ન્યૂઝ ડેસ્ક: સંત સુરા અને બહારવટિયાની ભૂમિ તરીકે જૂનાગઢની ભૂમિને આજે પણ યાદ કરવામાં આવે છે જૂનાગઢમાં અનેક રાજાઓ રાજ કરી ગયા પરંતુ જુનાગઢનો ઉલ્લેખ થાય ત્યારે અહીંના બહારવટિયાઓ ચોક્કસ યાદ આવે જે જુનાગઢ પર બહારવટિયાઓની પક્કડનો ઇતિહાસ દર્શાવી જાય છે ભક્ત કવિ નરસિંહ મહેતાથી લઈને નવાબ આવા સમયની વચ્ચે પણ જુનાગઢના બહારવટિયા અને ખાસ કરીને કાદર બક્ષ કે જેને ઈતિહાસમાં કાદુ મકરાણી નામના બહારવટિયા તરીકે આજે પણ ઓળખવામાં આવે છે તેવા કાદુ મકરાણીના ઇતિહાસ પર એક નજર નાખીએ
નવાબના પ્રતિનિધિ સાથે મુલાકાત કરવાની તક
વાત છે વિક્રમ સંવત 1939 વેરાવળ નજીક આવેલા ઇણાજ ગામમાં બલુચિસ્તાનથી આવેલા બલોચ મકરાણીને આ ગામમાં જૂનાગઢના નવાબે રહેવાની મંજૂરી આપી જે પૈકીના કેટલાક મકરાણી જૂનાગઢના નવાબ સાથે નોકરીએ પણ જોડાયા પરંતુ બલુચિસ્તાનના મકરાણીઓની ધાક ધીમે ધીમે વધવા લાગી અને મકરાણીનો ત્રાસ એટલી હદે વધી ગયો કે જૂનાગઢના નવાબે મકરાણી ઓને હથિયાર હેઠા મુકીને સમર્પણ કરવાની જાસાચિઠ્ઠી મોકલી આપી પરંતુ મકરાણીઓએ નવાબની જાસાચિઠ્ઠીનો જવાબ આપવા માટે અલી મોહમ્મદ મકરાણી વેરાવળ ખાતે નવાબના પ્રતિનિધિ સાથે મુલાકાત કરવાની તક મળી આ સમય દરમિયાન અલીમ અહમદ મકરાણી હથિયાર હેઠા મુકવાની જગ્યા પર યુદ્ધમાં ખપી જવાની નેમ વ્યક્ત કરતા જૂનાગઢ અને વેરાવળના નવાબ ના સૈનિકો અને ઇણાજ ગામના મકરાણીઓ વચ્ચે ધીંગાણું સર્જાયું આ ધીંગાણામાં અનેક મકરાણી ના મોત થયા તેમાં કાદર બક્ષ મકરાણી અને તેના કેટલાક સાથીદારો જીવતાં રહી ગયા ત્યારે નવાબની સેના સામે છુપાઈને જીવવા કરતા બહારવટુ કરીને નવાબ ની સામે ધીંગાણું કરવા કાદર બક્ષ મકરાણી અને તેના યુવાન સાથીઓ બહારવટે ચડ્યા ત્યારથી કાદુ મકરાણીનું બહારવટુ જૂનાગઢમાં સૌ કોઈને થર કંપાવતું હતું
જુનાગઢના નવાબ સામે બહારવટાની જાસાચિઠ્ઠી
ઇતિહાસમાં લખાયેલી તારીખ મુજબ વિક્રમ સંવંત 1939 અને ભાદરવા સુદ ચોથના દિવસે કાદુ મકરાણી ઈણાજ ગામમાંથી જુનાગઢના નવાબ સામે બહારવટાની જાસાચિઠ્ઠી મોકલીને નવાબ સામે ધીંગાણે ચડ્યા હતા બહારવટે ચડેલા કાદુ મકરાણી જુનાગઢના અનેક ગામોને ભાંગ્યા હતા કાદુ મકરાણીના ધાકથી દિવસે પણ લોકો થરથર કાંપતા હતા આવો બહારવટિયો કાદુ મકરાણી નવાબ સામે જંગે ચડીને જુનાગઢ સુધી પહોંચી ગયો કહેવાય છે કે કાદુ મકરાણીના સમયમાં એક ગામ લૂંટે તેને લુટારું કહેવાતા પરંતુ કાદુ મકરાણી એક દિવસમાં ત્રણ ત્રણ ગામો ભાંગીને જૂનાગઢના નવાબ સામે ધીંગાણે ચડીને નવાબને પણ એક સમયે વિચારતા કરી મુક્યા હતા ધીંગાણે ચડેલા કાદુ મકરાણી જૂનાગઢ નજીક વડાલ ગામની સીમમાં ગામને ભાંગવાની જાસાચિઠ્ઠી આપીને ગામના પાદરે પડાવ નાખે છે
