જૂનાગઢ -21 જૂને આઠમો વિશ્વ યોગ દિવસ 2022 (International Yoga Day 2022) મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં રહેતા વિમળાબેન વાછાણી (Vimalaben Vachani a yoga instructor from Junagadh ) છેલ્લાં 25 વર્ષથી યોગની ક્રિયાઓ થકી પોતાની જાતને તંદુરસ્ત અને માનસિક (Health And Yog) રીતે સ્થિર બનાવી રહ્યા છે. વિમળાબહેન ની દેખરેખ નીચે તૈયાર થયેલા 300 કરતાં વધુ યોગ શિક્ષકો આજે રાજ્યમાં અલગ અલગ સ્થળો પર યોગની તાલીમ સામાન્ય લોકોને આપી રહ્યા છે. ત્યારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે મળીશું જૂનાગઢના વિમળાબહેન વાછાણીને અને જાણીશું તેમની 25 વર્ષની યોગ સફર વિશે.
આ પણ વાંચોઃ International Yoga Day 2022: આ જગ્યાએ રાજ્યકક્ષાના યોગ દિવસની થશે ઉજવણી, AMCનો વિશેષ લક્ષ્યાંક
વિમળાબેન વાછાણી થયા યોગમાં પારંગત -21મી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ 2022 (International Yoga Day 2022) ઉજવણી થઇ રહી છે. ત્યારે જૂનાગઢમાં રહેતાં અને યોગને જીવનનું અભિન્ન અંગ બનાવી ચૂકેલા વિમળાબેન વાછાણી (Vimalaben Vachani a yoga instructor from Junagadh )આજે પણ યોગને લઈને 25 વર્ષ પૂર્વેની તંદુરસ્તી (Health And Yog)ધરાવી રહ્યા છે. વિમળાબેેન વાછાણીની દેખરેખ બાદ તૈયાર થયેલા 300 કરતાં વધુ યોગ શિક્ષકો રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં યોગનું નિદર્શન કરીને યોગને પ્રત્યેક ઘર સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. વિમળાબેન વાછાણીનો આ પ્રયત્ન આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે રંગ લાવી રહ્યો છે.
આ પણ વાંચોઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગશિબિરમાં આપશે હાજરી
અઘરા અને મુશ્કેલ યોગ નિદર્શન પણ કરે છે -વિશ્વ યોગ દિવસ 2022 (International Yoga Day 2022) નિમિત્તે વિમળાબેેન વાછાણી (Vimalaben Vachani a yoga instructor from Junagadh ) આજે 40 વર્ષની વયે પણ ખૂબ જ અઘરા અને મુશ્કેલ કહી શકાય તેવા યોગનું નિદર્શન બિલકુલ સહજતાથી કરી રહ્યા છે. વિમળાબેન વાછાણી આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે સૌને અપીલ કરી રહ્યા છે કે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાથી શારીરિક અને માનસિક રીતે ખૂબ સારા લાભ મેળવી શકાય છે. વધુમાં યોગથી શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થવાની સાથે પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ લોહીમાં ભળવાથી શરીરમાં નવી તાજગીનો અહેસાસ થાય છે. ત્યારે આઠમા વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિમળાબેન તંદુરસ્તી અને યોગનું મહત્ત્વ (Health And Yog)સમજાવતાં સૌ કોઈને યોગ અપનાવવાની અપીલ કરવાની સાથે આજે વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.