોમ્બ બનાવીને બજારમાં વેેચતા થયા છે જેની વિપરીત અસર માનવ આરોગ્ય પર પણ જોવા મળી રહી છે.ઈથાઈલ ઈથર અને મોનોકોટોફોસનો થઈ રહ્યો છે ખૂબ જ ગંભીર ઉપયોગઇથેનોલ જેવું ઝેરી કેમિકલ પાણીમાં મેળવીને ખાસ કરીને પાંદડાવાળા શાકભાજીમાં તેનો છંટકાવ કરાતો હોય છે જેને કારણે પાંદડાવાળા લીલા શાકભાજી ખૂબ તાજા અને પ્રથમ દ્રષ્ટિએ ગમી જતા હોય છે. પરંતુ આ કેમિકલ પાણી મારફતે પાંદડાંવાળાં શાકભાજીમાં સીધું પ્રવેશ કરે છે અને આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો કરે છે. વધુમાં ઓકસીટોકસીનનો ઉપયોગ પણ ફળ તેમજ શાકભાજીને મોટા કરવા માટે કરવામાં આવે છે. ખાસ કરીને રીંગણ, તરબુચ સહિત વેલાવાળા તમામ શાકભાજીમાં ઓકસીટોસીનનો ઉપયોગ કરીને રાતોરાત શાકભાજી અને ફળનો પાક બજારમાં ખેડૂતો લાવી રહ્યા છે. ઓકસીટોકસીનને કારણે કેન્સર જેવા ગંભીર રોગો પણ થવાની શક્યતાઓ કૃષિ નિષ્ણાતો દર્શાવે છે. ઓકસીટોકસીનનો ઉપયોગ દૂધાળા પશુઓમાં વધુ દૂધ લાવવા માટે પણ કરવામાં આવે છે, આ પણ માનવ આરોગ્ય માટે ખૂબ જ ગંભીર ગણવામાં આવે છે. ઓકસીટોકસીન નામનું ઝેરી કેમિકલ અને રસાયણને કેન્સરના કારક તરીકે સમગ્ર વિશ્વમાં કુખ્યાત માનવામાં આવે છે જેનો ખૂબ જ છૂટથી ઉપયોગ શાકભાજી ફળ અને કેટલાક કિસ્સાઓમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવી રહ્યું છેમોનોકોટોફોસ પણ આરોગ્ય માટે આટલું જ ગંભીર તેનો પણ થઈ રહ્યો છે છૂટથી ઉપયોગમોનોકોટોફોસ નામનું રસાયણ આટલું જ ગંભીર માનવામાં આવે છે મોનોકોટોફોસનું પાણી સાથે દ્રાવણ બનાવીને તેમાં લીલા રંગના તમામ શાકભાજીઓ જેવા કે ભીંડા, ગલકા, લીલા વટાણા સહિત મોટાભાગના લીલા રંગ ધરાવતા શાકભાજીઓમાં લીલો રંગ મેળવવા માટે મોનોકોટોફોસનો ઉપયોગ કરવામાં આવે છે. મોનોકોટોફોસથી પણ કેન્સર સહિત અનેક અસાધ્ય રોગ અને બીમારીઓ વ્યક્તિમાં આવી શકે છે કેલ્શિયમ કાર્બાઇડ અને ઈથરને ફળોને પકવવા માટે ઉપયોગમાં લેવાય છેકેલ્સિયમ કાર્બાઈડ અને ઈથર જેવા ઝેરી રસાયણ ફળોને પકવવાની અને તેમાં પીળો રંગ લાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ઇથરના દ્રાવણમાં કાચા કેળાંને માત્ર પલાળવાથી કેળા એકદમ પીળા રંગના અને પાકી જતા હોય છે જે સીધા બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવતા હોય છે. વધુમાં થોડા સમય કાર્બાઇડ પણ ખાસ કરીને કેરીની સિઝનમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં વપરાતું ઝેરી કેમિકલ બની રહ્યું હતું. કાર્બાઇડથી કેરીને પકવવાની પદ્ધતિ વર્ષોથી ખેડૂતો અને વેપારીઓ ચલાવી રહ્યા હતાં. પરંતુ હવે કાર્બાઇડની જગ્યા પર કેટલાક ખેડૂતો અને વેપારીઓ કેરીને પકવવા માટે અને તેમાં પીળો રંગ આવે તે માટે ઇથરનો ઉપયોગ કરતા થયાં છે ઈથર અને કાર્બાઇડ આંતરડા અને ચામડી સહિત કેન્સર જેવા રોગોને પણ આમંત્રણ આપવા માટે પૂરતું હોવાનું કૃષિ નિષ્ણાતો માની રહ્યાં છે.આ પણ વાંચોઃ શાકભાજી, ફળફળાદી તેમજ કરિયાણાના વધતા જતા ભાવથી મધ્યમ વર્ગ પીડિત...

આ પણ વાંચોઃ મહેસાણા જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને શાકભાજી માટે મળ્યા એક સરખા ભાવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.