જૂનાગઢ: 24 કલાકના વિરામ બાદ આજે સવારથી ફરી એક વખત જૂનાગઢ શહેરમાં મેઘરાજાની ધોધમાર એન્ટ્રી થઈ હતી. છેલ્લા પંદર દિવસથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે 24 કલાકના વિરામ બાદ ફરી આજે ધોધમાર વરસાદ શહેરમાં તૂટી પડ્યો હતો.
24 કલાકના મેઘ વિરામ બાદ આજ સવારથી જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદનું આગમન સમયાંતરે થઇ રહ્યું છે. જે પ્રકારે છેલ્લા પંદર દિવસથી જૂનાગઢ શહેરમાં સતત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ગઈકાલે વરસાદમાં વિરામ જોવા મળ્યો હતો, પરંતુ આજ સવારથી ફરી એક વખત જૂનાગઢ શહેરમાં મેઘાવી માહોલ ઉભો થયો હતો. ધોધમાર વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળતું હતું.
હવામાન વિભાગે પણ આગામી 48 કલાક દરમિયાન ધોધમાર વરસાદ પડવાની આશંકાઓ વ્યક્ત કરી છે. જૂનાગઢ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સરેરાશ વરસાદ કરતાં બમણો પરસાદ પડી ચૂક્યો છે અને હજુ પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં અતિવૃષ્ટિની શક્યતાને પણ આજના દિવસે નકારી શકાય તેમ નથી.