જૂનાગઢઃ શહેરમાં માણાવદર વિધાનસભા મતક્ષેત્રના મેંદરડા ગામમાં ભાજપ સંગઠનની (BJP program in Manavdar assembly constituency) એક બેઠક યોજાઈ હતી. જોકે, આ બેઠકમાં સૌથી વધારે ધ્યાન ખેંચનારી બાબત એ હતી કે, અહીં પૂર્વ પ્રધાન જવાહર ચાવડા પોતે કાર્યકર્તાઓ માટે ખુરશીઓ ગોઠવતા જોવા (Javahar Chavda arranged chairs for Party Workers video viral) મળ્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાઈરલ (Javahar Chavda Video Viral) થયો હતો. આ વીડિયો પછી લોકોમાં એક જ ચર્ચા થઈ રહી છે કે, આ પ્રધાનની મજબૂરી છે કે પછી તેમની સાદગી.
આ પણ વાંચો- લમ્પી વાઈરસની રસી ખૂટી ગઈ તેવો ઓડિયો વાયરલ થતાં સરકારે આપ્યો જવાબ
ભાજપની બેઠકમાં પૂર્વ પ્રધાને ગોઠવી ખુરશી - માણાવદર વિધાનસભા મત ક્ષેત્રના (BJP program in Manavdar assembly constituency) ભાજપના ધારાસભ્ય અને પૂર્વ પર્યટન પ્રધાન જવાહર ચાવડા સામાન્ય પક્ષના કાર્યકર્તાની માફક ખુરશી ગોઠવતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પૂર્વ પ્રધાન વ્યવસ્થિત કતાર બંધ ખુરશી ગોઠવી (Javahar Chavda arranged chairs for Party Workers video viral) રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ વીડિયો 27 જુલાઈએ મેંદરડામાં યોજાયેલી બેઠકનો (BJP Meeting in Manavadar of Junagadh) હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો- જામનગરમાં પશુ ડોકટરનો ઓડિયો વાયરલ અને થયા ઘરભેગા, શું હોઈ શકે કારણ?
વિરોધીઓએ કર્યો કટાક્ષ - આ સાથે જ પૂર્વ પ્રધાને ભાજપના કાર્યક્રમ (BJP Meeting in Manavadar of Junagadh) પહેલા ખુરશીઓ સાફ કરીને ગોઠવી હતી. જોકે, તેમનો આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો હતો. બીજી તરફ તેમના સમર્થકો તેમની આ કામગીરીની બિરદાવી રહ્યા છે. તો કેટલાક વિરોધી કાર્યકર્તાઓએ પૂર્વ પ્રધાન જવાહર ચાવડાએ ખુરશીઓ ગોઠવવી પડે તેવો કટાક્ષ કર્યો હતો. ત્યારે ફરી એક વખત માવતર સમાન મતદાતાને મનાવવા રાજકીય પક્ષો આગેવાનો અને નેતાઓ તમામ પ્રકારનું કામ કરી છૂટવા માટે જાણે કે તત્પર હોય તે પ્રકારનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.