- ખાનગી તબીબોની દેશવ્યાપી હડતાળને જૂનાગઢમાં સમર્થન
- ઓલ ઇન્ડિયા મેડીકલ એસોસિએશન દ્વારા એક દિવસની હડતાળનું એલાન
- આયુર્વેદના ડૉક્ટરોને સર્જરીની છૂટ અપાતા વિરોધ
જૂનાગઢ: કેન્દ્ર સરકારે આર્યુવેદિક, હોમિયોપેથીક અને ફાર્મસીનો અભ્યાસ કરેલા તબીબો અને સ્નાતકોને MBBS સર્જનની સમકક્ષ ગણતા તેમને કાન, નાક, ગળા અને દાંતની સર્જરીની છૂટ આપી છે જેને લીધે મોર્ડન મેડિસિન શાખાના તબીબો નારાજ થયા છે. આથી આ મુદ્દે ઓલ ઇન્ડિયા મેડીકલ એસોસિએશન દ્વારા એક દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું જેને જૂનાગઢમાં પણ સમર્થન મળી રહ્યું છે.
સરકારની જાહેરાત વ્યક્તિઓના સ્વાસ્થ્ય માટે બનશે ગંભીર
સરકાર દ્વારા આ પ્રકારે જે નવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે તેને લઈને સામાન્ય નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમાઇ રહ્યું છે. સામાન્ય સંજોગોમાં શસ્ત્રક્રિયા કરવા માટે વિશેષ યોગ્યતા અને તેને અનુરૂપ અભ્યાસક્રમની સાથે સાથે તેનો મહાવરો મેળવવો ખૂબ જ આવશ્યક અને જરૂરી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં આર્યુવેદિક અને એલોપેથીની સાથે ફાર્મસી કરેલા લોકો જો શસ્ત્રક્રિયા કરશે તો કેટલાક કિસ્સાઓમાં દર્દીઓના જીવન સાથે ખૂબ મોટું સંકટ ઊભું થઈ શકે છે ત્યારે જે લોકો વિશેષ યોગ્યતા સાથે જે તે રોગોનો અભ્યાસક્રમ ન પૂર્ણ કર્યો ન હોય તેવા લોકોને શસ્ત્રક્રિયા કરવા માટેની મંજૂરી આપવી ખૂબ જ ખતરનાક અને ભયજનક છે જેના વિરોધમાં આજે જૂનાગઢના ડોક્ટરો હડતાળ પર જોવા મળી રહ્યા છે.