ETV Bharat / city

Junagadh APMC Farmer Rest House 2021 : રખડતાં ઢોર અને જંગલી પશુને લઈને પાટીલનું નિવેદન, સરકાર બનાવશે એક્શન પ્લાન - જૂનાગઢમાં સી આર પાટીલ

પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ આજે જુનાગઢ (C R Patil In Junagadh ) એપીએમસીમાં તૈયાર થઈ રહેલા આધુનિક ખેડૂત રેસ્ટ હાઉસના (Junagadh APMC Farmer Rest House 2021) ભૂમિપૂજન પ્રસંગે હાજર રહ્યાં હતાં. જ્યાં તેમણે ખેડૂતોને પડતી સમસ્યાઓ સંદર્ભે મહત્ત્વના નિવેદનો આપ્યાં હતાં.

Junagadh APMC Farmer Rest House 2021 : રખડતાં ઢોર અને જંગલી પશુને લઈને પાટીલનું નિવેદન, સરકાર બનાવશે એક્શન પ્લાન

author img

By

Published : Dec 25, 2021, 5:07 PM IST

જૂનાગઢ: પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આજે જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં (C R Patil In Junagadh ) ખેડૂતો માટે તૈયાર થઈ રહેલા આધુનિક ગેસ્ટ હાઉસના (Junagadh APMC Farmer Rest House 2021) ખાતમુહૂર્ત પ્રસંગે હાજરી આપી હતી. આ તકે પાટીલે કહ્યું કે શહેરમાં રખડતાં ઢોર અને ખેડૂતોને જંગલી પશુઓની પરેશાનીમાંથી મુક્ત કરવા રાજ્ય સરકાર એક્શન પ્લાન (Stray Animal Action Plan in Gujarat 2021) બનાવી રહી છે. આગામી દિવસોમાં તેનો અમલ થવા જઈ રહ્યો છે. પાટીલની જૂનાગઢ મુલાકાત વખતે કોરોના અને ખાસ કરીને ઓમિક્રોનના વધતા જતા ખતરાની વચ્ચે તમામ નીતિનિયમોને (Corona Guideline Breach in Junagadh) જાણે કે નેવે મૂકીને તમામ કાર્યકરો કાર્યક્રમમાં સામેલ થયાં હતાં.

ખેડૂતો માટે આધુનિક રેસ્ટ હાઉસનું કર્યું ખાતમુહૂર્ત

આગામી દિવસોમાં અંદાજિત પાંચ કરોડ કરતા વધુના ખર્ચે તૈયાર થવા જઇ રહેલું ખેડૂતો માટેનું રેસ્ટ હાઉસ (Junagadh APMC Farmer Rest House 2021) ખેડૂતોને ઉપયોગી બનશે. ખેત પેદાશોનું વેચાણ કરવા માટે આવેલા ખેડૂતો રાતના સમયે ગેસ્ટ હાઉસમાં રહી શકશે. સૌથી ઓછા દરે ભોજન અને નાસ્તો પણ કરી શકે તે માટેની વ્યવસ્થા રેસ્ટ હાઉસમાં ઉભી કરવામાં આવી છે. જે આગામી દિવસોમાં તૈયાર થશે ત્યારે ખેડૂતોને તેનો લાભ મળશે. પાટીલે જણાવ્યું હતું કે રાજ્યની સરકાર અને આરોગ્ય વિભાગ તમામ તકેદારીઓ અને સંભવત ત્રીજી લહેરની તૈયારીઓ પૂરી કરી લીધી છે.

આ પણ વાંચોઃ રાજકોટ ભાજપ સંગઠનમાં કોઈ પ્રશ્ન નથીઃ સી આર પાટીલ

રખડતા ઢોર અને જંગલી પશુઓને લઈને પાટીલે આપ્યું નિવેદન

જૂનાગઢમાં શહેરમાં વધી રહેલા રખડતાં ઢોરના ત્રાસ તેમજ ખેડૂતોને જંગલી ભૂંડ રોઝ અને અન્ય પશુઓ સમસ્યા બની રહી છે. તેમાંથી બહાર લાવવા માટે રાજ્ય સરકાર નવા એક્શન પ્લાન (Stray Animal Action Plan in Gujarat 2021) પર વિચાર કરી રહી છે. આગામી દિવસોમાં સૈદ્ધાંતિક મંજૂરી મળે રાજ્ય સરકાર રખડતાં ઢોર અને પશુઓના ત્રાસમાંથી શહેરીજનો અને ખેડૂતોને મુક્ત બનાવવા માટે નવી રણનીતિ સાથે બહાર આવશે. પાટીલે સમગ્ર એક્શન પ્લાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં આવેલા વિવિધ એનજીઓ સાથે રાજ્ય સરકાર મસલતો કરી રહી છે. રખડતા ઢોરના ત્રાસ અને જંગલી પશુઓથી મુક્તિ અપાવવા માટે આવા એનજીઓને વ્યવસ્થા ઊભી કરવા માટે રાજ્ય સરકાર કેટલુંક આર્થિક ફંડ પણ આપશે. આ તમામ પ્રક્રિયા હાલ વિચારણા હેઠળ છે. જો તેને મંજૂરી મળી જશે તો આગામી દિવસોમાં રાજ્યના તમામ શહેરો અને મહાનગરો તેમજ ખેડૂતોને જંગલી ભૂંડ રોઝ નીલગાય અને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળશે.

પાટીલે ખેડૂતોની સમસ્યાઓને લઇને મહત્ત્વના નિવેદનો આપ્યાં લઇને

આ પણ વાંચોઃ Omicron Cases Analysed 2021 : 183માંથી 87ને રસીના બન્ને ડોઝ અને 3ને બૂસ્ટર ડોઝ લાગેલા હતાં, ગુજરાતમાં નોંધાયા કુલ 30 કેસ

પ્રદેશ પ્રમુખ પાટીલના કાર્યક્રમમાં કોરોનાના નિયમોનો ઉડ્યો ઉજાગરો

પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ જૂનાગઢની મુલાકાતે હતાં. કાર્યક્રમ દરમિયાન (Junagadh APMC Farmer Rest House 2021) ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો શહેરીજનો મહિલાઓ હાજર રહી હતી. હાજર રહેલા તમામ લોકોએ કોરોના સંક્રમણ guidelines નો જાણે કે ખુલ્લેઆમ ભંગ કર્યો હોય તે પ્રકારના ચિંતાજનક દ્રશ્ય સામે આવ્યા હતાં. રાજ્ય સરકાર કોરોનાવાયરસને લઈને નવી નીતિની નિર્ધારણ કરી રહી છે. ગઈકાલે રાત્રે જ કર્ફ્યુ મુક્તિની સમયમર્યાદામાં બે કલાકનો ઘટાડો કરી નાખ્યો છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખની જૂનાગઢ મુલાકાત વખતે કોરોનાના નિયમો નેવે મુકાયા (Corona Guideline Breach in Junagadh) હોય તેવું સ્પષ્ટ જોવા મળતું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.