જૂનાગઢના ગિરનાર પર્વત વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા ગીર નેચર સફારી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને એક વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે. જેથી આ વિસ્તારમાં જિપ્સી ચલાવવાની મંજૂરી મેળવનારા જીપ ચાલકોએ જિલ્લા કલેક્ટરને ગુહાર કરીને તાકીદે ગિર સફારી શરૂ કરવાની માગ કરી છે.
એક વર્ષ અગાઉ રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા ગિરનાર પર્વત વિસ્તારમાં ગીર નેચર સફારી શરૂ કરવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને એક વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજૂ સુધી સરકાર તેમજ વનવિભાગે કોઈ નિર્ણય લીધો નથી. જેથી મંગળવારે જીપ ચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગીર નેચર સફારી તાકીદે શરૂ કરવામાં આવે તેવી માગ કરી હતી.
જે તે સમયે રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢના ગિરનાર પર્વત વિસ્તારમાં ગીર નેચર સફારી શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેથી અંદાજીત 35 કિલોમીટર જેટલા જંગલના રૂટમાં પ્રવાસીઓને અવર-જવર માટે જીપની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ આજે એક વર્ષ કરતા વધુ સમય વિતી ગયો હોવા છતાં હજૂ સુધી ગીર નેચર સફારી શરૂ કરવામાં આવી નથી. જેને લઇને હવે વાહન ચાલકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગીર નેચરલ સફારી તાકીદે શરૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.