ETV Bharat / city

વર્ષના પ્રથમ દિવસે શિયાળુ પાકોની હરાજી માટે જૂનાગઢ APMC ઊભરાયું - શિયાળુ પાક

નાણાકીય વર્ષનો પ્રથમ દિવસ જુનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ફરી એક વખત કૃષિ જણસોના લે-વેચનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે ઘઉં, ચણા, તુવેર,ધાણા સહિતના શિયાળુ પાકોની મબલખ આવક થતી જોવા મળી હતી અને સાથે સાથે ખેડૂતોને શિયાળુ પાકોના પૂરતા અને પોષણક્ષમ ભાવો પણ મળી રહ્યા છે. એવો દાવો જુનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના અધિકારીઓ કરી રહ્યા છે.

શિયાળુ પાકોની હરાજી માટે જૂનાગઢ એપીએમસી ઊભરાયું

author img

By

Published : Apr 2, 2021, 4:39 PM IST

Updated : Apr 2, 2021, 7:26 PM IST

  • નાણાકીય વર્ષના પ્રથમ દિવસે APMCમાં કૃષિ જણસોની લે-વેચ થઈ શરૂ
  • ઘઉં, ચણા, તુવેર, ધાણા સહિતના પાકોની થઈ મબલખ આવક
  • ખેડૂતોને ચણા સહિતના પાકોમાં પોષણક્ષમ ભાવ મળી રહ્યાનો APMCના અધિકારીનો દાવો
  • નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જુનાગઢ APMCમાં કૃષિ જણસોનાની ખરીદી થઈ શરૂ

જૂનાગઢઃ નાણાકીય વર્ષ 2021-22નો પ્રથમ દિવસ હતો, ત્યારે જુનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ઘઉં, ચણા, તુવેર, ધાણા સહિતના શિયાળુ પાકોની લે વેચ ફરી એક વખત શરૂ થતી જોવા મળી રહી છે. ગત 25 માર્ચ થી 1એપ્રિલ સુધી નાણાકીય વર્ષ 2020-21ને કારણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું કૃષિ જણસોનાની લે વેચ સહિત તમામ કામકાજ સદંતર બંધ રાખવામાં આવ્યું હતું. જે પૂર્વવત થતાં શિયાળુ પાકોની મબલખ આવક થતી જોવા મળી હતી. જે આગામી દિવસોમાં વધુ વધી શકવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

શિયાળુ પાકોની હરાજી માટે જૂનાગઢ એપીએમસી ઊભરાયું
આ પણ વાંચોઃ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં નવી આવક પર રોક

કૃષિ જણસોના પોષણક્ષમ ભાવો APMC જૂનાગઢમાં મળી રહ્યા છે

જુનાગઢ APMCમાં ઘઉ, ધાણા, તુવેર, ચણા અને સોયાબીન સહિત કેટલાક શિયાળુ જણશો વેચાણ માટે આવતી હોય છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં મુખ્યત્વે ઘઉં અને ચણાનુ મબલખ ઉત્પાદન થતું હોય છે, ત્યારે APMC જૂનાગઢમાં પણ ઘઉં અને ચણાની વિશેષ અને મબલખ આવક જોવા મળે છે. જેમાં ઘઉં ટુકડાના પ્રતિ 20 કિલોના બજાર ભાવ નીચામાં 350 અને ઉંચા 425 તેમજ ઘઉં લોકવનના નીચામાં 350 અને ઉંચામાં 380 સુધી બજાર ભાવો જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ ચણાના નીચા બજારભાવો પ્રતિ 20 કિલો 800 રૂપિયા અને ઉચામાં પ્રતિ 20 કિલોના 910 રૂપિયા જોવા મળે છે. જેમાં પણ આવક વધવાની સાથે સારા માલના બજાર ભાવો વધુ ઉંચકાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગર અને શિયાળુ પાકને નુકસાન

Last Updated : Apr 2, 2021, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.