ETV Bharat / city

જૂનાગઢમાં વનવિભાગ અને કિસાન સંઘ વચ્ચે બેઠક યોજાઇ

author img

By

Published : Nov 14, 2019, 7:35 PM IST

જૂનાગઢઃ ભારતીય કિસાન સંઘ અને વનવિભાગના અધિકારીઓ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કિસાન સંઘ દ્વારા વન્ય પ્રાણીઓના હુમલા અસરગ્રસ્ત પરિવારોને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં વધારો તેમજ માનવભક્ષી દિપડાને ઠાર મારવાને લઈને રજૂઆત કરવામાં આવી હતી.

rere

ગુરુવારે વનવિભાગની કચેરી જૂનાગઢમાં ભારતીય કિસાન સંઘ અને ગીર સોમનાથના પદાધિકારીઓ તેમજ વનવિભાગના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર પુર્વના ધારી, સોમનાથ અને ગીર પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક સહિત વનવિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં ભારતીય કિસાન સંઘે ખેડૂતો પર સિંહ અને દિપડા દ્વારા કરવામાં આવતા હુમલાને લઈને ચિંતાઓ વ્યક્ત કરી હતી. તેમજ હુમલાનો ભોગ બનેલા ખેડૂત પરિવારોને સરકાર દ્વારા જે રોકડ 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે તેમાં વધારો કરી 10 લાખ રૂપિયા સુધી કરવાની માગ કરી છે.

જૂનાગઢમાં વનવિભાગ અને કિસાન સંઘ વચ્ચે યોજાઇ બેઠક

ભારતીય કિસાન સંઘે તેમની જે માગો કરી છે તેને રાજ્યના વન વિભાગ અને સરકાર સમક્ષ રાખવાની ગીર વનવિભાગના અધિકારીઓએ કિસાન સંઘને આશ્વાસન આપ્યું છે. કિસાન સંઘની તમામ માગો સરકાર સમક્ષ મુકવામાં આવશે અને સરકાર દ્વારા જે કંઈ પણ સૂચનાઓ ગીર વન વિભાગને મળશે તે મુજબ ગીર વન વિભાગ કામ કરશે તેવી હૈયાધારણા કિસાન સંઘના પદાધિકારીઓને આપવામાં આવી છે.

Intro:જૂનાગઢ અને ગીર-સોમનાથ કિસાન સંઘ તેમજ વનવિભાગના અધિકારીઓ વચ્ચે યોજાઇ બેઠક

Body:ભારતીય કિસાન સંઘ અને વનવિભાગના અધિકારીઓ વચ્ચે યોજાઇ બેઠક આ બેઠકમાં કિસાન સંઘ દ્વારા વન્ય પ્રાણીઓના હુમલા અસરગ્રસ્ત પરિવારોને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં વધારો તેમજ માનવભક્ષી દિપડાને ઠાર મારવાને લઈને કિસાન સંઘે વન વિભાગને રજૂઆત કરી હતી

આજે વનવિભાગની કચેરી જૂનાગઢમાં ભારતીય કિસાન સંઘ જૂનાગઢ અને ગીર સોમનાથ ના પદાધિકારીઓ તેમજ વનવિભાગના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીરપુર્વના ધારી સોમનાથ અને ગીર પશ્ચિમ ના વન વિભાગના નાયબ વન સંરક્ષક સહિત વનવિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી આ બેઠકમાં ભારતીય કિસાન સંઘે ખેડૂતો પર સિંહ અને દિપડા દ્વારા કરવામાં આવતા હુમલાને લઈને ચિંતાઓ વ્યક્ત કરી હતી તેમજ હુમલાનો ભોગ બનેલા ખેડૂત પરિવારો ને સરકાર દ્વારા જે રોકડ ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે તેમાં વધારો કરી ને દસ લાખ રૂપિયા સુધી કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી વધુમાં કિસાન સંઘના પદાધિકારીઓ એ એવી પણ રજૂઆત કરી હતી કે કેટલાક વિસ્તારોમાં માનવભક્ષી દીપડા નો કહેર હજુ પણ યથાવત છે આવા દીપડાઓને વન વિભાગ કાર મારે તેવી માંગ પણ કરવામાં આવી હતી ભારતીય કિસાન સંઘે તેમની જે માંગો રાખી છે તેને રાજ્યના વન વિભાગ અને સરકાર સમક્ષ રાખવાની ગીર વનવિભાગના અધિકારીઓએ કિસાન સંઘ ને આશ્વાસન આપ્યું છે કિસાન સંઘની તમામ માંગો સરકારશ્રી સમક્ષ મુકવામાં આવશે અને સરકાર શ્રી દ્વારા જે કંઈપણ સૂચનાઓ ગીર વન વિભાગને મળશે તે મુજબ ગીર વનવિભાગ કામ કરશે તેવી હૈયાધારણા કિસાન સંઘના પદાધિકારીઓને આપવામાં આવી હતી

બાઈટ 1 ડો.ધીરજ મિતલ નાયબ વન સંરક્ષક ગીર પશ્ચિમ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.