જૂનાગઢ- આજે સમગ્ર વિશ્વમાં મધર દિવસની (International Mother Day 2022 ) ઉજવણી થઈ રહી છે. માતાનું પ્રત્યેક પરિવારમાં શું મહત્વ હોઈ શકે અને ખાસ કરીને સંતાનો માટે માનો ત્યાગ અને પરિશ્રમ ક્યારે ઓછો ન હોઈ શકે. એટલા માટે જ આપણે ત્યાં કહેવાયું છે કે મા તે મા બીજા વગડાના વા. આવી સંસ્કૃતિની વચ્ચે આજે આપણા (International Mother Day in Junagadh) સમાજમાં પશ્ચિમી વાયરાની વચ્ચે સંતાનો પોતાના માતા-પિતાને કે જેને ભગવાન સુધીનો દરજ્જો આપવામાં આવ્યો છે તેને તરછોડીને વૃદ્ધાશ્રમના સહારે છોડી દીધા છે.
આ પણ વાંચોઃ SSG હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મધર્સ ડેની કરાઈ ઉજવણી
ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને લાંછનરૂપ- આવા સંતાનોને આજે પ્રત્યેક માતા પોતાના માતૃત્વ ભાવને લઇને પણ આકરા શબ્દોમાં મધર દિવસની (International Mother Day 2022 ) શુભકામનાઓ પાઠવી રહી છે. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ અને આધુનિક બનાવવા ખાતર વર્તમાન યુગના સંતાનો પોતાના માતા-પિતાને તારછોડી રહ્યા છે. આ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને લાંછનરૂપ પણ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ ...અને સમરસ હોસ્ટેલથી રાત્રે ૧૨ કલાકે એક એમ્બ્યુલન્સ વસ્ત્રાલ તરફ દોડી'
વૃદ્ધાશ્રમ આજે પણ ભારતીય સંસ્કૃતિ પર કલંકરુપે જોવામાં આવે છે -વૃદ્ધાશ્રમ આ શબ્દ ભારતીય સંસ્કૃતિ પર આકરા પ્રહારો કરી રહ્યુ છે. વૃદ્ધાશ્રમ આજે અનિવાર્ય પણ બની રહ્યાં છે. સિક્કાની બંને બાજુ વૃદ્ધાશ્રમ જોવા મળી રહ્યું છે. વૃદ્ધાશ્રમ ન હોત તો સંતાનો દ્વારા તરછોડાયેલા માતા-પિતાને કોણ સાચવત અને બીજા શબ્દોમાં કહીએ તો વૃદ્ધાશ્રમ છે એટલે જ તો સંતાનોને માતા-પિતાને છોડવાનો વિચાર તો નહીં આવતો હોય ને ?
મધર દિવસની શુભકામના આકરા શબ્દોમાં- આવા બંને પાત્રોની વચ્ચે આજે જીવનના અંતિમ સમયમાંથી પસાર થઈ રહેલા માતા-પિતા વૃદ્ધાશ્રમમાં સંતાનથી દૂર પોતાનું જીવન વિતાવી રહ્યા છે. જેમાંની એક માતાએ (International Mother Day in Junagadh) પોતાના સંતાનોને (Junagadh Old Age Home)આકરા શબ્દોમાં કહી શકાય તેવી મધર દિવસની (International Mother Day 2022 ) શુભકામના પણ પાઠવી અને દરેક સંતાનોને સંદેશો આપ્યો કે વૃદ્ધાશ્રમ હોવા જોઈએ નહીં. આ વ્યવસ્થા ભારતીય સંસ્કૃતિ અને પરિવારવાદ પર કલંક છે અને તેને પ્રત્યેક સંતાન દૂર કરી શકે છે.