ETV Bharat / city

રોગ પ્રતિકારકશક્તિ વધારતું આકોલનું ફળ, ખનીજ અને વિટામિન સ્ત્રોત ધરાવતું ગીરમાં મળતું ફળ - Corona

ગીરના જંગલમાં જોવા મળતી આકોલ નામની વનસ્પતિ અને તેમાં પાકતું ફળ આજે કોરોના સામે ઉપચારદાયક સાબિત થઈ શકે છે. આકોલનું ફળ રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે તેમાં પ્રચૂર માત્રામાં વિટામીન અને ખનીજો કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ પોષણકારક અને ઉપયોગી સાબિત થઇ શકે છે.

રોગ પ્રતિકારકશક્તિ વધારતું આકોલનું ફળ, ખનીજ અને વિટામિન સ્ત્રોત ધરાવતું ગીરમાં મળતું ફળ

author img

By

Published : May 27, 2020, 9:39 PM IST

જૂનાગઢઃ ગીર વનરાજ અને કેસર માટે સમગ્ર વિશ્વમાં ખૂબ જ જાણીતું છે. ગીરમાં આવેલુ જંગલ એશિયામાં સિંહોનું એકમાત્ર આશ્રયસ્થાન છે, તો બીજી તરફ આ વિસ્તારમાં પાકતી કેસર કેરી પણ સમગ્ર વિશ્વમાં અદકેરૂ માન અને સન્માન ધરાવે છે. આજ ગીરના જંગલમાં એવી કેટલીય વનસ્પતિ અને જડીબુટ્ટીઓ આજે પણ જોવા મળે છે કે જેનો પ્રાચીન કાળમાં ખૂબ જ પ્રચૂર માત્રામાં ઉપયોગ થતો હતો અને તેનું મૂલ્ય પણ ખૂબ જ હતું. આવું જ એક ફળ એટલે ગીરના જંગલમાં ઉનાળાની ઋતુ દરમિયાન જોવા મળતું આકોલનું ફળ. ઉનાળાની શરૂઆત થતાં જ આકોલના ઝાડ પર પુષ્પો લાગવાની શરૂઆત થાય છે અને ઉનાળો તેના અંતિમ ચરણો પર હોય છે એવા સમયે આકોલમાં રસદાર અને ખનીજ તેમ જ વિટામિનનો પ્રચૂર સ્ત્રોત ધરાવતા ફળો જોવા મળે છે.

રોગ પ્રતિકારકશક્તિ વધારતું આકોલનું ફળ, ખનીજ અને વિટામિન સ્ત્રોત ધરાવતું ગીરમાં મળતું ફળ
આકોલના ફળમાંથી કેટલાક ઉપયોગી વિટામીન અને ખનીજ પ્રાપ્ત થાય છે. આકોલનું ફળ આરોગવાથી કોઈપણ વ્યક્તિના શરીરમાં રોગ પ્રતિકારકશક્તિ ખૂબ જ વધે છે. આકોલના ફળના સેવનથી કફ જેવી વ્યાધિ માંથી છૂટકારો મળે છે. ત્યારે વર્તમાન સમયમાં જે પ્રકારે કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે તેને ધ્યાને રાખીને આ ફળ આ સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ ફળના સેવનથી કોઈપણ વ્યક્તિની રોગ પ્રતિકારકશક્તિમાં ચમત્કારિક વધારો જોવા મળે છે, તો સાથોસાથ તેમાં રહેલા ખનીજ અને વિટામિનો કોઈપણ વ્યક્તિને ખૂબ જ ઉપયોગી બની શકે છે.

હાલ કોરોના વાયરસને લઈને આરોગ્ય વિભાગ દ્વારા પણ દરેક વ્યક્તિને રોગ પ્રતિકારકશક્તિ વધે તેમ જ શરીરમાં વિટામીન અને ખનીજ મળી રહે તેવા ખોરાકને ગ્રહણ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે ત્યારે ગીરમાં જોવા મળતું અને માત્ર ઉનાળા દરમિયાન જ પાકતું આકોલનું ફળ કોરોના સંક્રમણના સમયમાં લોકોની રોગ પ્રતિકારકશક્તિ વધારવામાં ખૂબ જ મહત્વનું પુરવાર થઈ શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.