- જયરાજ ઈલેક્ટ્રોનિક્સમાં રૂપિયા 20 લાખની ચોરી કરતા યુવાનો ઝડપાયા
- યુવાનો પાસેથી 88 જેટલી આઇટમો ઝડપાઇ
- જૂનાગઢ પોલીસે કરી કાર્યવાહી
જૂનાગઢ: જૂનાગઢ શહેર પોલીસે એમ.જી.રોડ પર આવેલી જયરાજ ઈલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાંથી છેલ્લા 7 મહિનાથી થઇ રહેલી ઈલેક્ટ્રોનિક્સ આઇટમોની ચોરીનો ભેદ ઉકેલતા ગોડાઉનના કર્મચારી અને અન્ય 2 સાગરીતોને રૂ. 20 લાખની કિંમતના 88 આઇટમો સાથે ઝડપી પાડ્યા હતા.
ઈલેક્ટ્રોનિક્સ આઈટમના ગોડાઉનમાં ચોરીની ફરિયાદ દાખલ થઇ હતી
જયરાજ ઈલેક્ટ્રોનિક્સના શોરૂમના માલિકે આ અંગે જૂનાગઢ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી ગોડાઉનના જ કર્મચારી અને તેના 2 સાગરિતો તેને સાથ આપી એસી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી 88 જેટલી આઇટનોની ચોરીનો ભેદ ખૂલ્યો હતો.