જૂનાગઢ : કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે રાજ્યમાં રક્ષાબંધનને (Raksha bandhan 2022) લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રક્ષાબંધનનો તહેવાર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેને લઈને બજારોમાં થોડીક રોનક પણ જોવા મળે છે. ત્યારે જૂનાગઢમાં આવેલા આશાદીપ (Raksha Bandhan 2022 in Junagadh) ચેરીટેબલ ટ્રસ્ટમાં 40 જેટલા મનોદિવ્યાંગ બાળકોને અદ્ભુત તાલીમ લઈ રહ્યા છે. આ બાળકો દ્વારા આકર્ષક રાખડીનું નિર્માણ કરાયું છે. જેને શાળા અને કોલેજોમાં વેચાણ કરીને તેમાંથી પ્રાપ્ત થતી આવક (Raksha bandhan Festival 2022) મનોદિવ્યાંગ બાળકોમાં સમાન રીતે વહેંચવામાં આવે છે.
આ પણ વાંચો : Raksha Bandhan 2022: મહિલા પોલીસકર્મીના આ કામથી નિરાધાર બાળકીઓના હુનરને મળી રહી છે વાચા
મનોદિવ્યાંગ બાળકો માટે - આશાદીપ ચેરીટેબલ સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકોના સમાજ જીવનમાં પુનઃસ્થાપન થાય તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે અહીં તાલીમ પામેલા બાળકો મનોદિવ્યાંગ હોવા છતાં પણ કેટલીક પ્રવૃત્તિઓ પોતાની જાતે કરી શકવાને લઈને તાલીમ અપાઈ રહી છે. તે અંતર્ગત આગામી રક્ષાબંધનના તહેવારને ધ્યાને રાખીને આ મનોદિવ્યાંગ બાળકોને વિશેષ તાલીમ આપીને રક્ષાબંધનના ખાસ તહેવારને ધ્યાને રાખીને રાખડીઓ (mentally challenged children rakhi making) બનાવવાનું કામ શીખવાડવામાં આવ્યું હતું. તે મુજબ આ વર્ષે કેટલાક બાળકોએ રાખડી બનાવવામાં પારંગત પ્રાપ્ત કરતા તેમના દ્વારા ઉત્પાદિત રાખડીઓને શાળાને કોલેજમાં વહેંચાણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Raksha Bandhan 2022 : પંચગવ્યમાંથી બનેલી રાખડીનું ઉત્પાદન કરીને મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર
ઉત્પાદિત રાખડીની આવક - હાલ 40 જેટલા બાળકો રાખડીનું નિર્માણ કરે છે. જે શાળા અને કોલેજમાં વહેચાણ અર્થે મુકવામાં આવે છે. જેમાંથી પ્રાપ્ત થતી નફાની તમામ રકમ આ બાળકોમાં સમાન ધોરણે વહેંચવામાં આવે છે. આ સિવાય તમામ બાળકો તેમની માનસિક અને શારીરિક ક્ષમતાને ધ્યાને રાખીને તેમને વિવિધ ગૃહ ઉદ્યોગની તાલીમ આપવામાં આવે છે. તેમજ પ્રત્યેક બાળકને (Raksha Bandhan 2022 in Gujarat) માનસિક અને શારીરિક ક્ષમતા મુજબના કામો તેમને શીખવાડવામાં આવે છે. આગળના દિવસોમાં પણ નવરાત્રી દિવાળી જેવા અનેક તહેવારો આવી રહ્યા છે, ત્યારે આ તહેવારોને અનુરૂપ પણ જે વસ્તુઓનું નિર્માણ આ મનોદિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવશે. તેને પણ બજારમાં વેચાણ અર્થે મૂકીને બાળકોને સમાજ જીવનમાં પુનઃસ્થાપન થાય તે માટેના પ્રયાસો સતત ચાલી રહ્યા છે.