જૂનાગઢ : જૂનાગઢ પોલીસે પોલીસકર્મીના ઘર પર રેડ કરીને (Raid at Police House in Junagadh) જુગાર રમતા અને રમાડતા બે મહિલા સહિત ચાર જુગારીઓને 46150 ની રોકડ સાથે ધરપકડ કરી છે. પોલીસે જે જગ્યા પર દરોડો કર્યો હતો. તે સ્થળે પોલીસ કર્મચારીની પત્ની દ્વારા બહારથી લોકોને બોલાવીને જુગારધામ (Gambling at a Police House in Junagadh) ચલાવવામાં આવતું હતું. જેની પૂર્વ બાતમી મળતા જૂનાગઢ પોલીસે જુગારધામ પર રેડ કરીને બે મહિલા સહિત ચાર શકુનીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા.
આ પણ વાંચો : State Monitoring Cell In Lunawada: લુણાવાડામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જુગાર ધામ ઝડપાયું
પોલીસના નિર્ણયને લોકોએ આવકાર્યો - જુનાગઢ પોલીસને પૂર્વ બાતમી મળી હતી કે, જયશ્રી રોડ પર આવેલા પોલીસ હેડકવાર્ટર બ્લોક નંબર 9 માં પોલીસની પત્ની દ્વારા જુગારધામ ચલાવવામાં આવે છે. તેવી માહિતી મળતા પોલીસ ત્રાટકી હતી અને જુગારધામ ચલાવનાર પોલીસકર્મીની પત્ની સહિત ચાર જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા જ પોલીસ કર્મીના ઘર પર રેડ (Police Raided Policeman Home) કરીને જુગારીઓને ઝડપી પાડવાની કાર્યવાહીને લોકો પણ આવકારી રહ્યા છે.
આ પણ વાંચો : દ્વારકા જિલ્લાના મીઠાપુર પાસેથી મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું
ઘીના ઠામમાં ઘી- પોલીસ પત્ની ગૌરીબેન સરકારી ક્વાર્ટરમાં (Gambling in Government Police Quarters) જુગારધામ પર પોલીસ ત્રાટકી અને પોલીસ પત્ની સહિત ચાર જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસની પોલીસ કર્મચારીના ઘર પર રેડ કરીને જુગારધામ ઝડપી પાડવાની કાર્યવાહી જૂનાગઢના લોકો માટે પણ પ્રશંસાપાત્ર બની રહી છે. પોલીસે હિંમત દાખવીને પોલીસ કર્મચારીના ઘર પર રેડ કરી જુગારધામ ઝડપી પાડ્યું ત્યારે આ પ્રકારની પોલીસ કામગીરી ખૂબ પ્રશંસા મેળવી રહી છે. પરંતુ કેસ દાખલ થયા બાદ ઘીના ઠામમાં ઘી ન કરે તેવી શંકાઓ પણ જૂનાગઢના લોકો વ્યક્ત કરી રહ્યા છે.
ગુનાખોરીનું પ્રમાણ ઘટી શકે - પોલીસ સહિત અન્ય સરકારી કર્મચારીઓ (Junagadh Police Quarter) વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તો ગુનાખોરીનું પ્રમાણ ઘટી શકે છે. પરંતુ ધરપકડ અને કેસ દાખલ થયા બાદ કોઇ નક્કર કાર્યવાહી થતી નથી. જેને કારણે આ પ્રકારના ગુનાખોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ જૂનાગઢ પોલીસની જુગારધામ ઝડપવાની કાર્યવાહી અને તે પણ પોલીસને ઘરેથી હાલ જૂનાગઢ શહેરમાં પ્રશંસાને પાત્ર બની રહી છે.