ETV Bharat / city

સ્ટેશનરીના વેપારીએ માસ્ક અને સેનેટાઈઝર બનાવ્યા ફરજિયાત, કોઈપણ ગ્રાહકે માસ્ક વગર નહીં આવવું તેવા બેનર લાગ્યા

જૂનાગઢના સંવાદ કોમ્પલેક્ષમાં સ્ટેશનરી અને ઓફસેટનો વ્યવસાય કરતા વેપારીએ તેમને ત્યાં આવતા દરેક ગ્રાહક માટે માસ્ક અને સેનેટાઈઝર ફરજિયાત બનાવ્યા છે. ખરીદી માટે આવનારા દરેક વ્યક્તિએ તેમના મોં પર માસ્ક ફરજિયાત બાંધવુ તેમજ ખરીદી કરતી પહેલા હાથને અવશ્ય સેનીટાઈઝરથી સ્વચ્છ કરવા પહેલ કરી છે.

સ્ટેશનરીના વેપારીએ માસ્ક અને સેનેટાઈઝર બનાવ્યા ફરજિયાત, કોઈપણ ગ્રાહકે માસ્ક વગર નહીં આવવું તેવા લગાવ્યા બેનર

author img

By

Published : May 12, 2020, 5:21 PM IST

જૂનાગઢઃ કોરોના વાઇરસના સંક્રમણને લઈને ગ્રીન ઝોન જૂનાગઢમાં પણ હવે ધીરે-ધીરે લોકોમાં જાગૃતિ આવી રહી છે, તેનું ઉદાહરણ જૂનાગઢના એક સ્ટેશનરી અને ઓફસેટના વેપારીએ પૂરું પાડ્યું છે. શહેરના સંવાદ કોમ્પલેક્ષમાં આવેલા પુષ્પક ઓફસેટના માલિકે તેમને ત્યાં ખરીદી કરવા માટે આવતા દરેક ગ્રાહક માટે માસ્ક અને સેનીટાઈઝર ફરજિયાત બનાવ્યા છે. જો કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર તેમને ત્યાં ખરીદી કરવા આવે તો આવા ગ્રાહકને વિનમ્રતાપૂર્વક કોઈપણ પ્રકારનો માલ આપવા માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

સ્ટેશનરીના વેપારીએ માસ્ક અને સેનેટાઈઝર બનાવ્યા ફરજિયાત, કોઈપણ ગ્રાહકે માસ્ક વગર નહીં આવવું તેવા લગાવ્યા બેનર

પુષ્પક ઓફસેટના માલિક પુરુષોત્તમભાઈએ તેમને ત્યાં ખરીદી કરવા માટે આવતા દરેક ગ્રાહકો તેમના હાથને સેનીટાઈઝર વડે સ્વચ્છ કર્યા બાદ તેમને ત્યાં ખરીદી કરવા માટે આવવુ તેવું ફરજિયાત બનાવ્યું છે, તેમને ત્યા ખરીદી માટે આવતા દરેક ગ્રાહકો માટે વિનામૂલ્યે સેનીટાઈઝરની વ્યવસ્થા પણ કરી છે. જો કોઈ પણ ગ્રાહક હાથને સેનીટાઈઝર વડે સ્વચ્છ કર્યા વિના કે મોઢા પર માસ્ક બાંધ્યા વગર ખરીદી કરવા આવે તો આવા ગ્રાહકને કોરોના વાઈરસની ગંભીરતા પ્રત્યે સભાન કરવા માટે સમજાવવામાં આવે છે અને આવા ગ્રાહકને કોઈ પણ પ્રકારના માલનું વેચાણ કર્યા વગર વિનમ્રતાથી પરત મોકલવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.