- 38 દિવસ બંધ રહ્યા બાદ જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ સોમવારથી થશે કાર્યરત
- 24 તારીખથી યાર્ડમાં તલ, ધાણા અને મગની જાહેર હરાજી શરૂ કરાશે
- અન્ય કૃષિ જણસોની જાહેર હરાજીને લઈને યાર્ડના સત્તાધીશો કરશે અંતિમ નિર્ણય
જૂનાગઢઃ કોરોના સંક્રમણને કારણે ગત 16મી એપ્રીલથી જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ તકેદારીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું જે આગામી સોમવાર 24 તારીખે 38 દિવસ બાદ ફરી એક વખત પૂર્વવત બનતું જોવા મળશે. યાર્ડને શરૂ કરવાની જાહેરાત યાર્ડના સત્તાધીશો દ્વારા આજે કરવામાં આવી છે. સોમવારથી ફરી એક વખત જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ કૃષિ જણસોની લે-વેચથી ધમધમતુ જોવા મળશે. પ્રથમ શરૂઆતના દિવસોમાં માર્કેટિંગ યાર્ડમાં તલ, મગ અને ધાણાની લે-વેચ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ 22 દિવસના આંશિક નિયંત્રણ બાદ અન્ય ધંધા-રોજગાર થયા શરૂ
આવતીકાલથી ખેડૂતો કૃષિ જણસો માર્કેટિંગ યાર્ડમાં રાખી શકશે
આવતીકાલ એટલે કે 22 તારીખ અને શનિવારના દિવસે બપોરના બે વાગ્યાથી શરૂ કરીને 24 તારીખ અને સોમવારના સવારના 8 કલાક સુધી ખેડૂતોને તલ અને મગની કૃષિ જણસો યાર્ડમાં લાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ 24 તારીખે સવારે 8:00 કલાકથી તલ, મગ અને ધાણાની જાહેર હરાજી શરૂ થશે. વધુ કેટલીક કૃષિ જણસોના હરાજીમાં લાવવા માટેનો કોઇ અંતિમ નિર્ણય આગામી 24 તારીખ બાદ યાર્ડના સત્તાધીશો દ્વારા લેવામાં આવશે
આ પણ વાંચોઃ જામનગર હાપા માર્કેટ યાર્ડ બહાર લાંબી કતારો, આવતીકાલથી શરુ થશે