ETV Bharat / city

રાજુલાના કાતર ગામમાં સિંહણોએ ચાર બચ્ચા સાથે કર્યો પશુઓનો શિકાર

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કાતર ગામમાં ચાર સિંહબાળ અને બે સિંહણ સાથે ગામના માર્ગો પર આંટાફેરા મારતા હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ગત રવિવારની રાત્રિના સમયે સિંહણો તેમના બચ્ચા સાથે આવીને ગામના પશુનું મારણ કરતા પશુઓમાં નાસ ભાગની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

રાજુલાના કાતર ગામમાં સિંહણોએ ચાર બચ્ચા સાથે કર્યો પશુઓનો શિકાર
રાજુલાના કાતર ગામમાં સિંહણોએ ચાર બચ્ચા સાથે કર્યો પશુઓનો શિકાર
author img

By

Published : Sep 6, 2021, 11:04 PM IST

  • રાજુલાના કાતર ગામમાં ચાર સિંહ બાળ સાથે બે સિંહણોના આટા ફેરા
  • ગત રવિવારે મધ્ય રાત્રિએ સિંહણોએ ગામમાં બચ્ચા સાથે કર્યો હતો પ્રવેશ
  • રાત્રિના સમયે પશુનું મારણ કરીને ગામમાંથી વહેલી સવારે લીધી વિદાય

અમરેલી: રાજુલા તાલુકાના કાતર ગામમાં 5 સપ્ટેમ્બર રવિવારના રોજ રાત્રિના સમયે બે સિંહણે તેમણે ચાર બચ્ચા સાથે ગામમાં પ્રવેશ કર્યો હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. સિંહણ તેના બચ્ચા સાથે કાતર ગામના માર્ગો પર ચાલતી જોવા મળી હતી. ગામમાં સિંહણના પ્રવેશ થવાને લઈને પશુઓમાં પણ હલચલ અને નાસભાગ જોવા મળી હતી. બચ્ચા સાથે આવેલી સિંહણે ગામમાં એક પશુનું મારણ પણ કર્યું હતું. જેને લઇને ગામ લોકોમાં પણ સિંહોના પ્રવેશ કરવાને લઈને ચિંતા જોવા મળી રહી છે.

રાજુલાના કાતર ગામમાં સિંહણોએ ચાર બચ્ચા સાથે કર્યો પશુઓનો શિકાર

રાજુલા તાલુકામાં પાછલા કેટલાક વર્ષોથી સિંહોની સતત હાજરી નોંધાઇ રહી છે

રાજુલા તાલુકાના રેવન્યુ વિસ્તારમાં સિંહોની હાજરી પાછલા કેટલાક વર્ષોથી જોવા મળી રહી છે. રાત્રિના સમયે સિંહ તેમના પરિવાર સાથે મારણ અને ખોરાકની શોધમાં કેટલાક ગામોમાં જોવા મળી રહ્યા છે. જેને લઇને ગામ લોકોમાં અને ખાસ કરીને પશુપાલકો અને ખેડૂત વર્ગમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. રવિવારના દિવસે ચાર બચ્ચા સાથે કાતર ગામમાં પ્રવેશેલી સિંહણે ગામમાં એક પશુનો શિકાર કર્યો હતો. જે ગામમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.