ETV Bharat / city

Junagadh Bhavnath Mela 2022: મહાશિવરાત્રીના મેળામાં બ્રિટનનો નાગરિક, ભારત માટે કરવા માંગે છે આ મહામૂલું કામ - Women Education In India

બ્રિટનના નાગરિક અને હાલમાં ફ્રાન્સમાં રહેતા સ્ટીવ મિલ્સ જૂનાગઢ ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીના મેળા (Junagadh Bhavnath Mela 2022)માં આવ્યા છે. તેઓએ જણાવ્યું કે ભારતે તેમને ઘણું બધું આપ્યું છે. હવે ભારતને કંઇખ આપવાનો સમય આવ્યો છે. તેઓ ભારતમાં દીકરીઓના શિક્ષણ માટે દાન કરવા માંગે છે.

Junagadh Bhavnath Mela 2022: મહાશિવરાત્રીના મેળામાં બ્રિટનનો નાગરિક, ભારત માટે કરવા માંગે છે આ મહામૂલું કામ

author img

By

Published : Feb 26, 2022, 5:01 PM IST

જૂનાગઢ: મહાશિવરાત્રીનું મહાપર્વ (mahashivratri 2022 in india) ચાલી રહ્યું છે. આવા સમયે મહાશિવરાત્રીના મેળા (Junagadh Bhavnath Mela 2022)માં લોક સંસ્કૃતિ દેશ-વિદેશની ધાર્મિક એકતા સહિત ધર્મની સાથે દાન અને સંસ્કૃતિના રંગો પણ આદિ-અનાદિ કાળથી જોવા મળી રહ્યા છે. ભવનાથની તળેટી (bhavnath taleti junagadh)માં મહાશિવરાત્રીના 5 દિવસના મેળાનું આયોજન (mahashivratri mela junagadh) થયું છે, જેમાં નિવૃત જીવન જીવતા બ્રિટનના નાગરિક સ્ટીવ મિલ્સ કે જે હાલ ફ્રાન્સમાં રહી રહ્યા છે તેઓ ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રી મેળામાં જોવા મળી રહ્યા છે. મહાશિવરાત્રી મેળામાં તેઓ એક ખૂબ જ ઉમદા વિચારને લઈને આવ્યા છે.

ભારતમાં સામાજિક કામો ખાસ કરીને મહિલા શિક્ષણ માટે દાન કરવા માંગે છે.

મહિલા શિક્ષણ માટે દાન કરવા માંગે છે

તેઓ મેળો પૂર્ણ થયા બાદ મેળામાં લીધેલી તસ્વીરોનું ફ્રાન્સમાં એક પ્રદર્શન (Junagadh Mahashivaratri Mela photographs Exhibition) યોજવાની ઈચ્છા ધરાવે છે અને આ પ્રદર્શન થકી થનારી તમામ આવક ભારતમાં સામાજિક અને ખાસ કરીને મહિલા શિક્ષણ (Women Education In India)ની દિશામાં દાન કરવા માંગે છે. આવા ઉમદા ઉદેશ્ય સાથે આવેલા સ્ટીવ મિલ્સે ભવનાથના મેળાની મજા અને તેમના ચેરિટી અંગેના વિચારોને Etv Bharat સમક્ષ વ્યક્ત કર્યા હતા. સ્ટીવ મિલ્સ અગાઉ નેપાળમાં પણ મહિલા શિક્ષણ (Women Education In Nepal)ને લઈને દાન કરી ચૂક્યા છે.

આ પણ વાંચો: Maha Shivratri Melo 2022: આગામી મહા શિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢ મનપાની પૂર્વ તૈયારી

નેપાળમાં પણ દીકરીઓના શિક્ષણ માટે દાન કર્યું છે

મેળામાં લીધેલી તસ્વીરોનું ફ્રાન્સમાં એક પ્રદર્શન કરશે.

મૂળ બ્રિટનના નાગરિક, પરંતુ વર્તમાન સમયમાં ફ્રાન્સમાં રહેતા સ્ટીવ મિલ્સ નેપાળની અને ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં રહેતી દીકરીઓના શિક્ષણની કથળી ગયેલી સ્થિતિને ધ્યાને રાખીને દાન કરી ચૂક્યા છે. હાલમાં તેમની પાસે દાન માટે નાણાની અછત જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં તેઓ ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીના મેળામાં આવ્યા છે. આ મેળા દરમિયાન તેમના દ્વારા કંડારવામાં આવેલી પ્રત્યેક તસવીરોનું પ્રદર્શન ફ્રાન્સમાં યોજશે. તેમાંથી થયેલી તમામ આવક ભારતમાં અને ખાસ કરીને મહિલા અને તે પણ ગરીબ દીકરીઓને શિક્ષણ મળે તે દિશામાં દાન કરવા માટે આતુર છે.

આ પણ વાંચો: Junagadh Mahashivratri Fair 2022: જૂનાગઢમાં 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી યોજાશે મહાશિવરાત્રિનો મેળો, તૈયારી અંગે બેઠકો શરૂ

ભારતે ઘણું આપ્યું, હવે ભારતને કંઇક આપવાનો સમય

સ્ટીવ મિલ્સે Etv Bharat સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, ભારતે એમને ઘણું આપ્યું છે. હવે સમય છે તેમના તરફથી ભારતને કંઈક આપવામાં આવે. તેમનો આ વિચાર ઉમદા છે. સાથે સાથે તેઓએ ભારતના પ્રવાસને પોતાના જીવનનો યાદગાર પ્રવાસ ગણાવીને તેઓ ચેરિટી માટે આગામી દિવસોમાં ફરી એક વખત આવશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.