ETV Bharat / city

Junagadh English Global Symposium : શિક્ષણપ્રધાને જૂનાગઢના અંગ્રેજીના વૈશ્વિક પરિસંવાદમાંથી શું શીખ્યું જાણો - શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી

જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં યોજાયેલા અંગ્રેજી ભાષાના વૈશ્વિક પરિસંવાદ યોજાયો. જેમાં જીતુ વાઘાણી શામેલ (Junagadh English Global Symposium) થયાં હતાં. અંગ્રેજીના જ્ઞાનમાં કેવો વધારો થયો તે જાણો.

Junagadh English Global Symposium : શિક્ષણપ્રધાને જૂનાગઢના અંગ્રેજીના વૈશ્વિક પરિસંવાદમાંથી શું શીખ્યું જાણો

author img

By

Published : Feb 19, 2022, 4:37 PM IST

Updated : Feb 19, 2022, 8:59 PM IST

જૂનાગઢ- ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (Bhakt Kavi Narsinh Mehta University) દ્વારા આજે 44માં આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષા પરના પરિસંવાદનું આયોજન કરાયું હતું. જૂનાગઢમાં આયોજિત આ પરિસંવાદમાં દેશ અને દુનિયામાંથી અંગ્રેજી ભાષાના તજજ્ઞ અધ્યાપકો વિદ્યાર્થીઓ અને અંગ્રેજી ભાષાના સંશોધકોએ ઓનલાઇન (junagadh international english seminar) હાજરી આપી હતી. રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani) અને શિક્ષણ અગ્રસચિવ એસ. જે. હૈદર પણ તેમાં હાજર થયા હતાં. તેમના સહિત ઉપસ્થિત લોકોએ અંગ્રેજી ભાષાને લઈને સમગ્ર વિશ્વના અધ્યાપકો તજજ્ઞો અને વિદ્યાર્થીઓ સાથે ભાષા અને તેની સમસ્યાને જાણવા અને અંગ્રેજી ભાષાને વધુ અસરકારક કઈ રીતે બનાવી શકાય તે અંગે વિચારોનું આદાનપ્રદાન (Junagadh English Global Symposium) કર્યું હતું.

આજે 44માં આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષા પરના પરિસંવાદનું આયોજન કરાયું હતું

અંગ્રેજી ભાષા બોલવી સમજવી મુશ્કેલ છે એવો માનસિક ડર સૌરાષ્ટ્રમાં વધુ છે

સમગ્ર વિશ્વમાં બોલાતી ભાષાઓ પૈકી અંગ્રેજી ભાષાને લખવી સમજવી અને બોલવી સૌથી સરળ માનવામાં આવે છે. તેમ છતાં સૌરાષ્ટ્રમાં અંગ્રેજી ભાષાના ડરને કારણે હજુ પણ લોકોમાં અને ખાસ કરીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ એક ચોક્કસ લઘુતાગ્રંથિ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં આજે પણ ગુજરાતી તળપદી ભાષામાં બોલાઇ રહી છે. આવી પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ અંગ્રેજીનું સારું જ્ઞાન ધરાવતા હોવા છતાં પણ અંગ્રેજી બોલવામાં ખચકાટ અનુભવે છે. વર્તમાન સમયમાં આ સૌથી મોટી સમસ્યા અંગ્રેજીના જાણકાર લોકોમાં પણ જોવા મળે છે. ત્યારે સમગ્ર વિશ્વની સર્વસ્વીકૃત અંગ્રેજી ભાષાને સમજવા બોલવા અને સમજાવવા માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંગ્રેજી ભાષાના તજજ્ઞો સંશોધનકારો અધ્યાપકો અને અંગ્રેજી ભાષામાં શિક્ષણ લઇ રહેલા વિદ્યાર્થીઓએ જોડાઈને અંગ્રેજીનો માનસિક ડર કઈ રીતે દૂર કરી શકાય તેને લઈને માર્ગદર્શન (Junagadh English Global Symposium) પ્રાપ્ત કર્યુ હતું.

