- જૂનાગઢમાં સામ્રાજ્યનું સાક્ષી ઉપરકોટનો કિલ્લો (The fort of Uparkot) આજે પણ અડીખમ છે
- ઉપરકોટના કિલ્લામાં (The fort of Uparkot) ચાલી રહેલા રિનોવેશન (Renovation) કામ દરમિયાન અનેક સ્થાપત્યો જોવા મળ્યા
- ઉપરકોટના કિલ્લામાં (The fort of Uparkot) ધરબાયેલી 25 કરતાં વધુ તોપ પણ મળી આવી
- વર્ષોથી કિલ્લામાં રહેલી પરંતુ હજી સુધી લોકોને ધ્યાને નહીં આવેલી કડી વાવ પણ જોવા મળી
જૂનાગઢઃ રાજ્યના અનેક ઐતિહાસિક સ્થાપત્યો (Historical architecture) છે, જે હજારો વર્ષોથી આજે પણ અડીખમ ઉભા છે. રાજ્યમાં પહેલાની સ્થાપત્ય કલા (Architecture)ના બેનમૂન નમૂનાઓ જોવા મળે છે. ત્યારે વાત કરીએ જૂનાગઢની. તો જૂનાગઢ શહેરમાં પણ હજારો વર્ષો મૌર્ય સામ્રાજ્ય (Maurya Empire)ના સમયે બનાવેલો પ્રાચીન ધરોહર સમાન ઉપરકોટનો કિલ્લો આજે પણ અડીખમ છે, જેના પર જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાત ગૌરવ કરી રહ્યું છે. રા'નવઘણે જૂનાગઢને રાજધાની બનાવી હતી. મૌર્ય સામ્રાજ્ય (Maurya Empire) દ્વારા સ્થાપવામાં આવેલા જૂનાગઢ શહેર અને તેના ઉપરકોટના કિલ્લામાં પ્રાચીન ધરોહર સમી અને ચીજવસ્તુઓ આજે રિનોવેશન કામ દરમિયાન બહાર આવી રહી છે. કિલ્લામાં ધરબાયેલી 25 કરતા વધુ તોપ કેટલાક ગુપ્ત દરવાજાઓ અને મૌર્ય સામ્રાજ્ય (Maurya Empire) વખતની પ્રાચીન બાંધકામ સમી કડી વાવ અને દારૂખાનું બહાર આવ્યું છે, જે આગામી દિવસોમા ઉપરકોટનો કિલ્લો (The fort of Uparkot) તેના જૂના અને જાહોજહાલી માટે જોવા મળશે.
આ પણ વાંચો- ગુજરાતની ગૌરવસિદ્ધિ : યુનેસ્કો દ્વારા કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સમાવેશ
કિલ્લામાં ખોદકામ બાદ 25 જેટલી તોપ મળી
હજારો વર્ષોથી જૂનાગઢના રાજા રજવાડાનો ઈતિહાસ સમેટીને ઉભેલા ઉપરકોટના કિલ્લા (The fort of Uparkot)નું અત્યારે રાજ્ય સરકાર રિનોવેશન કરાવી રહી છે. ઉપરકોટના કિલ્લામાં (The fort of Uparkot) કરવામાં આવેલા કેટલાક ખોદકામ બાદ 25 જેટલી તોપ મળી આવી છે. આ તોપ પ્રાચીન સમયમાં કિલ્લાની સુરક્ષા અને ખાસ કરીને જૂનાગઢના લોકોની રક્ષા માટે કિલ્લામાં બેસાડવામાં આવી હશે તેવું માનવામાં આવે છે. આ સાથે ઉપરકોટના કિલ્લામાં જોડિયા વાવ તરીકે ઓળખાતી અડીકડી વાવ પૈકીની કડી વાવના દર્શન હજારો લોકોએ કર્યા હશે, પરંતુ રિનોવેશન કામ દરમિયાન પ્રથમ વખત કડી વાવ પણ સામે આવી છે. તેમ જ આગામી દિવસોમાં આ જ પ્રકારે નવઘણ કૂવો પણ રિનોવેટ થયા બાદ રાજા રજવાડાઓની સંસ્કૃતિ અને ખાસ કરીને મૌર્ય સામ્રાજ્યના (Maurya Empire) રા'નવઘણ દ્વારા બનાવવામાં આવેલા સ્થાપત્યને લોકો ફરી એક વખત તેના આબેહૂબ રૂપમાં જોઇ શકશે.
આ પણ વાંચો-Mumbai Samachar: બે સદીની મહાસફરની ઐતિહાસિક વાત...
જિલ્લાના બાંધકામ દરમિયાન મળેલી કેટલીક વસ્તુઓ પ્રદર્શન માટે રખાશે
આ સિવાય ઉપરકોટના કિલ્લા (The fort of Uparkot)માં જેતે સમયે જિલ્લાના બાંધકામ સાથે સંકળાયેલી કેટલીક વસ્તુઓ પણ જોવા મળી રહી છે, જેને પણ લોકોના પ્રદર્શન માટે ફરી નવા રૂપરંગ સાથે ઊભી કરવામાં આવી રહી છે. વધુમાં કિલ્લામાં આવતા પ્રત્યેક પ્રવાસીને પ્રાચીન અને ખાસ કરીને મૌર્ય સંસ્કૃતિના સ્થાપત્યને જોઈ શકે તે માટે બારિકાઈથી અને ઝિણવટભર્યું તેમજ મૌર્ય સામ્રાજ્યના સમયમાં જે બાંધકામ થયુ હતું. તે મુજબનું રિનોવેશન કામ થઈ રહ્યું છે. ત્યારબાદ ઉપરકોટનો કિલ્લો ફરી એક વખત મૌર્ય સામ્રાજ્યના (The fort of Uparkot) સ્થાપત્યના દર્શન કરાવતો જૂનાગઢમાં જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં આવેલો ઉપરકોટનો કિલ્લો (The fort of Uparkot) રાજ્યનો સૌથી મોટો કિલ્લો છે. આ કિલ્લો ત્રણ ચોરસ કિલોમીટરમાં પથરાયેલો સ્થાપત્યની દૃષ્ટિએ પણ ખૂબ જ બેનમૂન માનવામાં આવે છે.