જાસાચિઠ્ઠી મોકલી દીકરી વહુ બનીને આવી
વાત સત્ય ઘટનાની છે જે દિવસે કાદુ મકરાણી વડાલ ગામે ભાંગવાની જાસાચિઠ્ઠી મોકલી તે દિવસે વડાલમાં એક દીકરી વહુ બનીને આવી હતી બીજે દિવસે નવવધૂ પોતાના ભરથારને ભાથું દેવા માટે દાગીના પહેરીને નીકળે છે ત્યારે નવવધૂ ને સાસુએ રોકી ને ટોણો માર્યો કે તારો બાપ કાદુ મકરાણી ગામની સીમમાં ગામને ભાંગવા માટે બેઠો છે અને તું આટલા ઘરેણા પહેરીને ભાથું આપવા જય રહી છે ત્યારે વહુ એ પણ પોતાની સાસુને ઉત્તર વાળ્યો કે આ દાગીના મારા પિયર પક્ષના છે પણ હવે હું મારા સાસરા પક્ષના દાગીના પહેરીને પણ જવાની છું જોઉં છું કયો કાદુ મકરાણી મને લૂંટવા માટે બેઠો છે આવું કહીને નવવધુ દાગીનાનો શણગાર કરીને ભાથું આપવા માટે ચાલી નીકળે છે ગામની સીમમાં પહોંચતા જ કાદુ મકરાણી ના માણસોએ નવવધૂ ને લૂંટવાનો પ્રયાસ કરે છે ત્યારે કોડભરી નવવધૂએ દાગીના આપવાની તૈયારી દર્શાવી પરંતુ આ તમામ દાગીના તેઓ કાદુ મકરાણી ને આપવાની છે આ વાત કાદુ મકરાણી સુધી તેમના લોકોએ પહોંચાડી અને દાગીના સાથે નવવધૂને કાદુ મકરાણી સુધી પહોંચાડવામાં આવે
થરથર કંપાવતો કાદુ મકરાણી ધ્રુજવા લાગ્યો
નવવધૂની મુલાકાત કાદુ મકરાણી સાથે થાય છે કાદુ મકરાણી નવવધુને પૂછ્યું કે કાદુ મકરાણીની ગામ ભાંગવાની જાસાચિઠ્ઠી ગામના પાદરમાં મારો અને મારા બહારવટિયાનો પડાવ તેમ છતાં તું આટલા ઘરેણાં પહેરીને નીકળી છો તને જરા પણ ડર ન લાગ્યો કાદુ મકરાણીના સવાલનો જવાબ નવવધૂએ વાળતા જણાવ્યું કે હું ભાથું દેવા નીકળી ત્યારે મારા સાસુએ મને ટોણો માર્યો કે તારો બાપ કાદુ મકરાણી ગામ ભાંગવા પાદરમાં બેઠો છે અને તું આટલા ઘરેણા પહેરીને ભાથું આપવા જઈ રહી છે ત્યારે મારા સાસુને જવાબ આપ્યો કાદુ મારો બાપ હોય દીકરીના દાગીનાના લુંટે નવવધૂના આ જવાબ સાંભળીને સાતે આલમને થરથર કંપાવતો કાદુ મકરાણી ધ્રુજવા લાગ્યો કાદુ મકરાણી નવવધૂનો જવાબ સાંભળીને જાણે કે તેના નામથી ધ્રુજતા તેવા કાદુ મકરાણી ના આંખમાં આંસુ આવી ગયા કાદુ મકરાણી પાસે કન્યાદાનમાં દેવાની એમની પાસે કોઈ ચીજ ન હતી પરંતુ તેમના હાથમાં પહેરેલી વીંટી નવવધૂ ને આપી કાદુ મકરાણી કહ્યું બેટા તારી સાસુ ને કેજે મારા બાપ કાદુ મકરાણી એ મને કન્યાદાનમાં આ વીંટી આપી છે અને ત્યારથી કહેવાય છે કે કાદુ મકરાણી ના બહારવટાની ધીરે ધીરે અંત આવતો જોવા મળ્યો કાદુ મકરાણી નવવધૂ ને વચન આપતા જણાવ્યું કે જ્યાં સુધી કાદુ જીવતો હશે ત્યાં સુધી તારા ગામ પર અન્ય કોઈ બહારવટિયા નજર નહીં નાખે ત્યારબાદ કહેવાય છે કે કાદર બક્ષ કાદુ મકરાણી પોતાના વતન બલુચિસ્તાન તરફ સાધુનો વેશ પલટીને જઈ રહ્યું છે ત્યારે કરાશે બલુચિસ્તાન જવા માટે કરાંચીમાંથી ઊંટ ભાડે કરે છે ઊંટ ભાડે આપનાર વ્યક્તિ સાધુના વેશમાં આપેલા કાદુ મકરાણી ને ઓળખી જાય છે અને તેની જાણ કરાચી પોલીસને કરે છે ત્યારે સર્જાયેલા ધીંગાણામાં કાદુ મકરાણી પોલીસને જાણ કરનાર ત્રણેય વ્યક્તિઓના ઢીમ ઢાળી દઈ ને ત્યાંથી બલુચિસ્તાન જવાનો પ્રયાસ કરે છે પરંતુ પોલીસના હાથે તે ઝડપાઈ જતા ત્રણ પોલીસના હત્યાના ગુનામાં કરાચીમાં કાદર બક્ષ કાદુ મકરાણીને મોતની સજા સંભળાવવામાં આવે છે જૂનાગઢના ઇણાજથી શરૂ થયેલું બહારવટુ કરાચીમાં મોતની સજાથી પૂર્ણ થાય છે
જૂનાગઢમાં બહારવટીયો કાદુ મકરાણી
આજથી વર્ષો પહેલા કાદુ મકરાણી જૂનાગઢમાં બહારવટિયા તરીકે જાણીતો હતો પરંતુ આજના સમયમાં પણ જૂનાગઢમાં બહારવટીયો કાદુ મકરાણી લોકબોલીમાં સતત જીવી રહ્યો છે કોઈ પણ વ્યક્તિ ગુસ્સાની ભાષામાં સવાલ-જવાબ કરે ત્યારે આજે પણ તેનો જવાબ અપાય છે તું કાદુ મકરાણી થોડો છે તેવો જવાબ આપીને કાદુ મકરાણી ના બહારવટા ને આજે પણ લોકો ખમીર થી જોઈ રહ્યા છે આવા કાદુ મકરાણી બહારવટિયાનો ઇતિહાસ આજે પણ જૂનાગઢને જીવંત બનાવી રહ્યું છે
કાદુ મકરાણી પર બની છે એક ગુજરાતી ફિલ્મ
વર્ષ 1973 માં કાદુ મકરાણી પર એક ગુજરાતી ચલચિત્રનું નિર્માણ પર થયું છે જેનો ડાયરેક્શન મનુભાઇ દેસાઇ કર્યું છે કાદુ મકરાણીના ચલચિત્રના પ્રોડ્યુસર રામકુમાર બોહરા હતા મોહરા ઇન્ટરનેશનલ બેનર નીચે કાદુ મકરાણી નામનું ગુજરાતી ચલચિત્ર રજુ થયું હતું જેમાં સંગીત અવિનાશ વ્યાસ એ આપ્યું છે કાદુ મકરાણી ચલચિત્રમાં ઉપેન્દ્ર અને અરવિંદ ત્રિવેદી ની સાથે રમેશ મહેતા અને અનુપમા એ પણ પોતાના અભિનયનો કસબ પાથરીને કાદુ મકરાણી ચલચિત્ર ને લોક હૈયા સુધી પહોંચાડવાનો પ્રયાશ કર્યો હતો સૌ પહેલાં વર્ષ ૧૯૬૦માં જાણીતી ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક મનહર રસકાપુર એ પણ કાદુ મકરાણી નામે ગુજરાતી ચલચિત્ર બનાવી હતી