- શું છે શિવલિંગની સૃષ્ટિ પર ઉત્પત્તિ અને તેનું રહસ્ય
- લિંગ સ્વરૂપના દર્શન અને પૂજનથી ભક્તોને પુણ્ય
- ભોળાનાથની લિંગ સ્વરૂપની પૂજા મનાઈ છે વિશેષ
જૂનાગઢ : પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે સમગ્ર માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવની પૂજા - અર્ચના કરવાથી પ્રત્યેક ભક્તને વિશેષ ફળ અને પુણ્ય પ્રાપ્ત થતુ હોય છે, ત્યારે શિવપુરાણ અને સનાતન હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન ભોળાનાથની સાકાર અને નિરાકાર બન્ને રૂપે પૂજા આજદિન સુધી થતી આવી છે. નિરાકાર રૂપે જોવા મળતા ભગવાન ભોળાનાથનુ લિંગ સ્વરૂપ સમગ્ર સૃષ્ટિ પર ક્યારે અવતરણ થયું, શા માટે ભોળાનાથની લિંગ સ્વરૂપની પૂજા વિશેષ માનવામાં આવે છે.
આ પણ વાંચો: શિવલિંગ પર શાં માટે ચડાવવામાં આવે છે બીલીપત્ર, જાણો...
શા માટે સર્વશ્રેષ્ઠ શિવલિંગ
પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ શિવપુરાણ અને સનાતન હિન્દુ ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સનાતન હિન્દુ ધર્મમાં દેવાધિદેવ મહાદેવની સાકાર અને નિરાકાર રૂપમાં શિવભક્તો આદી અનાદીકાળથી પૂજા કરતા આવ્યા છે, ત્યારે આ પૂજાથી વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે. શિવશંકરની લિંગ સ્વરૂપે પૂજા કરવાથી વિશેષ ફળ મળતું હોય છે. શા માટે શિવલિંગ સ્વરૂપના દર્શન અને પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે ? શા માટે ભગવાન શંકરે સૃષ્ટિ પર લિંગ સ્વરૂપ ધારણ કર્યું ? તેની પાછળનું રહસ્ય શું છે ? દેવાધિદેવ મહાદેવની લિંગ સ્વરૂપની પૂજા શા માટે સર્વશ્રેષ્ઠ સનાતન હિન્દુ ધર્મમાં માનવામાં આવી છે ?
આ પણ વાંચો: શું છે શ્રાવણ મહિનાનો મહિમા, કેમ કરવામાં આવે છે શિવનો જળાભિષેક ?
લિંગ પૂજનનું આ છે કારણ...
ભાવનાથ મહાદેવના સેવક કૃષ્ણાનંદએ જણાવ્યું હતું કે, સમગ્ર સૃષ્ટિની રચનાને લઈને બ્રહ્મા અને વિષ્ણુમાં ખૂબ જ મતભેદો ઉપસ્થિત થયા હતા, બ્રહ્મા અને વિષ્ણુ પોતે સમગ્ર સૃષ્ટિના જનક છે તે વાતને લઈને ખુબ વિવાદો થયા, આ વિવાદો બાદ બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે લડાઈનું વાતાવરણ પણ સર્જાયુ, જેમાં વિષ્ણુએ મહેશ્વર અસ્ત્રનો ઉપયોગ કર્યો, ત્યાં બીજી તરફ બ્રહ્માજીએ પશુપતિ અસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. બન્ને દેવોના સૃષ્ટિની ઉત્પત્તિને લઈને વિવાદથી સમગ્ર સંસાર જગત સ્તબ્ધ બની ગયું હતું, જ્યારે દેવાધિદેવ મહાદેવએ બન્ને દેવતાઓના અભિમાનને નષ્ટ કરવા માટે લિંગ સ્વરૂપ ધારણ કર્યું અને બન્ને દેવો દ્વારા છોડવામાં આવેલા મહેશ્વર અને પશુપતિ અસ્ત્રને લિંગ પર ધારણ કર્યા, ત્યારથી દેવાધિદેવ મહાદેવનું લિંગ સ્વરૂપે સમગ્ર સૃષ્ટિમાં પુજન થઈ રહ્યું છે, જેને શિવ પુરાણ અંતર્ગત પણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.