અંગ્રેજી ભાષાને વધુ અસરકારક કઈ રીતે બનાવી શકાય તે અંગે વિચારોનું આદાનપ્રદાન

આ પણ વાંચોઃ બેંગ્લોરમાં કચરો વીણતી મહિલા બોલી રહી છે છટાદાર અંગ્રેજી, જુઓ વીડીયો

અંગ્રેજી ભાષા અન્ય ભાષાઓની સરખામણીએ સહેલી

સમગ્ર વિશ્વમાં લખાતી ભાષાઓ પૈકીની અંગ્રેજી ભાષાને લખવા માટે પણ સૌથી સરળ ભાષા તરીકે સમગ્ર વિશ્વમાં સ્વીકૃતિ મળી છે. અંગ્રેજી લખતી વખતે એક પણ મૂળાક્ષર અડધો કે કાના- માત્રા વગેરે લખવાની જરૂર પડતી નથી. જેને કારણે કોઈપણ વ્યક્તિ અંગ્રેજીને ખૂબ સરળતાથી લખી શકે છે. જેમ અન્ય ભાષામાં અક્ષરોને કાપવા જોડવા જેવી વ્યાકરણની ભૂલો પણ પડતી નથી. વધુમાં અંગ્રેજીના ઉચ્ચારણો પણ અન્ય ભાષાની જેમ અટપટા કે અઘરા હોતા નથી. પરંતુ અંગ્રેજી ભાષાનો માનસિક ડર આજે પણ લોકો અનુભવી રહ્યા છે. ઘણા શિક્ષિત લોકો અંગ્રેજી ભાષાનું ખૂબ સારું જ્ઞાન ધરાવે છે પરંતુ બોલવામાં ઉચ્ચારણ સરખા નહીં થાય તેને લઈને પણ અંગ્રેજી બોલવાથી દૂર રહે છે. આ તમામ સમસ્યાઓને દૂર કરવા અને અંગ્રેજી ભાષામાં અભિવ્યક્તિ કરવા માટે પડતી તકલીફોને પહોંચી વળવા અને સમસ્યાના મૂળ સુધી પહોંચવા માટે આજના અંગ્રેજી ભાષા પરના આંતરરાષ્ટ્રીય સેમિનારનું (Junagadh English Global Symposium) આયોજન કરાયું હતું.

નિષ્ણાતોએ પોતાના અભિપ્રાયો ગુજરાતીમાં વ્યક્ત કર્યાં

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આજે પ્રથમ વખત અંગ્રેજી ભાષા પર આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી સહિત શિક્ષણવિદો જોડાયા હતાં.. આ સેમfનાર અંગ્રેજી ભાષાના નિષ્ણાતો અધ્યાપકો અને સંશોધકોની સાથે અંગ્રેજી ભાષામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે હતો. પરંતુ પ્રથમ દિવસે પ્રથમ ભાગમાં મોટાભાગના વક્તાઓએ અંગ્રેજી ભાષા પર કેવું સંશોધન થઈ શકે તેના પર પોતાના અભિપ્રાયો ગુજરાતી ભાષામાં વ્યક્ત કર્યા હતાં. આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં (Junagadh English Global Symposium) ઓનલાઇન જોડાયેલા રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર યુનિવર્સિટી પાસેથી રાજ્ય સરકારને ઘણી આશાઓ અને અપેક્ષાઓ છે જે યુનિવર્સિટી પૂરી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સેમિનારમાં કેનેડાથી પ્રો. જીતેન્દ્ર શાલીને પણ પોતાનો અભિપ્રાય ઓનલાઇન માધ્યમથી જોડાઈને વ્યક્ત કર્યો હતો. પ્રો શાલીને કમ્પેરેટિવ રીસર્ચને લઈને સંશોધનકારો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને આગળ આવવા હાકલ કરી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમના શિક્ષણનું મહત્વ વધ્યું, વર્ષે 2 થી 3 શાળાઓને આપવામાં આવે છે મંજૂરી

Last Updated : Feb 19, 2022, 8:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.