ETV Bharat / city

Junagadh Bar Association : વકીલાતનો વ્યવસાય ચલાવવા પત્ર, ચીફ જસ્ટિસ અને ગૃહપ્રધાન પાસે શું કરી માગણી જૂઓ - Junagadh Bar Association Vice President Jaydev Joshi

જૂનાગઢ બાર એસોસિએેશન (Junagadh Bar Association) ના ઉપપ્રમુખ જયદેવ જોશી દ્વારા વકીલાતના વ્યવસાય પર પડી રહેલી વિપરીત અસરોને દૂર કરવા માટેનો પત્ર (Adverse effects on the advocacy business ) લખવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જામીન આપવા વિશે તેમાં કેટલીક બાબતો જણાવાઇ છે તે શું છે વાંચો આ અહેવાલમાં.

Junagadh Bar Association : વકીલાતનો ધંધો ચલાવવા પત્ર, ચીફ જસ્ટિસ અને ગૃહપ્રધાન પાસે શું કરી માગણી જૂઓ

author img

By

Published : May 11, 2022, 4:18 PM IST

Updated : May 11, 2022, 6:48 PM IST

જૂનાગઢ- જૂનાગઢ બાર એસોસિએશનના (Junagadh Bar Association)ઉપપ્રમુખ જયદેવ જોશીએ (Junagadh Bar Association Vice President Jaydev Joshi ) રાજ્યના ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશને પત્ર (Letter to Gujarat Chief Justice) લખીને કાયદાની ગૂંચવણને કારણે વકીલાતનો વ્યવસાય ખૂબ (Adverse effects on the advocacy business ) ખોરવાઇ ગયો છે તેની ચિંતા વ્યક્ત કરી છે. વધુમાં આગામી દિવસોમાં પ્રત્યક્ષ મળીને રજૂઆત કરવાનો પણ ઇરાદો જાહેર કર્યો છે.

કાયદાની ગૂંચવણને કારણે વકીલાતનો વ્યવસાય ખોરવાયો

પત્રમાં શું છે?- જૂનાગઢ બાર એસોસિએેશનના (Junagadh Bar Association) ઉપપ્રમુખ જયદેવ જોશીએ વકીલાતના વ્યવસાય પર પડી રહેલી વિપરીત અસરોને દૂર કરવા માટેનો આ પત્ર લખ્યો છે. પાછલા કેટલાક સમયથી સાત વર્ષ સુધીની સજાના ગુનામાં પોલીસ દ્વારા જે રીતે જામીન આપવામાં આવી રહ્યા છે, તેને લઈને જયદેવ જોશીએ સવાલો ઉભા કર્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે કાયદાની ગૂંચવણને કારણે વકીલાતનો વ્યવસાય (Adverse effects on the advocacy business ) હાલ ખોરવાઇ ગયો છે. રાજ્યના ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ હસ્તક્ષેપ કરીને ખોરવાયેલા વકીલાતના વ્યવસાયને પુનઃ સ્થાપિત કરવા માટે આગળ આવે તેવી માગ છે. પોલીસને જામીન આપવાની સત્તા હોય છે ત્યારે જામીન કોણ છે તે જામીનને લાયક છે કે નહીં તે સિવાયની અન્ય ઘણી હકીકતો જાણી શકાતી નથી. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે પોલીસ સ્ટેશનમાં જામીનને લઇને કોઇ સોગંદનામાં કરવામાં આવતા નથી. આવી પરિસ્થિતિમાં ગુનેગારોને પાછલા દરવાજેથી છટકી જવામાં સફળતા મળી રહી છે.

આ પણ વાંચોઃ Fake charter of lawyer : યુકે વિઝા માટે નકલી વકીલ બનવું અમદાવાદના યુવકને ભારે પડ્યું, જાણો કઇ રીતે કર્યું કારસ્તાન

વકીલાતના વ્યવસાય પર અસર પડે છે- કોર્ટમાં જામીન માટે સોગંદનામું રજૂ કરવું પડે છે અને જામીન પડેલી વ્યક્તિની મિલકતની ચકાસણી થાય છે અને ત્યારબાદ જ જે તે આરોપીને જામીન અપાય છે. આવી પરિસ્થિતિમાં પોલીસ સ્ટેશનમાં થતાં જામીનોમાં આ પ્રકારની જોગવાઇ જોવા મળતી નથી. જેને કારણે આરોપીઓને ઘી કેળા મળી રહ્યાં છે. અગાઉ મારામારી, જુગાર જેવા કેસોમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના થતા હતાં જેથી વકીલાતનો વ્યવસાય (Adverse effects on the advocacy business ) ચાલતો હતો પરંતુ હવે આ પ્રકારના ગુનામાં સામેલ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની કોઈ જરૂરિયાત હોતી નથી. પોલીસ પોતે જ તેને જામીન આપી દેતી હોય છે. જેના કારણે જુનિયર વકીલ અને ખાસ કરીને વકીલાતના વ્યવસાયમાં આવવા માગતા યુવાનો માટે આ વાત અવરોધરુપ બને છે.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022 : ગુજરાતના બજેટમાં વકીલોના કલ્યાણાર્થે શુ થયું જુઓ..!

પ્રોહિબીશનના ગુનેગારો પણ પોલીસ સ્ટેશનમાંથી જામીન લઇને થાય છે આઝાદ - વર્ષ 2016માં રાજ્ય સરકારે પ્રોહિબિશનના કાયદામાં સુધારો કરીને 10 વર્ષની સજાની જોગવાઈ કરી હતી. પરંતુ આ કાયદામાં અનેક ગૂંચવણ હોવાને કારણે આજે અનેક મુશ્કેલીઓ ઊભી થઇ છે. નવા સુધારેલા કાયદા મુજબ 20 કે તેથી વધુ બોટલ કોઈ વ્યક્તિ પાસેથી દારૂની પકડાય તો તેને પોલીસ જામીન આપી દેતી હોય છે. બાદમાં આરોપીને લોક અદાલતમાં રજૂ કરીને મામૂલી દંડ સાથે આરોપી બેગુનાહ સાબિત થતો હોય છે. જેને કારણે પ્રોહિબિશનના ગુનેગારોમાં કાયદાનો ડર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે.આ કાયદાની વિપરીત અસરને કારણે જૂનાગઢ કોર્ટમાં સિવિલ કેસના દાવાઓ પ્રતિવર્ષ 300ની આસપાસ થતા હતાં જેની સંખ્યા અનેકગણી ઘટીને આજે 50 જેટલી થવા જાય છે. કેસોમાં 80 ટકા કરતાં વધુ ઘટાડો આવ્યો છે. જેને કારણે વકીલાતના વ્યવસાય પર ખૂબ વિપરીત (Adverse effects on the advocacy business ) અસર થઈ રહી છે.

Last Updated : May 11, 2022, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.