ETV Bharat / city

જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 12 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ - જૂનાગઢ APMCની ચૂંટણી

જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત વિભાગની 10 અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠકો પર શુક્રવાર સવારે 9 વાગ્યે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ખેડૂત વિભાગની 10 બેઠકો પર 19 ઉમેદવારો અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠકો પર ત્રણ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જેને નોંધાયેલા 1133 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આગામી સમયમાં જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું સુકાન સોપશે મતદાન પૂર્ણ થયા બાદ 17 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ
author img

By

Published : Oct 16, 2020, 8:21 PM IST

જૂનાગઢ : જિલ્લાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીઓ હાથ ધરવામાં આવી હતી, જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકો પર 19 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જેને 977 જેટલા ખેડૂત મતદારો મત આપીને જૂનાગઢ APMCમાં તેમના પ્રતિનિધિ તરીકે ચૂંટશે. બીજી તરફ ખરીદ વેચાણ સંઘની બે બેઠકો પર ત્રણ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જેને પણ 156 જેટલા મતદારો મત આપીને ખરીદ વેચાણ સંઘમાં પોતાના ડિરેક્ટર તરીકે ચૂંટશે. સમગ્ર મતદાન પ્રક્રિયાને ધ્યાને રાખીને જૂનાગઢ પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેથી શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણીની પ્રક્રિયા આગળ વધી રહી છે. જે સાંજના પાંચ વાગ્યા સુધી ચાલશે અને 17 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ
ચૂંટણી પૂર્વે ભાજપ અને કોંગ્રેસના સમર્પિત સહકારી આગેવાનો દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપની વચ્ચે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ હતી. જે મતદાનની અંતિમ દિવસ સુધી ચાલી હતી, હવે જ્યારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે 17 ઓક્ટોબરના રોજ જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને નવા હોદ્દેદારો મળશે. જે પ્રકારે જાહેરનામું બહાર પડ્યા બાદ કોંગ્રેસ અને ભાજપ સમર્થિત કેટલાક ઉમેદવારોએ આક્ષેપ પ્રતિઆક્ષેપ કરીને ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક રીતે નથી થઇ તેવા પણ આક્ષેપો લગાવામાં આવ્યા હતા. આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પોતાની શાખ સમાન બની રહેશે તેમ છે.જેથી ભાજપ અને કોંગ્રેસ જિલ્લાના પદાધિકારીઓ પણ APMCની ચૂંટણીમાં આ વખતે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.